Wednesday, 30 August 2017

કોહિનૂર હીરાનું ફરીથી ભારતમાં ગમનબ્રિટનની રાણી એલિજાબેથ દ્વિતીયના તાજ પરનો કોહિનૂર ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે. કોહિનૂર હીરાનો ઈતિહાસ બહુ જુનો છે. કહેવામાં આવે છે કે આ હીરો ભારતનાં તેલંગાણા રાજ્યની ગોલકુંડાની ખાણમાંથી નીકળ્યો હતો. આ હીરાને કોહિનૂર નામ ઈરાનના બાદશાહ નાદિરશાહે આપ્યું હતું. કોહિનૂરનો અર્થ થાય છે – પ્રકાશનો પર્વત. કેટલાક લોકોનું કહેવું છે કે આ હીરો મહાભારતના વખતનો સ્યમન્તક મણિ છે. આ કોહિનૂર ભારતના મુઘલ શાસકોની પાસે હતો. ત્યાંથી તે ઈરાનના બાદશાહ નાદિરશાહ અને ત્યારબાદ અફઘાનિસ્તાનની સત્તામાં ક્રમશઃ અહમદશાહ અબ્દાલી, તૈમુર, શાહ જમન અને શાહ શુજા પાસે ફરતો રહ્યો. ત્યારબાદ ફતેહ ખાનને સત્તા મળી ગઈ, પણ કોહિનૂર શાહ શુજા પાસે જ રહી ગયો. ફતેહ ખાનને શુજાના નાના ભાઈ શાહ મહમૂદને ગાદી આપી દીધી.

આ દિવસોમાં પંજાબમાં મહારાજા રણજિતસિંહનું શાસન હતું. શાહ શુજાની પ્રાર્થનાના કારણે મહારાજ રણજિતસિંહે પોતાની સેના મોકલીને શુજાને સત્તા અપાવી દીધી, પરંતુ થોડા સમય બાદ ફરીથી ફતેહ ખાને શાહ મહમૂદને ગાદી આપી દીધી. શુજા ભાગીને અટક આવી ગયો અને ત્યાંના ઓફિસરે તેને શરણે લીધો. પરંતુ પાછળથી તેને શંકા પડતાં શુજાને કેદ કરી લીધો અને તેનો મોટો ભાઈ જમન જ્યાં બંદી હતો ત્યાં મોકલવામાં આવ્યો.

મહારાજા રણજિતસિંહે થોડા વખત પછી બન્ને ભાઈને લાહોર બોલાવી લીધા. આ બાજુ અફઘાની વડાપ્રધાન ફતેહ ખાન કશ્મીર જીતવા માટે રણજિતસિંહ પાસે મદદ માંગી અને લૂંટનો અડધો ભાગ તથા દર વર્ષે નવ લાખ રૂપિયા દેવાની શરત રાખી. રણજિતસિંહે ફતેહ ખાનના પ્રસ્તાવને માની લીધો, તેથી શાહ શુજાને લાગ્યું કે મહારાજા ફતેહ ખાનના કહેવાથી અમને મારી ન નાંખે. આ કારણથી શુજાની બેગમે શુજાના જીવનનાં બદલે કોહિનૂર હીરો મહારાજાને દેવાનો પ્રસ્તાવ મુક્યો.

૧૮૧૨માં એક બાજુથી હિંદુ સેના અને બીજી બાજુથી અફઘાની સેનાએ કશ્મીરમાં પ્રવેશ કર્યો. ફતેહ ખાનના મનમાં છેતરપિંડી હતી તેથી તેણે કેટલાક સૈનિકોને પંજાબમાં મૂકી દીધા. આમ, ફતેહ ખાને કશ્મીરના બે કિલ્લા જીતીને એનો અડધો ભાગ પણ હિંદુ સેનાને ન આપ્યો. મહારાજા રણજિતસિંહના દીવાન મોહકમચંદે આ બધી માહિતી મહારાજાને આપી, પરંતુ રણજિતસિંહ શાંતિપૂર્વક પોતાની સંધિ નિભાવતા રહ્યા.

આ દિવસોમાં શાહ શુજાને શેરગઢના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો હતો. ફતેહ ખાન શાહ શુજાને મારવા માંગતો હતો. આથી રણજિતસિંહના દિવાન મોહકમચંદ એક નાનકડાં રસ્તેથી કિલ્લામાં ગયા અને શુજાને પોતાની સાથે લઇ ગયા. આ વાતની ખબર જયારે ફતેહ ખાનને પડી ત્યારે તેણે મોહકમચંદ પાસેથી શાહ શુજાની માંગ કરી, પરંતુ મોહકમચંદે તેની આ માંગને ઠુકરાવી દીધી. તેથી લૂંટનો અડધો માલ અને દર વર્ષે નવ લાખ રૂપિયા આપવાની સંધિ ફતેહ ખાને તોડી નાખી. આમ લૂંટનો માલ અને કશ્મીરની જમીન બન્ને ફતેહ ખાન પાસે રહી ગયા.

