ભારતના ઈતિહાસમાં
સ્વતંત્રતા માટે નાના-મોટા કેટલાય સંગ્રામો થયા. આ ક્રમમાં ૧૦ જુલાઈ, ૧૮૦૬ના
ભારતીય સૈનિકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ જંગ છેડી દીધી હતી. નવેમ્બર ૧૮૦૫માં
બ્રિટીશ કંપનીએ ભારતીય સેનાના ડ્રેસ કોડમાં પરિવર્તન કર્યું, જેમાં હિંદુઓએ કપાળ
પર તિલક ન કરવાનું અને મુસ્લિમોએ દાઢી નહિ રાખવાની.
આ નિયમો વિરુદ્ધ
વેલૂરના એક હિંદુ અને એક મુસ્લિમ સૈનિકે વિદ્રોહ કર્યો. પાછળથી તેમના સાથીઓનો સાથ
મળ્યો. વિદ્રોહ શરૂ થતાની સાથે જ સૈનિકોએ શહેરમાં રહેલ બ્રિટીશ સૈનિકોને મોતને ઘાટ
ઉતારી દીધા. આ દરમિયાન એક સૈનિક નાસી જઈને આરકોટની બ્રિટીશ સેનાને સંદેશો આપ્યો. તરત
જ ત્યાંથી સર રોલો ગિલેસ્પીના નેતૃત્વ હેઠળ વિદ્રોહ પર કાબૂ મેળવવા માટે સેના
રવાના કરવામાં આવી.
વિદ્રોહ સમાપ્ત
થતા પકડાયેલા બધા સૈનિકોને ફાંસીએ ચઢાવી દીધા અથવા તો ગોળી મારી દીધી. થોડા કલાકો
સુધી થયેલ વિદ્રોહ માત્ર વેલૂર શહર સુધી જ હતો. પરંતુ આ વિદ્રોહે અંગ્રેજ શાસનને
પોતાની નીતિઓ પર ફરીથી વિચારવા માટે મજબુર કરી દીધા.
No comments:
Post a comment