Friday, 7 July 2017

‘યે દિલ માંગે મોર’ વીર વિક્રમ બત્રા – બલિદાન દિવસ

‘યે દિલ માંગે મોર’ને સાચી ઓળખ કાશ્મીરના રાઈફલ સૈનિક કેપ્ટન વિક્રમ બત્રાએ આપી હતી. વિક્રમનો જન્મ ૯ સપ્ટેમ્બર, ૧૯૭૪ના પાલનપુરમાં થયો હતો. નાનપણથી જ તેમને દેશની સેવા કરવાનો નિશ્ચય કરી લીધો હતો.

જુલાઈ ૧૯૯૬માં તેઓ દહેરાદૂનની ભારતીય સેના અકાદમીમાં જોડાયા. શિક્ષા પૂર્ણ કરી ૬ ડીસેમ્બર, ૧૯૯૭માં જમ્મુ કશ્મીરના સોપોર વિસ્તારમાં આર્મી તરીકે નિયુક્ત થયા. ૧૯૯૯માં તેમની ટીમને કારગિલ યુદ્ધમાં મોકલવામાં આવી. હમ્પ અને રાકી નાબ જીત્ય બાદ વિક્રમને કેપ્ટન બનાવવામાં આવ્યાં. 

શ્રીનગર-લેહ માર્ગથી ઉપર મહત્વપૂર્ણ ૫૧૪૦ ચોટીને શેરશાહ નામથી પ્રસિદ્ધ વિક્રમ અને તેના સાથીયોએ ૨૦ જૂન, ૧૯૯૯ની વહેલી સવારે જીતી લીધું. પછી રેડિયો મારફતે વિજયઘોષ ‘યે દિલ માંગે મોર’ કહીને પુરા ભારતમાં તેમનું નામ અમર કરી દીધું. આ જીત સાથે વિક્રમને ‘કારગિલના સિંહ’ નામ આપવામાં આવ્યું.

બીજા દિવસે ૫૧૪૦ ચોટી પર જઈ ભારતીય ઝંડાની સાથે ફોટો પડાવી મીડિયા પર મુક્યો. ત્યારબાદ તેમની સેના ૪૮૭૫ ચોટી જીતવા અનુજ નાયર સાથે નીકળી પડી. છેલ્લા સમયે મિશન પૂર્ણ થઈ ગયું ત્યારે તેમની સેનાના નવીનને બચવવા જતા તેમને ગોળી વાગી અને તેઓ વીરગતિને પામ્યાં. મરણોપરાંત ૧૫ ઓગસ્ટ, ૧૯૯૯ના તેમને પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું.

img cradit : wikipeadia

No comments:

Post a Comment