આ ઝુંબેશમાં મહારાજા રણજિતસિંહને ઘણું મોટું નુકસાન થયું. એમના ૧૦૦૦ સૈનિક માર્યા ગયા અને ખજાનો પણ ખાલી થઇ ગયો. ત્યારબાદ મહારાજાએ શુજાને છોડી દીધો અને તેની બેગમની શરત અનુસાર કોહિનૂર માંગ્યો, પરંતુ શુજાની બેગમ કોહિનૂર આપવા ઈચ્છતી નહોતી. છેલ્લે મહારાજાએ ત્રણ લાખ રૂપિયા રોકડા અને ૫૦,૦૦૦ રૂપિયાની વસાહત આપીને કોહિનૂર મેળવી લીધો.

આમ, ૧ જૂન, ૧૮૧૩માં આ અમૂલ્ય હીરો ફરીથી ભારતને મળી ગયો. વર્ષ ૧૮૩૯માં મહારાજા રણજિતસિંહ બીમાર પડ્યા ત્યારે તેમણે તેમના પરિવાર તથા વજીર અને દરબારીઓને કોહિનૂર જગન્નાથજીના મંદિરમાં ભેટ ચઢાવી દેવાની સુચના આપી. પરંતુ તેમના પરિવારમાંથી કોઈ આ હીરાને જતો કરવા તૈયાર ન હતું. રણજિતસિંહના મૃત્યુ બાદ ક્રમશઃ તેમના પુત્રને ગાદી મળતી આવી. છેવટે આ હીરો પંજાબના રાજા દિલીપસિંહ પાસે આવ્યો.

આ સમય દરમ્યાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો પંજાબ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા હતા. મહારાજા રણજિતસિંહના અવસાન બાદ પંજાબને કમજોર પડેલું જોઈ અંગ્રેજો લાહોરમાં ઘૂસી ગયાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબને રીતસર કબજે ન લીધું પણ અંગ્રેજોના નેજા હેઠળ આવી ગયું. ૩૦ માર્ચ, ૧૮૪૯ના દિવસે લોર્ડ ડેલહાઉસીએ જાહેરનામું બહાર પાડીને પંજાબને અંગ્રેજ હકૂમતના પ્રદેશમાં ભેળવી દીધું.

મહારાજા જાહેરનામું વાંચતાની સાથે જ સિંહાસનનો ત્યાગ કર્યો અને કોહિનૂર સચિવના હાથમાં મૂકી દીધો. આમ કોહિનૂર ફરી ભારતમાંથી ઈંગ્લેંડમાં લઇ જવાયો. તેનું ઓરિજિનલ સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ તેને પહેલદાર અને ચમકદાર બનાવવા માટે આમ્સ્ટરડેમના શ્રેષ્ઠ ગણાતા વૂરસેન્ગર નામના ડચ કારીગરને બોલાવ્યો. કટિંગ બાદ ૧૮૬ કેરેટનો હીરો ૧૦૫.૬ કેરેટનો બની ગયો.

કોહિનૂરને ૧૮૫૧માં લંડનના હાઇડ પાર્ક ખાતે યોજાયેલ ધ ગ્રેટ એકઝીબીશનમાં બ્રિટીશ જનતાને કોહિનૂર દેખાડવામાં આવ્યો હતો. રાણી વિક્ટોરિયાએ એકધારુ ૬૩ વર્ષ રાજ કર્યા બાદ ૧૯૦૨માં વસીયત મુજબ હીરો પુત્રવધુ એલેક્ઝાન્ડ્રાને વારસામાં આપ્યો. ૧૯૧૧માં રાણી મેરીના તાજમાં અને ત્યારબાદ ૧૯૩૭માં રાણી એલિઝાબેથના તાજમાં જડી દેવાયો. એલિઝાબેથે કેટલાક વર્ષ સુધી તાજ વાપર્યો પછી આ તાજને ટાવર ઓફ લંડનના રત્નભંડારમાં મોકલી દેવાયો.

