Thursday, 13 July 2017

શુરવીર બાજીપ્રભુ દેશપાંડે બલિદાન દિવસ – ૧૩ જુલાઈ
એક વખત શિવાજી મહારાજ ૬૦૦૦ સૈનિકો સાથે પન્હાલગઢમાં ઘેરાઈ ગયા. કિલ્લાની બહાર એક લાખ જેટલા સૈનિકો ઉભા હતા. ચાર મહિના વીતી ગયા. કિલ્લામાં રાશન પણ ખૂટવાની તૈયારીમાં હતું. તેથી તેમણે નક્કી કર્યું કે કાંઈ પણ કરીને શિવાજી ૪૦ માઈલ દુર વિશાલગઢ પહોંચે.

૧૨ જુલાઈ, ૧૬૬૦ની રાત્રીએ શિવાજી ૬૦૦ સૈનિકો સાથે ગુપ્ત દરવાજેથી નીકળી ગયા. બીજે દિવસે ૧૩ જુલાઈએ એક દૂત સંધિપત્ર લઈને સિદ્દી જૌહર પાસે ગયો અને કહ્યું કે શિવાજી આત્મસમર્પણ કરવા માંગે છે. આ સાંભળીને મુઘલ સૈનિકો તો ઉત્સવ મનાવવા લાગ્યા. 

બીજી બાજુ શિવાજીની ટુકડી ઝડપથી આગળ વધી રહી હતી. શિવાજી એક સંકરી ઘાટીમાંથી જઈ રહ્યા હતા ત્યારે બાજીપ્રભુએ કહ્યું કે હું અહીં રહું તમે ઝડપથી વિશાલગઢ જાઓ અને નક્કી કર્યું કે ત્યાં પહોંચીને તોપ છોડશે. ત્યાં સુધી તો મુઘલ સેના આવી પહોંચી, પરંતુ બાજીપ્રભુએ તેમણે ઘાટીની અંદર જવા દીધા નહિ. તેઓ હારવા લાગ્યા, પણ બાજીપ્રભુના કાન તો તોપની આવાજ સાંભળવા માંગતા હતા. 

શિવાજીએ વિશાલગઢ પહોંચીને તોપ છોડી જેનો આવાજ સાંભળીને તેઓ ધરતી પર ઢળી પડ્યા.બાજીપ્રભુ તેમના લક્ષ્યમાં સફળ થયા. ત્યારથી તે બલિદાની ઘાટીને પાવન ઘાટી કહેવામાં આવે છે

No comments:

Post a Comment