Wednesday, 19 July 2017

ડિજિટલ દુનિયા વિશે આ પણ જાણો...

કેટલી વાર કોઈ એવી ચીજ હોય છે, જેને જોઈને ક્યારેકને ક્યારેક મનમાં સવાલ ઉઠે છે કે આવું કેમ?? ATMમાં 4 ડિજિટની જ પિન કેમ હોય છે? કે પછી આઈફોનનાં દરેક એન્ડમાં હેન્ડસેટ પર 9:41 જ કેમ વાગ્યા હોય છે?

Ques. 1 ATM પિન 4 ડિજિટની જ કેમ હોય છે? 6 કે 8 ડિજિટની કેમ નહિ? ATM મશીનનું ઈન્વેંશન સ્કોટિશ ઈન્વેંટર John Adrian Shepherd-Barron એ કર્યું હતું. તેમનો ઉપયોગ ૧૯૬૭થી થઇ રહ્યો છે. મશીન બનાવતી તેમણે પિન માટે 6 ડિજિટ નંબર જ સજેસ્ટ કર્યા હતા; પરંતુ થયું એ કે તેમની પત્ની કૈરોલાઈનને 6 ડિજિટ પિન યાદ રાખવામાં મુશ્કેલી પડતી હતી. તે માત્ર 4 ડિજિટ જ યાદ રાખી શકતી હતી. ત્યારથી ATMની પિન માત્ર 4 ડિજિટની થઇ ગઈ.
બતાવી દઈએ છીએ કે કેટલીક બેંકોની પિન 6 ડિજિટની હોય છે; જેમાં મહિન્દ્રા બેંક પણ શામેલ છે.

Ques. 2 iphoneની એડમાં હંમેશાં 9:41નો જ ટાઈમ કેમ હોય છે?
તમે આઈફોનની એડ જોતી વખતે ધ્યાનમાં રાખ્યું હોય તો તેમની સ્કીનમાં હમેશા 9:41 AMનો જ ટાઈમ જોવા મળશે. દરઅસલ, આ સમય એ છે જયારે દુનિયાએ એપલનાં iphoneની પહેલી ઝલક જોઈ હતી. આઈફોન અને આઈપેડમાં એડમાં આ સમય દેખાડવાનું ચલણ ૨૦૦૭થી મેકવર્લ્ડ કોન્ફ્રેન્સ એન્ડ એક્સપોથી શરૂ થયું. આ ઇવેન્ટમાં એપલનાં તત્કાલીન CEO સ્ટીવ જોબ્સે એક હિસ્ટોરિક્લ કી-નોટ પ્રેજેંટેશન આપી રહ્યા હતા અને તેમાં iphoneની પહેલી ઝલક દેખાડી હતી. ઇવેન્ટથી પહેલા જોબ્સે વિચાર્યું કે કેમ iphone દુનિયાની સામે આવે ત્યારે તેમની સ્કીનમાં એ ટાઈમ જોવા મળે જે ઓડિયન્સનાં ઘડિયાળમાં હોય. પ્લાનિંગ અનુસાર 9 વાગ્યાથી શરૂ થનાર પ્રેજેંટેશન 40 મિનીટમાં પૂરું થવાનું હતું અને ત્યારબાદ આઈફોનની ઝલક દેખાડવાની હતી.

Ques. 3 કી-બોર્ડ પર કી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેમ નથી હોતી?
તેમનું કારણ મેનુઅલ ટાઇપરાઈટર્સનાં સમયથી જોડાયેલ છે. પહેલા મેનુઅલ ટાઈપરાઈટરમાં અલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ Keys અરેંજ કરવામાં આવી હતી; પરંતુ આ સમયે ટાઈપિસ્ટ એટલું ફાસ્ટ ટાઈપ કરતો હતો કે ટાઈપરાઈટર જલ્દી ખરાબ થઇ જતું હતું. આવામાં ટાઈપીંગ સ્પીડને સ્લો કરવા માટે Keysને QWERTY સ્ટાઈલમાં અરેંજ કરી દેવામાં આવી. આ રેન્ડમ અરેંજમેંટને જ સ્ટાન્ડર્ડ માની લેવામાં આવ્યા અને આજે પણ તેને ફોલો કરવામાં આવે છે.