Tuesday, 29 August 2017

હોકીનાં જાદુગર – મેજર ધ્યાનચંદ


એક સમય હતો જયારે ભારતીય હોકીનો આખા વિશ્વમાં દબદબો હતો. જેનો યશ મેજર ધ્યાનચંદને આપવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ના ઉત્તરપ્રદેશના પ્રયાગમાં થયો હતો. તેમનાં પિતા સેનાના સુબેદાર હોવાથી ૧૬ વર્ષની ઉંમરે તેમને સેનામાં જોડી કરી દીધા. જ્યાં તેઓ કુશ્તીમાં બહુ રસ લેતા હતા; પરંતુ મેજર બાલે તિવારીએ તેમને હોકી માટે ઉશ્કેરયા. ત્યારબાદ ધ્યાનચંદ અને હોકી એકબીજાના પર્યાય બની ગયા.

થોડા દિવસો પછી તેઓ રેજીમેન્ટ ટીમમાં પસંદગી તેમની પસંદગી કરવામાં આવી. તેમનું મૂળ નામ ધ્યાનસિંહ હતું, પરંતુ તેઓ રાતના હોકીની પ્રેક્ટીસ કરતા હોવાથી બધાં તેમને ‘ચાંદ’ કહીને બોલાવતા. જે પછીથી ધ્યાનચંદ થઇ ગયું.

૧૯૨૬માં તેમની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવામાં આવી. તે જ વર્ષે તેઓ ન્યુઝીલેન્ડ રમવા ગયા. બોલ તેમની પાસે આવે પછી બીજા કોઈ ખેલાડી પાસે જતો જ નહોતો. તેથી કેટલીય વાર તેમની હોકી તપાસવામાં તેમજ બદલાવવામાં આવતી પરંતુ તેમની અત્યાધિક પ્રેક્ટીસને લીધે તેઓ હંમેશા વિજયી બનતા. તેથી લોકો તેમને ‘હોકીના જાદુગર’ કહેતા.

ભારતે પ્રથમ વખત ૧૯૨૮માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૯૩૬માં બર્લિનની ઓલમ્પિકમાં તેમને ટીમના કપ્તાન બનાવવામાં આવ્યાં. એમાં પણ તેમણે સુવર્ણચંદ્રક જીત્યો.

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાનાં એક સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ૪૨ વર્ષની ઉંમરે તેમણે અંતરરાષ્ટ્રીય હોકીમાંથી સંન્યાસ લઇ લીધો. થોડા સમય માટે તેઓ રાષ્ટ્રીય ખેલ સંસ્થાનમાં હોકીના શિક્ષક રહ્યા.

ભારતનાં આ મહાન સપૂતને શાસક દ્વારા ૧૯૫૬માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યાં. ૩ ડીસેમ્બર, ૧૯૭૯ના તેમનું મૃત્યુ થયું. તેમના જન્મદિવસ ૨૯ ઓગસ્ટના દિવસે ભારતમાં ‘ખેલ દિવસ’નાં રૂપમાં મનાવવામાં આવે છે.

Saturday, 26 August 2017

શું તમે ક્યારેય આટલું મોંઘુ પાણી પીધું છે?

દુનિયામાં જયારે પ્રદુષણ વધતા પાણી, હવા પણ પ્રદુષિત બન્યા છે ત્યાં પીવાનું શુદ્ધ પાણી પણ મળવું મુશ્કેલ છે તેથી જ દુનિયાની મોઘા પાણીની કંપનીઓનું ચલણ પણ વધ્યું છે. ઘણા ધનિક લોકો આ પાણી ખરીદે છે. જયારે લોકોને ખબર પડી કે વિરાટ કોહલી ૬૦૦ રૂપિયે લીટર પાણી પીવે છે ત્યારે બધાનાં હોશ ઉડી જ ગયા હશે. હેરાન થવાની વાત તો ત્યાં છે કે લોકો એક દિવસમાં ૬૦૦ રૂપિયા કમાતા પણ નહિ હોય ત્યાં કેટલાંક લોકો પાણીની એક બોટલ જ આટલાં ઊંચા ભાવથી ખરીદતા હોય છે. 

પરંતુ તમને એવું લાગી રહ્યું હોય કે આ દુનિયાનું સૌથી મોઘું પાણી હશે! પરંતુ દુનિયાની કેટલીય કંપનીઓ હજારો રૂપિયાનું પાણી વેચે છે અને લોકો તેને ખરીદે પણ છે. હવે જેમની પાસે બેશુમાર પૈસા છે તો એનું શું કરશે? તો આવો આપણે દુનિયાની સૌથી પાંચ મોંઘી બોટલો વિશે જાણીએ, જેમની કિંમત સાંભળતા જ તમારો પસીનો નીકળી જશે અને તમે ફ્રીજ તરફ દોડી જશો.વીન

વીનનું પાણી ફિનલેન્ડથી આવે છે. તેમનાં વિશે કહેવાય છે કે આ ધરતીનું સૌથી શુદ્ધ પાણી છે. તેમનાં વિશે દાવો કરતાં કહેવાય છે કે બીજાં પાણીનાં મુકાબલે તે તમારી તરસ સૌથી ઝડપથી બુઝાવશે. તેમની કિંમત $૨૩/૭૫ એમ.એલ. એટલે કે લગભગ ૧૫૦૦ રૂપિયા છે.

