બંગાળ વિભાજન
વિરુદ્ધ થઇ રહેલ આંદોલન સમયે ૬ જુલાઈ, ૧૯૦૫ના નાગપુરમાં કમલનો જન્મ થયો હતો. તેમના
ઘરમાં દેશભક્તિનું વાતાવરણ હતું. લોકમાન્ય ટિળકનું ‘કેસરી’ અખબાર સાંભળીને તેમના
તેજસ્વી વિચારોથી પ્રભાવિત થઈને તેમણે દહેજ વગર લગ્ન કરવાનું નક્કી કર્યું. ૧૪ વર્ષની
ઉંમરે તેમના લગ્ન વર્ધાના વિધુર વકીલ પુરુષોતમરાવ કેલકર સાથે થયા. લગ્ન પછી તેમનું
નામ લક્ષ્મીબાઈ પડ્યું.
લક્ષ્મીબાઈ આદર્શ
અને જાગૃત ગૃહિણી હતા. તેમણે કન્યા કેળવણી માટે બાલિકા વિદ્યાલય ખોલ્યું. ૧૯૩૨માં
તેમના પતિના મૃત્યુ બાદ ઘરની બધી જવાબદારી સારી રીતે નિભાવતાં. તેમના પુત્રો સંઘની
શાખામાં જતા તેથી તેમના વિચાર અને વ્યવહારમાં પરિવર્તન જોઈ લક્ષ્મીબાઈને સંઘમાં
જોડાવાની ઈચ્છા થઈ. પરંતુ સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારે કહ્યું કે સંઘમાં સ્ત્રીઓ
નથી આવતી.
૧૯૩૬માં તેમણે
સ્ત્રીઓ માટે ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ નામની સંસ્થા શરૂ કરી. સમિતિના કાર્યની સાથે
તેમણે સ્ત્રીઓનો વિશ્વાસ જીતી લીધો. તેથી તેમને બધાં ‘વંદનીય માસીજી’ કહેવા
લાગ્યા. આગામી દસ વર્ષમાં તેમણે સમિતિના કાર્યોનો અનેક વિસ્તારમાં પ્રચાર થયો અને
૧૯૪૫માં સમિતિનું પ્રથમ રાષ્ટ્રીય સંમેલન થયું.
માસીજી સ્ત્રીઓ
માટે જીજાબાઈના માતૃત્વ, અહલ્યાબાઈના કર્તૃત્વ અને લક્ષ્મીબાઈના નેતૃત્વને આદર્શ
માનતા હતા. ૨૭ નવેમ્બર, ૧૯૭૮ના તેમનું અવસાન થયું. તેમના દ્વારા સ્થાપિત રાષ્ટ્ર
સેવિકા સમિતિ આજે વિશ્વનાં ૨૫થી વધારે દેશોમાં કાર્યરત છે.
No comments:
Post a comment