Monday, 31 July 2017

કલમના સિપાહી : પ્રેમચંદ

       પ્રેમચંદ હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં મહાનતમ લેખકોમાં એક છે. તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ છે. તેમને નવાબ રાય અને મુંશી પ્રેમચંદના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપન્યાસના ક્ષેત્રમાં એમના યોગદાનને જોઈ બંગાળના વિખ્યાત ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એ તેમને ઉપન્યાસ સમ્રાટ કહીને સંબોધિત કર્યા હતા. 
  
       પ્રેમચંદનો જન્મ 31 જુલાઈ 1880માં વારાણસીના લમ્હી ગામમાં થયો હતો. તેમનાં માતા આનંદી દેવી અને પિતા મુંશી અજાયબરાય હતા. પ્રેમચંદ આર્યસમાજથી પ્રભાવિત હતા. પ્રેમચંદના પહેલા લગ્ન સફળ ન થવાના કારણે તેમને બાળ વિધવા શિવરાની દેવીના સાથે બીજા લગ્ન કર્યા. ત્યારથી તેમને વિધવા વિવાહનું સમર્થન કર્યું. 


       પ્રેમચંદને આધુનિક હિન્દી કથાના પિતા માનવામાં આવે છે. તેમને હિન્દી તથા ઉર્દુ ભાષામાં ઉપન્યાસ, નાટક, નિબંધ વગેરે સાહિત્યમાં યોગદાન આપ્યું છે. ગબન, ગોદાન, રંગભૂમિ, કર્મભૂમિ વગેરે તેમનાં પ્રખ્યાત ઉપન્યાસ છે. કફન, પુસ કી રાત, ગુલ્લી ડંડા વગેરે તેમની પ્રસિદ્ધ કહાની છે. પ્રેમચંદની સ્મૃતિમાં ભારતીય ડાકઘર વિભાગ તરફથી 31 જુલાઈ ૧૯૮૦ના તેમનાં જન્મશતીના અવસર પર ૩૦ પૈસા મૂલ્યનું એક ડાક ટિકિટ પણ જારી કરવામાં આવેલ છે.

Saturday, 29 July 2017

કરંટ અફેયર્સ ૨૫ - ૨૯ જુલાઈ ૨૦૧૭
૧.  વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના બલિયા જલ્લામાં ઉજ્જવલ યોજના શરૂ થયેલ છે જેના અંતર્ગ્રત કેટલા વર્ષમાં ૫ કરોડ રસોઈ ગેસ કનેક્સન વિતરિત કરેલ છે?


       અ. ૪ વર્ષ
       બ. ૩ વર્ષ  
       ક. ૨ વર્ષ 
       ડ. ૯ વર્ષ 

૨.  ભારતનો પાડોશી દેશ નેપાળમાં વર્તમાન સમયમાં મુખ્ય ન્યાયાધીશનાં પદ પર કોને નિયુક્ત કરવામાં આવેલ છે?

       અ. રામબરન યાદવ  
       બ. બૃજેશ કુમાર ગુપ્તા
       ક. ગોપાલ પ્રસાદ પરાજુલી  
       ડ. લોકેન્દ્ર બહાદુર ચંદ્ર 

૩.  વિશ્વનાં કયા દેશમાં વિકરાળ ડાયનાસોર જેવું પક્ષી જોવા મળ્યું? 

       અ. કેનેડા 
       બ. જાપાન
       ક. ચીન 
       ડ. અમેરિકા

૪.  વિશ્વ ન્યાય દિવસ ક્યારે માનવામાં આવે છે? 

       અ. ૨૨ માર્ચ
       બ. ૧૭ જુલાઈ 
       ક. ૧૩ જૂન 
       ડ. ૧૮ ઓગસ્ટ

૫.  ભારતમાં વર્તમાન સમયમાં આયોજિત સક્ષમ અભિયાન કયા રાજ્યમાં શરૂ થયેલ છે?  

       અ. ચંડીગઢ 
       બ. છતીસગઢ 
       ક. તમિલનાડુ 
       ડ. હરિયાણા 
 
૬.  પ્રસિદ્ધ નવલકથા 'આનંદ મઠ' નાં લેખક કોણ છે? 