બ્લિંગ એચ ટૂ ઓ

આ પાણી છે કે h2o. આ પાણીની ખાસિયત જ તેમનું નામ છે. તેમને સાંભળીને મનમાં ઘરેણાનો ખ્યાલ આવી જાય છે. આ બોટલ પર નગ જોડેલા હોય છે, જેમની કારણે પાણી પીધા બાદ તમારી તરસ વધારે બુઝશે. આ બોટલ શૈમ્પેનની બોટલની જેમ ખોલાય છે. આ પાણીની કિંમત $૪૦/૭૫૦ એમએલ એટલે કે ૨૫૦૦ રૂપિયાથી ઉપર. જો આટલાનું પાણી પીવું હશે તો શાયદ સામાન્ય લોકો તરસ્યાં જ મરી જશે.

ફિલિકો

આ કંપનીનાં પાણીની તો ખબર નહિ; પરંતુ બોટલ શંતરજનાં રાજા-રાણી જેવી જોવા મળે છે. આથી આ પાણી રાજા-રાણી જ પી શકે છે. તેમનું ઢાંકણ કંઈ સામાન્ય નહિ; પરંતુ સોનાનાં મુગટ જેવું હોય છે. આ પાણી જાપાનનું છે અને તેમની કિંમત ફક્ત $219 એટલે કે ૧૪,૧૨૮ રૂપિયા. સામાન્ય લોકો માટે આ કોઈ મજાકથી ઓછું નથી.

કોના નિગારી વોટર

તેમનું નામ જ કેટલું ખતરનાક લાગી રહ્યું છે. આ પણ એક જાપાનની એક બ્રાંડ છે. કંપનીની માને તો આ પાણી પીવાથી વજન ઓછું થઈ શકે છે. આ પાણી હવાનાં સમુદ્રનાં કેટલાંક ફૂટ નીચેથી એકઠું કરવામાં આવે છે. આ પાણીમાંથી નમકને નીકાળી દેવામાં આવે છે. હવે આટલી મહેનત પછી તેને તૈયાર કરવામાં આવે તો તેની કિંમત પણ આસમાનને આંબી જનાર જ હશે ને! જી હા! તેમની કિંમત $૪૦૨/૭૫૦ml એટલે કે ૨૬,૦૦૦ રૂપિયા છે. અરે ભલા આટલી સેલેરી તો એન્જીનિયરને પણ નહિ મળતી હોય.

એકવા ડી ક્રિસ્ટલો ટ્રિબુટો એ મોડીગ્લિએની

પાણીનું નામ વાંચવામાં જ કેટલું ભયંકર અને ખતરનાક લાગી રહ્યું છે; તો તેમની કિંમત અને ખાસિયત શું હશે? દરઅસલ, આ દુનિયાનું સૌથી મોંઘુ પાણી છે. તેમની કિંમત ૬૦,૦૦૦ ડોલર છે. જી હા, લગભગ ૩૮ લાખ ૭૦ હજાર રૂપિયા છે તેમની કિંમત. તેમની ખાસિયત એ છે કે આ બોટલ શુદ્ધ સોનાથી બનેલી છે. સોના સિવાય પણ તેમાં બીજાં મોંઘા રત્નો પણ મળે છે. આ બોટલ એક લેધરનાં કેસમાં આવે છે. સાથેસાથે તેમનાં પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ મળે છે. 

હવે જયારે બોટલ જ સોનાની અને પાણી પણ સોનાની ભસ્મથી બનેલ હોય તો ભલા આ પાણી કોણ પીતું હશે? લોકો આ પાણીને લોકરમાં જ રાખતા હશે!!

થઇ ગયા ને આશ્ચર્યજનક !!!!

image credit : Wikipedia
image Source : Wikipedia

આ પણ જાણો....Thursday, 24 August 2017

આદિ દેવ શ્રીગણેશ


ગણેશ ચતુર્થી એ હિંદુઓનો પર્વ છે જે પુરા દેશમાં ધામધૂમથી માનવામાં આવે છે. આ તહેવાર વિક્રમ સવંત ભાદરવા સુદ ૪નાં ઉજવવામાં આવે છે. આ દિવસને આદિદેવ ગણેશજીનાં જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. અનંત ચતુર્થીના દિવસે ગણેશને પાણીમાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે.                  