Ques. 4 વિન્ડોઝ XPનું ડિફોલ્ટ વોલપેપર કેવી રીતે બન્યું અને ક્યાંથી આવ્યું?
માઈક્રોસોફ્ટનાં વિન્ડોઝ XP ઓપરેટીંગ સિસ્ટમનું સિમ્પલ અને આકર્ષક વોલપેપર તમને યાદ જ હશે. તેમનું નામ છે Bliss. તેમાં રોલિંગ ગ્રીન હિલ્સ, બ્લુ સ્કાય અને સફેદ ખુબસુરત વાદળ દેખાઈ રહ્યા છે. અસલમાં તે કેલીફોર્નીયા સ્થિત સોનોમા કાઉંટીનાં અમેરિકન વિટિકલ્ચરલ એરિયાનો ફોટો છે. આ લેન્ડસ્કેપ ફોટાને ૧૯૬૬માં નેશનલ જીઓગ્રાફીનાં ફોટોગ્રાફર Charles O'Rearએ ખેચ્યો હતો.

Ques. 5 એપલનાં લોગોમાં કાપેલું સફરજન કેમ છે?
એપલનાં કો-ફાઉંડર સ્ટીવ જોબ્સ નવો અને ઇનોવેટીવ લોગો બનાવવા ઇરછતાં હતા. આ કામ માટે તે Rob Janoffને હાયર કર્યા હતાં. લોગોને કાપવાનું કારણ Janoffએ જણાવ્યું કે અમે ઇરછતાં હતા કે તેમણે લોકો એપલ જ સમજે; નહિ કે ચેરી.
એપલનો પહેલો લોગોની ડિજાઈન ૧૯૭૬માં એપલનાં ત્રીજા ફાઉંડર Ronald Wayneએ બનાવી હતી; જેમાં સફરજનનાં ઝાડ નીચે બેઠેલ ન્યુટનને દેખાડવામાં આવ્યાં હતા.

Ques. 6 સ્માર્ટફોનમાં એક એક્સ્ટ્રા હોલ કેમ હોય છે?
કેટલાંક લોકોનું માનવું હોય છે કે આ લાઈટ સેંસર છે. તો કેટલાક લોકોનું માનવું છે કે આ માઈક્રોફોન હોઈ શકે છે. તો કેટલાક લોકો મને છે કે કોઈ રીસેટ બટન છે. પરંતુ હકીકત એ છે કે આ એક માઈક્રોફોન છે, પરતું તેમાંથી તમારો અવાજ નથી સંભળાતો. તેમને નોઈસ કેસલિંગ માઈક્રોફોન કહેવામાં આવે છે. આ બેકગ્રાઉંડ નોઈસને ઓછું કરવાનું કામ કરે છે; જેનાથી કોલરને ક્રિસ્ટલ ક્લિયર વોઈસ સંભળાય.

Ques. 7 ફેસબુકનો રંગ નીલો કેમ છે?
ફેસબુકનાં નીલા રંગમાં રંગાયેલો હોવા પાછળનું સીધું એક કારણ છે. તેમના ફાઉંડર માર્ક ઝુકરબર્ગનો કલર બ્લાઈંડ હોવો. ન્યૂયોર્કરને આપેલ એક ઇન્ટરવ્યુમાં માર્કે કહ્યું હતું કે તેમને લાલ અને લીલો રંગ દેખાઈ નથી દેતો. આ માટે નીલો રંગ તેમના માટે સૌથી આસાન છે. ફેસબુક શરૂથી જ એક રંગમાં રંગાયેલું છે. માર્ક તેમને હંમેશા બની શકે તેટલો સાદો બનાવવા માંગતા હતા. આ જ કારણ છે કે ફેસબુકને નીલા રંગમાં રંગી દેવામાં આવ્યું.

Ques. 8 નોકિયામાં લોગોમાં ઇસ્તેમાલ કરવામાં આવેલ હાથની પાછળ શું સ્ટોરી છે?
નોકિયાનાં લોગોમાં જે બે હાથ દેખાઈ રહ્યા છે તે ઇલસ્ટ્રેશન કે ઈમેજ નથી; પરંતુ એ ફિનલેન્ડનાં બે મોડલ્સનાં હાથ છે. એક હાથ બાળકનો છે અને બીજો હાથ પુરુષનો છે. કંપનીએ આ મોડલને એજન્સી દ્વારા હાયર કર્યા હતા. Janne Lehtinen નામનાં આર્ટિસ્ટે આ લોગોને ફિનિશિંગ આપી છે.

No comments:

Post a Comment