       અ. રવીન્દ્રનાથ ઠાકુર 
       બ. પ્રેમચંદ 
       ક. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 
       ડ. જયશંકર પ્રસાદ 

૭.  પ્રસિદ્ધ વ્યક્તિ માર્ટીન લૈંડનો પ્રમુખ વ્યવસાય શું છે? 

      અ. અભિનેતા 
      બ. રાજનીતિ 
      ક. શિક્ષક 
      ડ. કલાકાર 

૮.  
નરબહાદુર ભંડારી ત્રણ વખત મુખ્યમંત્રી પદ સ્થિત હતા જેનો સબંધ ભારતનાં કયા રાજ્ય સાથે છે?

      અ. ગોવા 
      બ. સિક્કિમ 
      ક. કેરળ 
      ડ. નાગાલેંડ 

૯.  હાલમાં ભારતનાં ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે કોને ચુનાવમાં આવ્યા છે? 

       અ. મીરાકુમાર 
       બ. નીતિશકુમાર 
       ક. અહમદ પટેલ 
       ડ. રામનાથ કોવિંદ 

૧૦.  કારગિલ વિજય દિવસ ક્યારે માનવામાં આવે છે? 

       અ. ૨૬ જુલાઈ 
       બ. ૧૫ જુલાઈ 
       ક. ૧ જુલાઈ 
       ડ. ૩ જુલાઈ

જવાબ :       ૧.  બ  ૨.  ક  ૩.  અ  ૪.  બ  ૫.  ડ  ૬.  ક  ૭.  અ  ૮.  બ  ૯.  ડ  ૧૦.  અ
Friday, 28 July 2017

ત્રિપુરાનાં બલિદાની સ્વયંસેવકવિશ્વભરમાં ફેલાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કરોડો સ્વયંસેવક માટે ૨૮ જુલાઈ, ૨૦૦૧નો દિવસ કાળા દિવસ તરીકે સિદ્ધ થયો. આ દિવસે ભારત સરકારે સંઘનાં ચાર વરિષ્ઠ કાર્યકર્તાના મૃત્યુની વિધિવત ઘોષણા કરી દીધી, જેમનું અપહરણ ૬ અગસ્ત, ૧૯૯૯નાં ત્રિપુરા રાજ્યના 'વનવાસી કલ્યાણ આશ્રમ'ના આંતકવાદીઓએ કર્યું હતું.

તેમાં સૌથી વરિષ્ઠ હતા ૬૮ વર્ષીય શ્રી શ્યામલકાંતિ સેનગુપ્તા. તેમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશના સુપાતલા ગામમાં થયો હતો. વિભાજન બાદ તેઓ અસમનાં સિલચરમાં આવીને વસી ગયા. મેટ્રિકનાં અભ્યાસ સમયે સિલચરના પ્રચારક શ્રી વસંતરાવ તથા ઉમારંજન ચક્રવતીનાં સંપર્કથી તેઓ સ્વયંસેવક બન્યાં. ત્યારબાદ ડિબ્રૂગઢ તથા શિવસાગરમાં જીવન વીમા નિગમની નોકરી પ્રાપ્ત કરી. તેઓ નોકરીની સાથે સંઘકાર્યમાં પણ સક્રિય હતા.

બીજા કાર્યકર્તા હતા ઉલટાડાંગામાં ૧૯૫૩માં જન્મેલ શ્રી દીનેન્દ્રનાથ. તેમના પિતા દેવેન્દ્રનાથ પોસ્ટમાં કર્મચારી હતા. પછી તેઓ સોનારપુરમાં રહેવા લાગ્યા અને ૧૯૬૩માં અહીંની 'વૈકુઠ શાખા'માંથી સ્વયંસેવક બન્યા. પ્રચારકનાં રૂપમાં તેઓ બ્રહ્મપુરનગર, મુર્શિદાબાદ, બાંકુડા તથા મેદિનીપુર જિલ્લામાં પ્રચારક રહ્યા. ત્યારબાદ વિભાગ પ્રચારક, પ્રાંતીય શારીરિક પ્રમુખ રહીને વનવાસીઓની સેવા રહ્યા.

