Friday, 14 July 2017

કોલ સેન્ટર પર ફોન કરી પૂછો GST અંગે સવાલ


લેડી ખલી : કવિતા દલાલ WWEમાં હિસ્સો લેનાર પહેલી ભારતીય મહિલા બનશેજો તમારા મનમાં GSTને લઈને કોઈ સવાલ છે તો બસ લગાવો કોલ સેન્ટર પર ફોન; જેમનાથી તમને તેનો જવાબ મળી જશે. આ માટે GSTNની ભૂમિકા મુખ્ય રહેશે. આ માટે બે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં. 

GSTNએ કોલ સેન્ટર માટે આઈટી દિગ્ગજ ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્ર સાથે જોડાણ કર્યું છે. નોંધણીથી જોડાયેલ સવાલો માટે કરદાતા 0120-4888999 પર કોલ કરી શકશે. કરદાતાઓ માટે કોલ સેન્ટરનું પ્રબંધન ૨૦૦થી વધારે પ્રશિક્ષિત વ્યવસાયિક કરશે અને આવનાર સમયમાં તેમની સંખ્યા 400 કરી દેવામાં આવશે. આ સિવાય GSTNએ કેન્દ્રીય તથા રાજ્યનાં કર અધિકારીઓની સહાયતા માટે એક અન્ય કોલ સેન્ટર 0124-4479900 સ્થાપિત કરવામાં આવશે. 40 સદસ્યની ટીમ રાજ્યો, કેન્દ્ર સરકારનાં કર અધિકારીઓની જરૂરિયાતઓને ધ્યાનમાં રાખશે. આ સેવા પણ ૨૫ જૂનથી ચાલુ કરવામાં આવશે.

 img cardit : gstn.org

 GST

No comments:

Post a Comment