Saturday, 1 July 2017

ડૉ. વિધાનચંદ્ર રાય જન્મદિવસ – ૧ જુલાઈ



ડૉ. વિધાનચંદ્ર રાયનો જન્મ બિહારની રાજધાની પટનામાં ૧ જુલાઈ, ૧૮૮૨માં ત્યો હતો. બાળપણથી જ તેમને તબીબી વિજ્ઞાનના અભ્યાસમાં રસ હતો. ભારતમાં પ્રાથમિક શિક્ષા મેળવી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ લંડન ગયા.
એક વખત તેઓ શિક્ષકો સાથે હોસ્પિટલમાં ગયા, ત્યાં તેમણે હવાની ગંધ સૂંઘીને કહ્યું કે અહી કોઈ શીતળાના રોગી છે. પછી તેઓ દરેક દર્દીઓના પલંગ પાસે જઈને જોવા લાગ્યા. અચાનક તેમણે એક દર્દીના શરીર પરથી ચાદર હટાવી લીધી. અને જોયું તો તેને શીતળાનો રોગ હતો. તેથી તેઓ શિક્ષક અને વિદ્યાર્થીઓના માનીતા થઇ ગયા.
લંડનથી શિક્ષા પૂર્ણ કરી તેઓ ભારત આવ્યાં. તે પોતાના દેશવાસીઓની સેવા કરવા માંગતા હતાં. કોલકતાની કેમ્પેબલ મેડીકલ કોલેજમાં તેઓ પ્રોફેસર બન્યા. ત્યારબાદ મેડીકલ સેવાથી મુક્ત થઇ તેઓ સામાજિક અને રાજનૈતિક પ્રવૃતિઓમાં જોડાયા.
૧૯૨૩માં તેઓ બંગાળ વિધાન પરિષદના સદસ્ય બન્યા. પચ્ચી તેમના સામાજિક અને રાજનીતિક જીવનના અનુભવને કારણે જાન્યુઆરી ૧૯૪૮માં તેઓ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ સાદા અને વિનમ્ર જ હતા.  
સમાજ પ્રતિ તેમની સેવાને ધ્યાનમાં રાખીને ૧૯૬૧ના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નએનાયત કરવામાં આવ્યો. તેમનું મૃત્યુ પણ તેમની જન્મતિથીના દિવસે જ એટલે કે ૧ જુલાઈ, ૧૯૬૨ના થયું. તેમના જન્મદિવસે દેશમાં ડોકટર્સ દિવસ મનાવવામાં આવે છે.

No comments:

Post a Comment