ભારતીય
સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખાવનાર મહાન પુરુષ સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨
જાન્યુઆરી, ૧૮૬૩ના કોલકતામાં થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું.
વ્યાયામ, કુસ્તી, ક્રિકેટ વગેરેમાં તેમને ખુબ રસ હતો. તેમનામાં જે પણ મહાનતા હતી
તે તેમની માતાના કારણે હતી. નાનપણથી જ તેઓ ઈશ્વરને પામવા માંગતા હતા.
ડાર્વિનનો
વિકાસવાદ, ડેકાર્ટનો અંહવાદ, સ્પેંસરનો અદ્વૈતવાદ સાંભળીને નરેન્દ્ર સત્ય જાણવા
માટે બ્રહ્મોસમાજમાં ગયા પરંતુ ત્યાં તેમનું મન શાંત ન થયું. રામકૃષ્ણ પરમહંસની
પ્રશંસા સાંભળીને તેઓ ત્યાં ગયા. તેમના વિચારોથી પ્રભાવિત થઈ તેમને ગુરૂ તરીકે
સ્વીકાર્યા. ૨૫ વર્ષની ઉમંરે તેમણે ભગવા વસ્ત્ર ધારણ કરી વિશ્વ યાત્રા કરવા નીકળી
પડ્યા.
૧૮૯૩માં
શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરીષદમાં તેમણે માત્ર ૨૦ મિનિટના પ્રવચનમાં
શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેનાથી હજારો લોકો આકર્ષિત થઈ તેમના શિષ્ય બની
ગયા. પોતાના વાખ્યાનથી તેમણે સાબિત કરી બતાવ્યું કે હિંદુ ધર્મ શ્રેષ્ઠ છે અને તેનામાં
બધાં ધર્મો સમાવવાની ક્ષમતા છે. સ્વામીજી માત્ર સંત જ નહિ પણ માનવપ્રેમી પણ હતા.
૧૮૯૯માં
કોલકતામાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્વામીજીએ તન-મન-ધનથી લોકોની ખુબ
સેવા કરી હતી. ૧ મે, ૧૮૯૭માં વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ૩૯ વર્ષના ટૂંકા જીવનમાં સ્વામીજીએ અદભુત
કાર્યો કરી ૪ જુલાઈ, ૧૯૦૨ના તેમનું અવસાન થયું.
No comments:
Post a comment