ગણેશ શિવજી તથા પાર્વતીનાં પુત્ર છે; જેમનું વાહન મુષક છે તેમજ તેમનું શીર્ષ હાથીનું હોવાથી તેમને ‘ગજાનન’ પણ કહેવામાં આવે છે. બહ્માની પુત્રીઓ રિદ્ધી-સિદ્ધી સાથે ગણેશનાં લગ્ન થયા હતાં. ગણેશને ભોજનમાં મોદક ના લાડુ સૌથી વધારે પ્રિય હતાં.તે ગણોના સ્વામી હોવાથી તેનું એક નામ ગણપતિ પણ છે. હિંદુ સંપ્રદાયમાં કોઈ પણ નવા ધાર્મિક કાર્યોની શરૂઆત ગણેશ સ્થાપન દ્વારા પ્રયોજવામાં આવે છે.આથી જ શ્રી ગણેશજી સમાજમાં સર્વોપરી દેવ છે.  

છત્રપતિ શિવાજી પણ ગણેશજીની ઉપાસના કરતા હતાં. સ્વતંત્રતા સંગ્રામના નેતા લોકમાન્ય તિલક, વીર સાવરકર વગેરે ગણેશોત્સવને રાષ્ટ્રીય પર્વમાં સામિલ કરી સર્વધર્મને એક સૂત્રમાં જોડાવાનું કામ કયું હતું જેથી અંગ્રજોને પડકારી શકે. ખતરનાક કાર્ય માટે હરીફાઈ કરનાર દેશભક્ત : ક્રાંતિવીર રાજગુરુ


સામાન્ય રીતે લોકો ધન, પદ કે પ્રતિષ્ઠા માટે હરિફાઈ કરે પરંતુ ક્રાંતિવીર રાજગુરુ ખતરનાક કામ હંમેશા ભગતસિંહથી પહેલાં જ મળવું જોઈએ તેવી હરીફાઈ કરતા. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ,૧૯૦૮ના ખેડામાં થયો હતો. તેમનાં એક પૂર્વજ પંડિત કચેશ્વરને છત્રપતિ શિવાજીના પ્રપોત્રએ રાજગુરુનું પદ આપ્યું હતું, ત્યારથી આ નામ ચાલ્યું આવે છે. છ વર્ષની ઉંમરે તેમનાં પિતાજીનું દેહાંત થઈ ગયું. અભ્યાસની જગ્યાએ ખેલકૂદમાં વિશેષ રુચિ હોવાથી તેમનાં ભાઈ નારાજ થઈ ગયા હોવાથી તેમણે ઘર છોડી દીધું

તેમનો પરિચય સ્વદેશ સાપ્તાહિક-ગોરખપુરનાં સંપાદક મુનીશ અવસ્થી થયો. થોડાંજ સમયમાં ક્રાંતિકારી દળનાં વિશ્વસ્ત સદસ્ય બની ગયા. જયારે દળે દિલ્લીમાં એક વ્યક્તિને મારવાનો નિશ્ચય કર્યો ત્યારે રાજગુરુ અંધારામાં કોઈ બીજાને જ મારી દીધો. તે મસ્ત સ્વભાવનાં યુવક હતાં તેમજ સુવાના શોખીન હતાં

રાજગુરુનો સ્વભાવ વાચાળ હતો. તેમણે પુણેમાં સાંડર્સ વધની ચર્ચા કેટલાય લોકો સાથે કરી. ક્રાંતિ સમર્થક એક સંપાદકની શવયાત્રામાં ઉત્સાહમાં આવીને કેટલાંય નારા લગાવી દીધાં. તેમાં ગુપ્તચરોની નજરમાં આવી ગયા, પુણેમાં એક અંગ્રેજ અધિકારી મારવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.

બીજાં દિવસે તેમણે ગિરફ્તાર કરી સાંડર્સ મૃત્યુનો મુકદમો ચલાવીને મૃત્યુ દંડ ઘોષિત કરવામાં આવ્યો. ૨૩ માર્ચ, ૧૯૩૧ના ભગતસિંહ અને સુખદેવ સાથે ફાંસી પર ચઢી ગયા. મરતાં સમયે તેમને સંતોષ થયો કે બલિદાન પ્રતિસ્પર્ધામાં તે ભગતસિંહથી પાછળ ન રહ્યાં.

img cradit : vsk


ગુજરાતી ગદ્યનો પિતાજય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! 

     આ ગુજરાતી સાહિત્યની સુંદર કવિતામાં ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવામાં આવી છે, જેની રચના કવિ નર્મદે કરી હતી. ગુજરાતી ભાષાના અગ્રેસર કવિ નર્મદાશંકર લાભશંકર દવે જે ‘નર્મદ’ના નામથી જગ વિખ્યાત છે, તેનો જન્મ ૨૪-૮ -૧૮૩૩ માં ગુજરાતના સુરત શહેરમાં થયો હતો જે જ્ઞાતિએ બ્રાહ્મણ હતાં. પ્રાથમિક શિક્ષણ સુરત અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું હતું, તેમણે ‘ડાંડિયો’ સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી.

