Monday, 17 July 2017

ભારતના સેતુબંધ બાલેશ્વર અગ્રવાલ


શ્રીબાલેશ્વર અગ્રવાલનો જન્મ ૧૭ જુલાઈ, ૧૯૨૧ના ઓરિસ્સાના બાલાસોરમાં થયો હતો. બિહારમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી બીએસસીની પદવી મેળવી. વિદ્યાર્થી જીવનથી જ તેઓ સંઘના સંપર્કમાં આવ્યાં હતા. 

૧૯૪૮માં સંઘ પર પ્રતિબંધ લાગ્યો ત્યારે તેમને જેલમાં લઇ જવામાં આવ્યાં. છ મહિના પછી બહાર આવ્યાં ત્યારે સત્યાગ્રહ ચાલુ થઇ ગયો હતો, તેથી છુપાઈને સંઘર્ષ કરવા લાગ્યા. એમને પટનાથી પ્રકાશિત ‘પ્રવર્તક પત્ર’ના સંપાદનનું કામ સોંપવામાં આવ્યું.

બાલેશ્વરજીને પત્રકારિતામાં ખુબ રુચિ હતી. સ્વતંત્રતા બાદ અંગ્રેજો ભારતીય ભાષાઓના પત્રમાં અંગ્રેજી સમાચારોનું અનુવાદ કરીને છાપી દેતાં હતા. ૧૯૫૧માં ભારતીય ભાષાઓમાં સમાચાર આપવાવાળી ‘હિંદુસ્તાન સમાચાર’ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. સંસ્થાને વ્યાપારિક સંસ્થા બનાવવાને બદલે ‘સહકારી સંસ્થા’ બનાવવામાં આવી જેથી દેશી કે વિદેશી મૂડીના દબાણથી મુક્ત રીતે કાર્ય થઈ શકે. 

કટોકટી સમયે ઇન્દિરા ગાંધીએ સંસ્થા પર તાળાં લગાવ્યા ત્યારે બાલેશ્વરજીએ ભારત-નેપાળ મૈત્રી સંઘ, આંતરરાષ્ટ્રીય સહયોગ પરિષદના માધ્યમ દ્વારા વિદેશમાં સ્થિત ભારતીયોના સંપર્કમાં આવ્યાં. સમય જતાં આ તમામ સંસ્થાઓ પ્રવાસી ભારતીય અને ભારતની વચ્ચેનો મજબુત પુલ બની ગઈ. 

૯ જાન્યુઆરીએ મનાવાતા ‘પ્રવાસી ભારતીય દિવસ’ની કલ્પના તેમણે કરી હતી. પ્રવાસીઓની સુવિધા માટે તેમણે દિલ્લીમાં ‘પ્રવાસી ભવન’ બનાવ્યા. વૃદ્ધાવસ્થામાં તેઓ ‘પ્રવાસી ભવન’માં રહીને વિદેશમાં વસેલા ભારતીયોના હિતનું ચિંતન કરતા રહેતા. ૨૩ મે, ૨૦૧૩ના ૯૨ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.

img cradit : VSK

No comments:

Post a Comment