Sunday, 16 July 2017

જળ સેવક સંત બલબીરસિંહ સીંચેવાલ – સ્મૃતિ દિવસ


ભારતમાં સંત, મહાત્માઓ મુખ્યત્વે ધર્મનો ઉપદેશ આપતા હોય છે, પરંતુ કેટલાંક સંત પર્યાવરણ સંરક્ષણ, માર્ગ અને શાળા બાંધકામ જેવા કર્યો કરીને માનવ સેવાને જ પ્રભુસેવા માને છે. એવા જ એક સંત છે બલબીર સિંહ સીંચેવાલ, જેમણે શીખ પંથના પ્રથમ ગુરૂ શ્રી નાનકદેવનાં સ્પર્શથી પવિત્ર થયેલ ‘કાલી બેઈ’ નદીને શુદ્ધ કરી હતી. 

ભ્રમણ કરતી વખતે તેમણે લોધી ગામની નજીક વહેતી કાલી બેઈ નદીને જોઈ. તે એટલી બધી પ્રદુષિત હતી કે તેમાં સ્નાન અને આચમન તો દૂરની વાત તેની ગંધને લીધે કોઈ તેની નજીક પણ નહોતું જતું. ૧૬૨ કિ.મી. લાંબી નદીમાં આજુબાજુનાં ૩૫ શહેરોનો કચરો ઠલવાતો હતો.

એવામાં સંત બલબીર સિંહને કારસેવાના માધ્યમથી નદીને શુદ્ધ કરવાનું બીડું ઉઠાવ્યું. ૧૬ જુલાઈ, ૨૦૧૧ના બેર સાહેબના પ્રાચીન ઘાટથી નદીમાં પ્રવેશ કર્યો. કેટલાક લોકોએ કાર્યમાં વિક્ષેપ કર્યો પરંતુ સંતે ધીરજતાથી કામ કર્યું. તેમણે લોકોને પ્રેમથી સમજાવ્યાં, વાત બની ગઈ અને હજારો લોકો તેમની સાથે જોડાયા.

સંતજીએ માત્ર નદી શુદ્ધ જ ન કરી, પરંતુ તેની આસપાસ ૧૬૦ કિમી લાંબો માર્ગ બનાવી તેના કિનારે વૃક્ષો અને બગીચાઓ બનાવ્યા. જુના ઘાટોનો જીર્ણોદ્ધાર કરાવી બીજા નવા ઘાટ બનાવ્યા. નદીમાં ફરવા માટે હોડીઓનો પ્રબંધ કર્યો. તેથી ઘણા લોકો ત્યાં આવતા થયા. 

આ વાતની જાણ ડૉ. અબ્દુલ કલામને થઈ. ૧૭ ઓગસ્ટ, ૨૦૦૬ના તેઓ ત્યાં આવ્યાં અને રાજી થઈને કહ્યું કે એક વ્યક્તિનો સારો સંકલ્પ કરે તો તે અસંભવને સંભવ કરી શકે છે. સંતજીને પર્યાવરણ ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે.

img cradit : VSK

No comments:

Post a Comment