Wednesday, 2 August 2017

શું તમે ગુલાબી રંગનું તળાવ જોયું છે?


     
આમ તો તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે પાણીને કોઈ રંગ હોતો નથી; પરંતુ જો તમને કોઈ આવું કઈ રહ્યું છે તો તે ગુલાબી તળાવ વિશે કશું જાણતાં નથી. આ તળાવ 'પિંક લેક'નાં નામે ઓળખાય છે, જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. 

       આ તળાવ લોકોનું આકર્ષણ રહ્યું છે. તેમની લંબાઈ અને પહોળાઈ તો વિશાળ નથી; પરંતુ ઘણી જ નાની છે. સાચે જ દુરથી જોનારને લાગે કે જાણે સ્ટ્રોબેરી નાં હોય. આ લેકનું અસલી નામ 'સલીના ધ ટોરેવીયેજા' છે, જે પોતાનાં દેશની વિશિષ્ટ ખાસિયત છે. આ તળાવનું ક્ષેત્રફળ માત્ર 600 મીટર જ છે તેમજ ચારેબાજુ પેપરબાર્ક અને યુકેલીષ્ટક્સનાં વૃક્ષોથી ઘેરાયેલ છે.

       વાસ્તવમાં આ તળાવનું પાણી ગુલાબી એટલાં માટે છે કારણ કે તેમાં મીઠાની માત્રા ખુબ જ વધારે હોય છે. જેથી જયારે સૂર્યનાં કિરણો આ તળાવ પર પડે છે ત્યારે તે સ્ટોબેરી જેવાં ગુલાબી રંગમાં બદલાય છે. એવું કહેવાય છે કે આ તળાવ બેક્ટેરિયાથી ભરી પડેલ છે પરંતુ તેમાં નહાવાથી વ્યક્તિના શરીરને કોઈ જ નુકસાન થતું નથી. 

કેવું લાગ્યું આ intresting તળાવ....
image credit : wikipedia

No comments:

Post a Comment