Tuesday, 25 July 2017

એવો દેશ જે ક્યારે ગુલામ નથી બન્યો!!!



ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો નેપાળ નાનકડો દેશ છે; પરંતુ તેમનાં વિશે ઘણી બધી રસપ્રદ વાતો છે. આ દેશ હિમાલયનાં ખોળે વસેલ છે; જે કોઈને પણ પોતાનાં સુંદર નઝારાઓ તરફ આકર્ષિત કરે છે.

નેપાળ એક હિંદુ રાષ્ટ્ર દેશ છે, જેમની કુલ વસ્તીમાંથી 81.3% હિંદુઓ વસે છે. અહીંનાં લોકોમાં તમે ભગવાન બુદ્ધ પ્રત્યે લોકોમાં જબરદસ્ત શ્રદ્ધાની ભાવના જોઈ શકો છે. અહીંનો સૌથી મોટો પર્વ મહાશિવરાત્રી છે. રામની પત્ની એવી સીતાનો જન્મ પણ અહીં થયો હતો. તેમનો જન્મ નેપાળનાં મિથિલા થયો હતો. અહીં સીતાનું વિશાળ મંદિર પણ આવેલું છે. ગૌત્તમ બુદ્ધનો જન્મ પણ નેપાળનાં કપિલવસ્તુમાં થયો હતો.

નેપાળ દેશ સૌથી શાંત દેશ માનવામાં આવે છે. પાણી એકઠું કરવાની બાબતે તે દુનિયામાં બીજા નંબરે આવે છે. દુનિયાનું સૌથી ઊંચું તળાવ પણ અહીં આવેલું છે. જેમનું નામ 'તીલીચો' છે. વિશ્વનાં સૌથી દસ ઊંચા પર્વતીય શિખરોમાંથી આઠ પર્વતીય શિખરો તો નેપાળમાં જ આવેલાં છે.

દુનિયાનું સૌથી ધીમું ઇન્ટરનેટ અહીં ચાલે છે. નેપાળમાં downloading speed 256kbps કરતા પણ ખુબ ઓછી છે. એક સમયે નેપાળ ગાંજો અને તમાકુ માટે ખુબ પ્રખ્યાત હતું; પરંતુ અહીં હવે ગાંજો, તમાકુ ખરીદવું કે વેચવું અથવા તો તેમનો વપરાશ કરવો એ પણ ગેરકાયદેસર ગણાય છે.

આપણી રાષ્ટ્રભાષા હિન્દીની લીપી દેવનાગરી માનવામાં આવે છે. તેવી જ રીતે નેપાળી ભાષાની લીપી પણ દેવનાગરી જ છે. અહીંની સંસ્કૃતિ પણ ભારતને મળતી આવે છે. જેમ કે નેપાળમાં અભિવાદન હાથ મિલાવીને કે ગળે લગાવીને નહિ; પરંતુ હાથ જોડીને કરવામાં આવે છે. આ દેશમાં કોઈ સ્વતંત્રતા દિવસ નથી મનાવતો કારણ કે નેપાળ ક્યારેય કોઈ દેશનો ગુલામ રહ્યો નથી. દુનિયાનાં બધા દેશનાં ઝંડા વર્ગાકારમાં બનેલ છે; પરંતુ નેપાળનો ધ્વજ ત્રિકોણમાં બનેલો છે. આ દેશની અડધાથી વધારે વસ્તી એવી છે, જેમણે ક્યારેય દારૂ નથી પીધો. 

img cradit : wikipedia


No comments:

Post a Comment