ત્રીજા કાર્યકર્તા હતા મેદિનીપુર શાખાનાં ૫૧ વર્ષીય સ્વયંસેવક શ્રી સુધામય દત્ત. સ્નાતક શિક્ષા બાદ તેઓ જિલ્લા પ્રચારક બન્યાં. પહેલા હુંગલીનાં ચંચુડાનગર ત્યારબાદ માલદા જિલ્લાના પ્રચારક બન્યા. તેમણે પત્રકારિતામાં રુચિ હોવાનાં કારણે કોલકત્તાથી પ્રકાશિત 'સ્વસ્તિકા' સપ્તાહનાં મેનેજર બનાવવામાં આવ્યાં. અપહરણ સમયે તેઓ અગરતલા વિભાગમાં પ્રચારક હતા.

ચૌથા હતા ૩૮ વર્ષીય યુવા કાર્યકર્તા શુભંકર ચક્રવર્તી. તેઓ વર્ધમાન જીલ્લાના કાલના તથા કારોયાતમાં કામ કર્યા બાદ તેમને ત્રિપુરા મોકલવામાં આવ્યાં હતા. આ બધાના મૃત્યુની સુચના સ્વયંસેવકો અને તેમના પરિવાર માટે આઘાતજનક હતી. આ ચારેયનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી અને વિધિવત અંતિમ સંસ્કાર કે અંતિમ ક્રિયા પણ કરી શકાઈ  નથી.

img cradit : VSK

Tuesday, 25 July 2017

Intresting Facts


 1. ખાંડને ચોટ પર લગાવવાથી દર્દ તરત જ ઓછું થઈ જાય છે.
 2. જરૂરતથી વધારે ટેન્શન આપણા દિમાગને કેટલાંક સમય માટે બંધ કરી શકે છે.
 3. ૯૨% લોકો ફક્ત એટલા માટે હસી દે છે; જયારે સામેવાળા વ્યક્તિની વાત સમજમાં નથી આવતી.
 4. બતક પોતાનો અડધા દિમાગને સુવડાવી શકે છે; જયારે તેમનાં અડધું દિમાગ જાગતું હોય છે.
 5. કોઈ પણ પોતાને પોતાનો શ્વાસ રોકીને નથી મારી શકતાં.
 6. સ્ટડી અનુસાર: હોશિયાર લોકો વધારે વાતો પોતાની સાથે કરે છે.
 7. સવારનાં એક કપ ચાની જગ્યાએ એક ઠંડા પાણીનો ગ્લાસ તમારી ઊંઘ જલ્દી ખોલી શકે છે.
 8. ફેસબુક બનાવનાર માર્ક ઝુકરબર્ગ પાસે કોઈ કોલેજ ડીગ્રી નથી.
 9. આપણું દિમાગ એક પણ ચહેરો પોતાની રીતે નથી બનાવી શકતો; તમે જે પણ ચહેરા સપનામાં જુઓ છો તે તમે જિંદગીમાં કોઈને કોઈ વાર જોયું જ હશે!
 10. જો કોઈ તમારી તરફ ઘૂરી રહ્યું હોય તો તમને અહેસાસ થઈ જાય છે, ચાહે આપ નિંદ્રામાં કેમ જ હોવ.
 11. દુનિયામાં સૌથી વધારે પ્રયોગ થનાર પાસવર્ડ ૧૨૩૪૫૬ છે.
 12. ૮૫% લોકો સુવાથી પહેલાં એ વિચારે છે; જે પોતાની જિંદગીમાં હાંસલ કરવાં માંગે છે.
 13. ખૂશ રહેનાર લોકોની જગ્યાએ પરેશાન રહેનાર લોકો વધારે પૈસા ખર્ચ કરે છે.
 14. માં પોતાનાં બાળકોનાં વજનનું લગભગ સાચું માપ અંદાજી શકે છે; જયારે બાપ તેમની લંબાઈનું...
 15. ‘ભણવું અને સપના જોવા’ આપણા મગજનાં અલગ-અલગ ભાગોની ક્રિયા છે. આથી આપણે સપનામાં ભણી નથી શકતાં.
 16. જો કોઈ કીડીનો આકાર એક આદમી જેટલો હોય તો તે કારથી બે ગણી સ્પીડે દોડશે.
 17. આપણે ક્યારેય વિચારવાનું બંધ નથી કરી શકતાં.
 18. કીડી ક્યારેય નથી સુતી.
 19. હાથી જ એક એવું પ્રાણી છે, જે ક્યારેય કૂદી શકતો નથી.
 20. પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળનાં કારણે પર્વતો ૧૫,૦૦૦ મીટરથી ઉંચો હોવાની સંભાવના નથી.
 21. મધ હજારો વર્ષો સુધી ખરાબ થતું નથી.
 22. કેટલાંક કીડા ભોજન ન મળવા પર પોતાને જ ખાઈ જાય છે.
 23. છીકતી વખતે દિલની ધડકન 1 મિલી સેકન્ડ માટે રોકાઈ જાય છે.

