હિંદુ પૌરાણીક
કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે. તે પાંચ સરોવર છે માન
સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર.
નારાયણ સરોવર
હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. નારાયણ સરોવરનો અર્થ થાય
છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર
નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી
વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા
પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ
સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ,
ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના
રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને
દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.બાકીના પાંચ મંદિરો 1780-90માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી
દ્વારા બનાવાયા છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે .
No comments:
Post a comment