Thursday, 24 August 2017

આદિ દેવ શ્રીગણેશ


ગણેશ ચતુર્થી એ હિંદુઓનો પર્વ છે જે પુરા દેશમાં ધામધૂમથી માનવામાં આવે છે. આ તહેવાર વિક્રમ સવંત ભાદરવા સુદ ૪નાં ઉજવવામાં આવે છે. આ દિવસને આદિદેવ ગણેશજીનાં જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. અનંત ચતુર્થીના દિવસે ગણેશને પાણીમાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે.                  


ગણેશ શિવજી તથા પાર્વતીનાં પુત્ર છે; જેમનું વાહન મુષક છે તેમજ તેમનું શીર્ષ હાથીનું હોવાથી તેમને ‘ગજાનન’ પણ કહેવામાં આવે છે. બહ્માની પુત્રીઓ રિદ્ધી-સિદ્ધી સાથે ગણેશનાં લગ્ન થયા હતાં. ગણેશને ભોજનમાં મોદક ના લાડુ સૌથી વધારે પ્રિય હતાં.તે ગણોના સ્વામી હોવાથી તેનું એક નામ ગણપતિ પણ છે. હિંદુ સંપ્રદાયમાં કોઈ પણ નવા ધાર્મિક કાર્યોની શરૂઆત ગણેશ સ્થાપન દ્વારા પ્રયોજવામાં આવે છે.આથી જ શ્રી ગણેશજી સમાજમાં સર્વોપરી દેવ છે.  

છત્રપતિ શિવાજી પણ ગણેશજીની ઉપાસના કરતા હતાં. સ્વતંત્રતા સંગ્રામના નેતા લોકમાન્ય તિલક, વીર સાવરકર વગેરે ગણેશોત્સવને રાષ્ટ્રીય પર્વમાં સામિલ કરી સર્વધર્મને એક સૂત્રમાં જોડાવાનું કામ કયું હતું જેથી અંગ્રજોને પડકારી શકે. 



No comments:

Post a Comment