     ૧૮૮૦ ના દશકમાં હિન્દીને ભારતની રાષ્ટ્ભાષા ઘોષિત કરવાનો સૌપ્રથમ  વિચાર કવિ નર્મદને જ આવ્યો હતો, તથા ગુજરાતી સાહિત્યના આધુનિક કાળનો પ્રારંભ પણ તે જ છે. તેમણે કયારેય જાતિભેદ નથી કર્યો, તેથી જ તેમણે પ્રત્યેક આદિવાસીઓ પણ શિક્ષણ ગ્રહણ કરે તેવી વાત કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ નિબંધો લખ્યા હતાં. તેમનું નિધન ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ મુંબઈમાં થયું હતું.

નર્મદની પ્રમુખ રચનાઓ :-

ગદ્ય  :-     ‘નર્મદગદ્ય’, નર્મકોશ’, ‘નર્મકથાકોશ’, ‘નર્મદનું મંદિર’
નાટક   :-   ‘સાર શાકુંતલ,  ‘રામજાનકી દર્શન’, દ્રોપદીદર્શન, ‘બાળકૃષ્ણવિજય,  ‘કૃષ્ણકુમારી
કવિતા  :-   ‘નર્મ કવિતા’, ‘હિંદુઓની પડતી
આત્મકથા :- ‘મારી હકીકત’


     નર્મદ સાહિત્યસભા દ્વારા ૧૯૪૦થી વિશિષ્ટ સાહિત્ય સર્જકને ‘નર્મદ સુવર્ણચંદ્રક’ થી સમ્માનિત કરવામાં આવે છે.તેમણે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ લખ્યો હતો.Wednesday, 23 August 2017

પ્રસિદ્ધ કંપનીનાં સ્લોગનને ઓળખી બતાવો.

1. બર્જર કિંગનું સ્લોગન શું છે?
    A. ઇટ જસ્ટ ટેસ્ટસ બેટર.
    B. હેવ ઇટ યોર વે.
    C. ધ કીંગ ઓફ ગુડ ટાઇમ્સ
    D. ઉપરના બંને

2. માઇક્રોસોફ્ટનું સ્લોગન શું છે?
    A. યોર પોટેનટીઅલ. રૂવર પેશન.
    B. વેર ડુ યુ વેન્ટ ટુ ગો ટુડે?
    C. ઉપરના બંને
    D. એક પણ નહી.

3. મેન્ટોસનું સ્લોગન શું છે? 
    A. આઇ’મ લવિંગ ઇટ.
    B. દિમાગ કી બતી જલા દે 
    C. ઓબે યોર ટીર્સ્ટ
    D. ઉપરના બંને

4. મેગીનું સ્લોગન શું છે? 
    A. બ્રેકફાસ્ટ ઓફ ચેÂમ્પયન
    B. ટેસ્ટ ભી, હેલ્થ ભી
    C. દિમાગ કી બતી જલા દે
    D. ઉપરના બંને

5. મેટ્રો બેંકનું સ્લોગન શું છે? 
    A. હમ હૈ ના સેવ મની.
    B. લિવ બેટર.
    C. યોર ઇન ગુડ હેન્ડસ.
    D. સ્વોલ્યુશન ફોર અ સ્માર્ટ પ્લાન્ટ

6. ફ્રુટીનું સ્લોગન શું છે? 
    A. ફ્રેશ એન જ્યુસી
    B. બ્રેકફાસ્ટ ઓફ ચેÂમ્પયન
    C. ઉપરના બંને
    D. એક પણ નહિ

7. લીગોનું સ્લોગન શું છે? 
    A. પ્લે ઓન
    B. પ્લે ઓન લીગો
    C. મેડ ફોર ઇચ અધર
    D. ઉપરના બધા જ

8. લાઇફબોયનું સ્લોગન શું છે? 
    A. લાઇફબોય હૈ જહાં, તદુંરસ્તી હૈ વહાં
    B. પાવર, બ્યુટી એન્ડ સ્વોલ
    C. બિકોઅસ આઇ’મ વોર્થન ઇટ.
    D. ઉપરના બધા જ.

9. લોરિઅલનું સ્લોગન શું છે?
    A. પાવર, બ્યુટી એન્ડ સ્વોલ
    B. બ્યુટી બાર ઓફ ફીલ્મ સ્ટાર્સ
    C. બિકોઅસ આઇ’મ વોર્થન ઇટ.
    D. ઉપરના બધા જ.

