હિમાચલ પ્રદેશના
સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદીમાં બાબા કાશીરામનું નામ શીર્ષ પર છે. તેમનો જન્મ
કાંગડા જીલ્લાના પદ્ધયાલી ગુર્નાડમાં ૧૧ જુલાઈ, ૧૮૮૮ના થયો હતો. તેમના પરિવારની
આજુબાજુનાં ક્ષેત્રમાં ખુબ પ્રતિષ્ઠા હતી.
સ્વતંત્રતા
આંદોલનમાં અનેક લોકગીતો અને કવિતાઓ દ્વારા રાષ્ટ્રભક્તિની જ્વાળા પ્રજ્વલિત કરી
હતી. આ ગીતો ગાઈને લોકો સત્યાગ્રહ કરતા, પ્રભાતફેરી કરતા અને ફાંસી પર ચડી જાતાં. તે
ક્રાંતિકારીઓની સાથે આ ગીત અને રચનાઓ પણ અમર થઈ ગયા.
બાબા કાશીરામે
પોતાના ગીત અને કવિતાઓ દ્વારા હિમાચલ પ્રદેશની પહાડીઓમાં પગે ચાલીને સ્વતંત્રતાની
ભાવના જગાવી. પર્વતીય ક્ષેત્રોમાં ગ્રામીય દેવી-દેવતાઓની ખુબ માન્યતા હોય તેથી બાબાને પોતાની
કવિતાઓમાં આ દેવી-દેવતા અને પરંપરાની ખુબ ચર્ચા કરી. તેથી ટૂંક સમયમાં
જ તેઓ સામાન્ય જનતામાં પ્રસિદ્ધ થઇ ગયા.
૧૯૩૭માં
હોશિયારપુરના સંમેલનમાં જવાહરલાલ નહેરુએ તેમની રચનાઓ સાંભળીને અને સ્વતંત્રતા
પ્રતિ તેમનું સમર્પણ જોઇને તેમને ‘પહાડી ગાંધી’ કહીને સંબોધન કર્યું. ત્યારથી તેમનું આ
નામ પ્રસિદ્ધ થઈ ગયું.
બાબા પોતાની
જાતને રાષ્ટ્રીય પુરુષ ગણાવતા. જો કોઈ જાતિ પૂછે તો બાબા કહેતા કે ભારત મારી
માતા છે અને આખો ભારત મારો પરિવાર છે. આમ દેશ, ધર્મ અને રાષ્ટ્રીયતાને બુલંદ કરી ૧૫ ઓક્ટોબર, ૧૯૪૩ના તેમનું
મૃત્યુ થયું. હિમાચલ પ્રદેશમાં આજે પણ ૧૫ ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના તેમના ગીત ગાઈને તેમને
યાદ કરવામાં આવે છે.
No comments:
Post a comment