પુણેની નજીક બારામતી જીલ્લાના માલેગાંવમાં મુસ્લિમ પરિવારમાં જન્મનાર જૈતુનબીએ વિઠ્ઠલ ભગવાનની ભક્તિ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું હતું. જૈતુનબીને બચપણમાં કોઈકે શ્રીકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી. ત્યારથી તેઓ કૃષ્ણની ઉપાસનામાં લીન રહેવા લાગ્યાં.
૧૦ વર્ષની ઉંમરે
હનુમાનદાસ પાસેથી દિક્ષા લઈ તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા. પછી તેઓ દર વર્ષે
અલાંડીથી પંઢરપુર સધી પદયાત્રા કરવા લાગ્યા. ગુરુજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ
તેમને જયરામદાસ મહારાજ નામ આપ્યું.
જૈતુનબીએ પોતાનું
આખું જીવન સંતોનાં પ્રવચન સાંભળવામાં વ્યતિત કર્યું હતું તેથી તેઓ પોતાના તથા
આજુબાજુનાં ગામમાં કથા-કિર્તન કરવા જતાં. દેશની ગુલામીની તેમને વેદના હતી તેથી
પોતાની વિઠ્ઠલ ભક્તિને રાષ્ટ્રભક્તિ સાથે જોડી દીધી. ધાર્મિક પ્રવૃતિઓની સાથે
સામાજિક કાર્ય પણ કરતા.
જૈતુનબી મુસ્લિમ
હોવા છતાં પોતાનું જીવન હિંદુ મહિલાની જેમ જ પસાર કર્યું હતું. તેથી મુસ્લિમો
તેમનાથી નારાજ રહેતા, પણ જૈતુનબી પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા. તેમના કિર્તન અને
પ્રવચનથી પ્રભાવિત થઈ ૫૦,૦૦૦ લોકો તેમના શિષ્ય બન્યા. અલાંડી અને પંઢરપુરમાં તેમના
મઠ સ્થાપેલા છે.
૮૦ વર્ષની ઉંમર
સુધી તેઓ યાત્રા કરતા રહ્યા. ૯ જુલાઈ, ૨૦૧૦ના તેમણે પોતાની જીવન યાત્રા પૂર્ણ કરી.
તેમનો અંતિમ સંસ્કાર તેમના જન્મસ્થળ માલેગાંવમાં કરવામાં આવ્યો, જેમાં હજારો લોકોએ
મળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
img cradit : VSK
No comments:
Post a comment