10. લક્સનું સ્લોગન શું છે? 
    A. બિકોઅસ આઇ’મ વોર્થન ઇટ.
    B. બ્યુટી બાર ઓફ ફીલ્મ સ્ટાર્સ    
    C. પાવર, બ્યુટી એન્ડ સ્વોલ
    D. નો મોર ટીઅર્સ      જવાબો : - 
1 - ઉપરના બંને 
2 - ઉપરના બંને
3 - દિમાગ કી બતી જલા દે
4 - ટેસ્ટ ભી, હેલ્થ ભી
5 - યોર ઇન ગુડ હેન્ડસ.
6 - ફ્રેશ એન જ્યુસી
7 - પ્લે ઓન
8 - લાઇફબોય હૈ જહાં, તદુંરસ્તી હૈ વહાં
9 - બિકોઅસ આઇ’મ વોર્થન ઇટ.
10 - બ્યુટી બાર ઓફ ફીલ્મ સ્ટાર્સદુનિયાનો વિશાળ ખજાનો 

Gujarat GK Quiz 

Saturday, 19 August 2017

દુનિયાનો વિશાળ ખજાનો

 
1. સૌથી મોટો ખંડ કયો છે?   
    - એશિયા
2. સૌથી મોટો ઘંટ કયો છે?  
    - ઝાર કોલોકોલ, મોસ્કો 
3. સૌથી મોટો ટાપુ કયો છે?  
    - ગ્રીનલેન્ડ
4. સૌથી મોટો ડેલ્ટા કયો છે?
    - ગંગા બ્રહ્મપુત્રનો ત્રિકોણ પ્રદેશ
5. સૌથી મોટો પાર્ક કયો છે?
    - ગ્રીનલેન્ડ 
6. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?
    - સુપીરિયર સરોવર
7. વિસ્તારમાં સૌથી મોટો દેશ કયો છે?
    - રશિયા
8. પાણીના જથ્થાની દ્રષ્ટીએ સૌથી મોટી નદી કઈ છે?
    - એમેઝોન
9. સૌથી મોટું રણ કયું છે?
    - સહરાનું
10. સૌથી મોટું ખરા પાણીનું સરોવર કયું છે?
    - કાસ્પિયન સરોવર
12. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?
    - ચીન
13. વિસ્તારમાં સૌથી મોટું શહેર કયું છે?
    - માઉન્ટ ઈસા
14. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?
    - ટોકિયો
15. સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે?
    - મોસ્કો
16. સૌથી મોટો બંધ કયો છે?
    - ગ્રાન્ડ ફૂલી,અમેરિકા
17. સૌથી મોટો મહેલ કયો છે?
    - વેટિકન મહેલ
18. સૌથી ઊંડો મહાસાગર કયો છે?
    - પેસેફિક મહાસાગર
19. સૌથી ઊંચુ પર્વત શિખર કયું છે?
    - માઉન્ટ એવરેસ્ટ હિમાલય
20. સૌથી લાંબો પર્વત કયો છે?
    - એન્ડીઝ પર્વત
21. સૌથી ઊંચો ધોધ કયો છે?
    - એન્જલ ધોધ
22. સૌથી ઊંચો ફુવારો કયો છે?
    - ફાઉન્ટન હિલ, એરિઝોના
23. સૌથી ઊંચો મિનારો કયો છે?
    - કુતુબમિનાર,દિલ્હી
24. સૌથી લાંબી દીવાલ ક્યાં દેશની છે?
    - ચીનની દિવાલ
25. સૌથી લાંબો પુલ કયો છે?
    - ગાંધી સેતુ, ગંગા નદી પર
26. સૌથી લાંબી રેલ્વે કઈ છે?
    - ટ્રાન્સ સાઈબીરિયન રેલ્વે,રસિયા
27. સૌથી પ્રાચીન રાજધાની કઈ છે?
    - દમાસ્ક,સીરિયા
28. સૌથી નાનો દેશ કયો છે?
    - રોમ
29. સૌથી નાનો ખંડ કયો છે?
    - ઓસ્ટ્રેલિયા
30. સૌથી વધુ ઠંડુ શહેર કયું છે?
    - વર્ખોયાન્સ્ક,રશિયા
31. સાથી નાનો ગ્રહ કયો છે?
    - બુધ
32. સાથી મોટો ગ્રહ કયો છે?
    - ગુરુ
33. સુર્યની પ્રદક્ષિણામાં સૌથી ઝડપી ગ્રહ કયો છે?
    - બુધ
34. સૌથી ઊંચું શહેર કયું છે?
    - વેન ચુઆન,ચીન
35. સૌથી ઊંડું સરોવર કયું છે?
    - બાઈકાલ,રસિયા
36. સૌથી મોટો મહાસાગર કયો છે?
    - પેસેફિક
37. સૌથી ઊંચું ટાવર કયું છે?
    - કેનેડિયન નેશનલ ટાવર
38. સૌથી ધનિક દેશ કયો છે?
    - કતાર
39. સૌથી મોટું મ્યુઝિયમ કયા આવેલું છે?
    - ન્યુયોર્કમાં
40. સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે?
    - અતાકામાનું રણ, ચિલી
41. સૌથી મોટો અખાત કયો છે?
    - મેક્સિકોનો અખાત
42. સૌથી મોટો ઉચ્ચપ્રદેશ કયો છે?
    - પમીરનો ઉંચ્ચપ્રદેશ.તિબેટ
43. સૌથી મોટી ખાડી કઈ?
    - હડસનની ખાડી
44. સૌથી મોટો ઘુમ્મટ કયો છે?
    - લાઉંઝિયાના સુપર ડોમ
45. સૌથી મોટો ટાપુખંડ કયો?
    - ઓસ્ટ્રેલિયા 

