Saturday, 8 July 2017

વીર સાવરકરની ઐતિહાસિક છલાંગ


અંગ્રેજો વિરુદ્ધ થયેલ સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરનો ફાળો અનન્ય છે. તેઓએ માત્ર દેશમાં જ નહિ વિદેશમાં પણ ક્રાંતિકારીઓને સંગ્રામ માટે તૈયાર કર્યા હતા. તેથી અંગ્રેજોએ હેરાન થઈને લંડનમાં તેમની ધરપકડ કરી મોરિયા નામના જહાજથી મુંબઈ મોકલવામાં આવ્યાં. 

સાવરકર બ્રિટનમાં જ અંતરરાષ્ટ્રીય કાયદાઓનો અભ્યાસ કર્યો હતો. તેથી તેઓ જાણતા હતા કે તેમણે ફ્રાંસમાં કોઈ અપરાધ કર્યો નથી, એટલે ફ્રાન્સની પુલિસ તેમની ધરપકડ નહિ કરી શકે અને બીજા કોઈ દેશને પણ નહિ સોંપી શકે. તેથી તેમણે ૮ જુલાઈ, ૧૯૧૦ના જહાજના શૌચાલયની બારીમાંથી દરિયામાં છલાંગ લગાવી ફ્રાંસના કિનારા બાજુ ઝડપથી તરવા લાગ્યાં. 

સૈનિકોને જાણ થતા તેઓ નાની હોડી દ્વારા તેમને પકડવા ગયા; પરંતુ સાવરકર તો ફ્રાંસ પહોંચી ગયા. પછી સૈનિકોએ આવીને પુલિસ પાસેથી તેના ગુલામની માંગણી કરી. ત્યારે સાવરકરે આંતરરાષ્ટ્રીય કાયદાની જાણકારી આપી. પરંતુ કમનસીબે ફ્રાંસની પુલિસ પર દબાણ થતા તેમણે સાવરકરને બ્રિટીશરોને સોંપી દીધા. મુંબઈમાં તેમને ૫૦ વર્ષ જેલની સજા કરવામાં આવી. 

પોતાના પ્રયત્નમાં અસફળ થવા છતાં તેમના આ પ્રયાસથી ભારતની ગુલામી વૈશ્વિક ચર્ચા બની ગઈ. વિશ્વમાં ફ્રાંસની સંસદની નિંદા થઈ અને ફ્રાંસના રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડ્યું. ભારત સ્વતંત્ર થયા બાદ ફ્રાંસના સાવરકરના પ્રેમીઓએ આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં ફ્રાંસના બંદરગાહ પાસે સ્મારક બનાવવા આગ્રહ કર્યો, પણ ફ્રાંસની સંસદનું કહેવું છે કે આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા કરવામાં આવે. પરંતુ આજ સુધી ભારત સરકારે આ પ્રસ્તાવ મુક્યો નથી.

img cradit : wikipeadia

No comments:

Post a Comment