Friday, 21 July 2017

શું તમે જાણો છો કે ભારતીય રાષ્ટ્રપતિને સેલેરીની સાથે કઈ કઈ સુવિધા મળે છે??


ભારતનાં રાષ્ટ્રપતિ ભારતનાં સર્વોચ્ય પદાધિકારી હોવાની સાથેસાથ દેશનાં પ્રથમ નાગરિક પણ કહેવાય છે. ભારતીય સંવિધાનનાં અનુચ્છેદ 52 અનુસાર ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે. વર્તમાનમાં રાષ્ટ્રપતિને મળનાર વેતન અને ભથ્થું આ પ્રકારે છે.

વેતન: Rs. 1.5 લાખ પ્રતિમાસ + અન્ય ભથ્થા. જેમાં નિઃશુલ્ક ચિકિત્સા, આવાસ અને પૂરી જિંદગી નિ:શુલ્ક ઉપચારની સુવિધા પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રપતિનાં આવાસ, સ્ટાફ, ભોજન અને મહેમાન નવાજી જેવાં અન્ય ખર્ચો પર ભારત સરકાર વર્ષે 22.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.

ઉપર જણાવ્યાં મુજબ રાષ્ટ્રપતિ દેશનાં પ્રથમ નાગરિક હોય છે; પરંતુ શું તમે જાણો છો કે હાલમાં રાષ્ટ્રપતિને મળનાર સેલેરી કોઈ એક પદાધિકારીથી ઓછી થઈ ગઈ છે. દરઅસલ સાતમાં વેતન આયોગનાં લાગુ પડવાથી કેબિનેટ સચિવને દર મહિને 2.5 લાખ રૂપિયા અને કેંદ્રસરકારમાં સચિવની સેલેરી 2.25 લાખ પ્રતિમાસ થઈ ગઈ છે; જયારે વર્તમાનમાં રાષ્ટ્રપતિને કેવળ 1.5 લાખ પ્રતિમાસ મળે છે. આ પ્રકારે કેંદ્રનાં એક કર્મચારીનું વેતન રાષ્ટ્રપતિનાં વેતનથી પણ 1 લાખ વધારે થઈ ગયું છે; જે દેશનાં રાષ્ટ્રપતિ પદની પ્રતિષ્ઠા જોઈને સારું ન કહી શકાય.

હવે કેટલી થઈ જશે રાષ્ટ્રપતિની સેલરી
આ પરિસ્થિતિને ઉકેલવા માટે રાષ્ટ્રપતિનાં વેતનમાં 200%થી વધારે બઢોત્તરી થશે અને હવે રાષ્ટ્રપતિની સેલેરીમાં 1.5 લાખ રૂપિયા પ્રતિમાસથી વધારી 5 લાખ રૂપિયા પ્રતિમાસ થશે. તેમને સેવાનિવૃત્તિ બાદ 1.5 લાખ રૂપિયાનું પેન્શન મળશે. રાષ્ટ્રપતિનાં જીવનસાથીને રૂપિયા ૩૦,૦૦૦ની મહિને સેક્રેટેરિયલ સહાયતા મળશે. આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિઓ, મૃત રાષ્ટ્રપતિની પત્નીઓ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિઓ, મૃત ઉપરાષ્ટ્રપતિઓની પત્નીઓ અને પૂર્વ રાજ્યપાલોનાં પેન્શનમાં બઢોત્તરીનાં પ્રસ્તાવનો પણ વિચાર થઈ શકે છે.

છેલ્લી વખત ક્યારે વધી હતી સેલેરી?
આ પહેલાં ૨૦૦૮માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સેલેરીમાં ત્રણ ગણો વધારી થયો હતો. આ પહેલાં તેમનું વેતન અનુક્રમે રૂપિયા ૫૦,૦૦૦, ૪૦,૦૦૦ અને ૩૬.૦૦૦ પ્રતિમાસ હતું.


img cradit : wikipedia

No comments:

Post a Comment