Saturday, 8 July 2017

ગુરુ પૂર્ણિમાહિંદુ અને બૌદ્ધ ધર્મમાં ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો દિવસ પુરા ભારતમાં ઘણી શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાય છે. હિંદુ ધર્મમાં તો ગુરુનો દરજ્જો ભગવાનથી ઉપરનો માનવામાં આવે છે.  આ દિવસે મહાભારતનાં રચિયતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ થયો હતો, જે સંસ્કૃતનાં પ્રકાંડ વિદ્વાન હતાં. આ કારણથી ગુરુ પૂર્ણિમાનું એક નામ વ્યાસ પૂર્ણિમા પણ છે. આ વેદવ્યાસને પ્રથમ ગુરુ પણ માનવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાનો અવસર દર વર્ષે અષાઢ માસની પૂનમે આવે છે અને આ દિવસે ગુરુનું પૂજન કરવામાં આવે છે. આ અવસર વર્ષાઋતુનાં આરંભમાં જ આવે છે. પરિવ્રાજક સાધુ-સંત એક જ સ્થાન પર રહી આ દિવસથી ચાર મહિના સુધી સુધી જ્ઞાનની ગંગા વહેવડાવે છે. આ સમયગાળા દરમિયાન ન તો વધારે ગરમી હોય છે કે ન તો ઠંડી. આથી અધ્યયન માટે આ સમય ખુબ જ યોગ્ય ગણવામાં આવે છે. જેવી રીતે સૂર્યનાં તાપથી તપેલી ભૂમિને વરસાદથી શીતળતા અને ધાન્ય પેદા કરવાની શક્તિ મળે છે; તેવી જ રીતે ગુરુનાં ચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.

પ્રાચીન કાળમાં જયારે વિદ્યાર્થી ગુરુનાં આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષણ ગ્રહણ કરતો હતો ત્યારે આ દિવસ શ્રદ્ધાભાવથી પ્રેરિત પોતાનાં ગુરુનું પૂજન કરવાં પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર દક્ષિણા આપી કૃતકૃત્ય થતો. આજે પણ ગુરુનું મહત્વ ઓછું નથી થયું. પારંપરિક રૂપથી શિક્ષણ આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કળાનાં વિદ્યાર્થીઓમાં આજે પણ ગુરુને સમ્માનિત કરવાનું થાય છે. મંદિરોમાં તેમજ પવિત્ર નદીઓમાં સ્નાન થાય છે.

img cradit : wikipeadia

No comments:

Post a Comment