Wednesday, 12 July 2017

કુસ્તી ચેમ્પિયન: દારા સિંહ – પુણ્યતિથી / ૧૨ જુલાઈ



દારા સિંહ વિશ્વ વિખ્યાત ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ હતા. તેમણે ૫૫ વર્ષ સુધી કુસ્તી રમ્યા અને ૫૦૦ જેટલા મુકાબલાઓમાં એક પણ કુસ્તીમાં તેમનો પરાજય થયો નથી. ૧૯૪૭માં તેઓ સિંગાપુર ગયા. ત્યાં રહીને તેમણે ભારતીય સ્ટાઇલની કુસ્તીમાં મલેશિયાઈ ચેમ્પિયન તરલોક સિંહને પરાજિત કરી કુઆલાલમ્પુરમાં મલેશિયાઈ કુસ્તી ચેમ્પીયનશિપ જીતી

પછી તેઓ અન્ય દેશોમાં જઈને એક પેશાવર પહેલવાનના રૂપમાં પોતાની ધાક જમાવી ૧૯૫૨માં ભારત આવ્યાં. ૧૯૫૯માં પૂર્વ વિશ્વ ચેમ્પિયન જ્યોર્જ ગારડીયાન્કાને પરાજિત કરી કોમનવેલ્થ વિશ્વ ચમ્પિયનશિપ જીત લીધી. ૧૯૬૮માં અમેરિકાના વિશ્વ ચેમ્પિયન લૌ થેજને હરાવીને ફ્રીસ્ટાઈલ કુસ્તીના વિશ્વ ચેમ્પિયન બની ગયા

ત્યારબાદ તેઓ કોમનવેલ્થ દેશોની મુલાકાત લીધી અને વિશ્વ ચેમ્પિયન કિંગકાંગને પરાસ્ત કર્યો. પછી કનાડા અને ન્યુઝીલેન્ડના પહેલ્વાનોએ રમવા માટે પડકાર કર્યો. તેથી તેઓ કેનેડાના ચેમ્પિયન જ્યોર્જ ગારડીયાન્કા અને ન્યુઝીલેન્ડના ચેમ્પિયન જોહન ડીસિલ્વાને પરાસ્ત કરી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી

૧૯૮૩માં તેમણે પોતાના જીવનનો અંતિમ મુકાબલો જીતીને ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહના હાથે અપરાજિત કુસ્તીબાજનો ખિતાબ લઇ સન્માનપૂર્વક નિવૃત્તિ લઇ લીધી. તેઓએ ઘણી ફિલ્મો અને રામાયણ સીરીયલમાં અભિનય કર્યો છે. ઓગસ્ટ ૨૦૦૩થી ૨૦૦૯ સુધી તેઓ રાજ્યસભાના સદસ્ય રહ્યા. ૧૨ જુલાઈ, ૨૦૧૨ના સવારે તેમનું અવસાન થયું

No comments:

Post a Comment