મેજર પીરુ સિંહ
શેખાવતનો જન્મ ૨૦ મે, ૧૯૧૮માં રાજસ્થાનના રામપુરા બેરી ગામમાં થયો હતો. ૨૦ મે,
૧૯૩૬ના તેઓ ૬ રાજપૂતાના રાઈફલ્
સમાં ભર્તી થયા હતા. ૧૯૪૮ની ગરમીઓમાં જમ્મુ-કશ્મીર
ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાએ ટીથવાલ સેક્ટરમાં આક્રમણ કર્યું. આ હુમલામાં
દુશ્મનોએ ભારતીય સેનાને કિશનગંગા નદી પર બનાવેલ મોર્ચાને તોડવા માટે મજબુર કરી
દીધા.
૧૧ જુલાઈ, ૧૯૪૮ના
યુદ્ધ શુરુ થયું, જેમાં ૧૫ જુલાઈ સુધી સારી રીતે ચાલ્યું. દુશ્મનો એક ઊંચી પહાડી
પર હતા તેથી આગળ વધવા માટે આ જગ્યા પર કબજો કરવો અનિવાર્ય હતો. તેથી ૬ રાજપૂતાના
રાયફલ્સને આ પહાડી કબજે કરવાનું વિશેષ કામ સોંપવામાં આવ્યું.
મેજર પીરુ સિંહના
નેતૃત્વમાં ટીમને મોકલવામાં આવી. પીરુ સિંહ દુશ્મનના મશીન ગન પોસ્ટ પર પહોંચી
દુશ્મનોને મારતા આગળ વધ્યા. દુશ્મનોએ પણ તેમને પીઠમાં છરા ભોંકીને ગંભીર રીતે ઘાયલ
કરી દીધા. પરંતુ પીરુ સિંહ થંભ્યા નહિ અને ફાયરીંગ કરતા આગળ વધીને મશીન ગન બંકર પર
કબજો કરી લીધો. ત્યાં સુધી તો તેમના બધાં સાથીઓ ઘાયલ થઈને પડી ગયા હતા. તેથી
દુશ્મનોને પહાડથી હટાવવાની જવાબદારી એકલા પીરુ સિંહ પર આવી.
પીરુ સિંહે હાર
ના માની અને આગળ વધતા રહ્યા. તેમના શરીરમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું છતાં પણ તેમણે
એક પછી એક એમ ત્રણ બંકર પર કબજો કર્યો. ત્યારબાદ અધિક રક્તસ્ત્રાવને કારણે તેમનું
મૃત્યુ થયું. પોતાની વીરતા, નિષ્ઠા અને ફરજ પ્રત્યે વફાદાર એવા મેજર પીરુ સિંહને મરણોપરાંત
સર્વોચ્ય વીરતા પુરસ્કાર ‘પરમવીર ચક્ર’ પ્રદાન કરવામાં આવ્યું.
img : vsk
No comments:
Post a comment