એવો દેશ જે ક્યારે ગુલામ નથી બન્યો!!!ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો નેપાળ નાનકડો દેશ છે; પરંતુ તેમનાં વિશે ઘણી બધી રસપ્રદ વાતો છે. આ દેશ હિમાલયનાં ખોળે વસેલ છે; જે કોઈને પણ પોતાનાં સુંદર નઝારાઓ તરફ આકર્ષિત કરે છે.

નેપાળ એક હિંદુ રાષ્ટ્ર દેશ છે, જેમની કુલ વસ્તીમાંથી 81.3% હિંદુઓ વસે છે. અહીંનાં લોકોમાં તમે ભગવાન બુદ્ધ પ્રત્યે લોકોમાં જબરદસ્ત શ્રદ્ધાની ભાવના જોઈ શકો છે. અહીંનો સૌથી મોટો પર્વ મહાશિવરાત્રી છે. રામની પત્ની એવી સીતાનો જન્મ પણ અહીં થયો હતો. તેમનો જન્મ નેપાળનાં મિથિલા થયો હતો. અહીં સીતાનું વિશાળ મંદિર પણ આવેલું છે. ગૌત્તમ બુદ્ધનો જન્મ પણ નેપાળનાં કપિલવસ્તુમાં થયો હતો.

નેપાળ દેશ સૌથી શાંત દેશ માનવામાં આવે છે. પાણી એકઠું કરવાની બાબતે તે દુનિયામાં બીજા નંબરે આવે છે. દુનિયાનું સૌથી ઊંચું તળાવ પણ અહીં આવેલું છે. જેમનું નામ 'તીલીચો' છે. વિશ્વનાં સૌથી દસ ઊંચા પર્વતીય શિખરોમાંથી આઠ પર્વતીય શિખરો તો નેપાળમાં જ આવેલાં છે.

દુનિયાનું સૌથી ધીમું ઇન્ટરનેટ અહીં ચાલે છે. નેપાળમાં downloading speed 256kbps કરતા પણ ખુબ ઓછી છે. એક સમયે નેપાળ ગાંજો અને તમાકુ માટે ખુબ પ્રખ્યાત હતું; પરંતુ અહીં હવે ગાંજો, તમાકુ ખરીદવું કે વેચવું અથવા તો તેમનો વપરાશ કરવો એ પણ ગેરકાયદેસર ગણાય છે.

આપણી રાષ્ટ્રભાષા હિન્દીની લીપી દેવનાગરી માનવામાં આવે છે. તેવી જ રીતે નેપાળી ભાષાની લીપી પણ દેવનાગરી જ છે. અહીંની સંસ્કૃતિ પણ ભારતને મળતી આવે છે. જેમ કે નેપાળમાં અભિવાદન હાથ મિલાવીને કે ગળે લગાવીને નહિ; પરંતુ હાથ જોડીને કરવામાં આવે છે. આ દેશમાં કોઈ સ્વતંત્રતા દિવસ નથી મનાવતો કારણ કે નેપાળ ક્યારેય કોઈ દેશનો ગુલામ રહ્યો નથી. દુનિયાનાં બધા દેશનાં ઝંડા વર્ગાકારમાં બનેલ છે; પરંતુ નેપાળનો ધ્વજ ત્રિકોણમાં બનેલો છે. આ દેશની અડધાથી વધારે વસ્તી એવી છે, જેમણે ક્યારેય દારૂ નથી પીધો. 

img cradit : wikipedia