Intresting facts 
પ્રાચીન સંસ્કૃતિનું લુપ્તપ્રાય મહાનગર ધોળાવીરા 

Friday, 18 August 2017

અપરાજેય હિંદુ યોદ્ધા: પેશ્વા બાજીરાવ
છત્રપતિ શિવાજીએ પોતાનાં બાહુબળથી જે ભૂભાગ મુગલોથી મુક્ત કરાવી 'સ્વરાજ્ય' સંભાળવામાં જે વીરનું સર્વાધિક યોગદાન હતું, તેનું નામ હતું બાજીરાવ પેશ્વા. તેમનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૭૦૦નાં ડુબેરમાં થયો હતો.

બાજીરાવને બાળપણથી જ રાજનીતિ પ્રિય હતી. ૬ વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કારમાં અનેક ભેટ મળી હતી. પસંદગીના ઉપહાર તરીકે તેમણે તલવારને પસંદ કરી. છત્રપતિ શાહૂ જીએ પ્રસન્ન થઈ મોતીની કીમતી માળા આપી તો તેનાં બદલે તેમણે ઘોડાની માંગ કરી. તેમણે સૌથી તેજ અને અડીયલ ઘોડો પસંદ કર્યો. એટલું જ નહિ, તરત જ તેનાં પર સવારી કરી ભાવી જીવનનો સંકેત પણ આપી દીધો.

૧૪ વર્ષની ઉંમરે તેઓ પ્રત્યક્ષ યુદ્ધમાં જવા લાગ્યાં. ૫૦૦૦ ફૂટની ખતરનાક ઊંચાઈ પર આવેલ પાંડવગઢ કિલ્લામાં પાછળથી કબજો કર્યો. તેમના પિતાના મૃત્યુ બાદ તેઓ પેશ્વા બન્યા અને પેશ્વા બનતાંની સાથે જ હૈદરાબાદનાં નિજામ પર હુમલો કરી ધૂળ ચટાવી દીધી.

પાલખિંડનાં ભીષણ યુદ્ધમાં બાજીરાવે દિલ્લીના વજીર નિજામુલ્મુલકને ધૂળ ચટાવી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિશ્વનાં સાત શ્રેષ્ઠયુદ્ધમાં જનરલ માંટગોમરી નિજામને સંધિ કરવા મજબૂર થવું પડ્યું હતું. આ યુદ્ધમાં તેની ધાક પૂરાં ભારતમાં ફેલાઈ ગઈ. તુર્ક આક્રમણકારી નાદિરશાહે દિલ્લી લુંટ્યા બાદ બાજીરાવના આવવાનાં સમાચાર મળતાં તે પાછો ફર્યો.

 સદા અપરાજેય રહેલ બાજીરાવ ઘરેલું સમસ્યા અને મહેલની આંતરિક રાજનીતિથી પરેશાન હતાં. તે જયારે નાદિરશાહને મળવા દિલ્લી જતાં હતા, ત્યારે માર્ગમાં નર્મદાના તટ પર રાવેરખેડીમાં ગરમી અને ઉમસ ભરેલ મોસમમાં લૂ લાગતાં ૪૦ વર્ષની ઉંમરે ૨૮ એપ્રિલ, ૧૭૪૦નાં દેહાંત થયું. તેની યુદ્ધનીતિનું સૂત્ર હતું જડ પર પ્રહાર કરો, શાખા સ્વયં ઢળી જશે.

ઐતિહાસિક દિવસ - કાકોરી કાંડ