Thursday, 29 June 2017

કરંટ અફેયર્સ 21 - 25 જૂન 2017

1.      હાલમાં આર્થિક મામલાના સચિવના રૂપમાં કોણે નિયુક્ત કર્યા છે?  
          -           સુભાષ સી ગર્ગ

2.      જોર્ન શેફર્ડ બૈરેન દ્વારા બનાવવામાં આવેલ કયા મશીનને ૨૭ જૂન ૨૦૧૭ ના ૫૦ વર્ષ પુરા કર્યા?
          -           એટીએમ મશીન

3.     નિમ્નમાંથી કઈ ભારતીય મહિલાએ વિશ્વ બોડી બિલ્ડીંગ પ્રતિયોગીતાનો ખિતાબ જીત્યો?
          -           ભૂમિકા શર્મા

4.     કઈ આંતર્રાષ્ટ્રીય સંસ્થા દ્વારા હાલ જૂન ૨૦૧૭માં ગુગલ પર ૨.૪૨ બિલીયન યુરોનો જુર્માનો લગાવવામાં આવ્યો?
          -           યુરોપીયન યુનિયન

5.     ભારત અંતરરાષ્ટ્રીય કેન્દ્રના અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યાં છે?
          -           એનએન વોહરા

6.     અમરનાથ તીર્થયાત્રિયોનો સમૂહ વીમા કવર વધારી નીમ્નમાંથી કેટલા લાખ કરવામાં આવ્યું છે?
          -           ૩ લાખ

7.     હાલ ૨૦૧૭માં ભારતમાં અમેરિકાના રાજદૂતના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યાં છે?
          -           કેનેથ આઈ જસ્ટર

8.     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રા દૌરાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અતિરિક્ત કેટલી કંપનીઓના સીઈઓની મુલાકાત લીધી?
          -           ૨૧

9.      અરુણાચલ પ્રદેશ સરકારને કર્મચારિયોઓની સેવાનિવૃત્તિની ઉમર વધારીની કેટલી કરી દીધી?
          -           ૬૦

10.    અમેરિકાએ પાકિસ્તાની આતંકીઓને અંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કર્યા નિમ્નમાંથી એમનું નામ શું છે?
          -           સૈયદ સલાઉદ્દીન

Tuesday, 27 June 2017

શેર-એ-પંજાબ મહારાજા રણજિતસિંહ

મહારાજા રણજીતસિંહ શેર-એ-પંજાબ નામથી પ્રસિદ્ધ છે. રણજીતસિંહ એવા વ્યક્તિ હતા કે જેમણે પંજાબને એકજુટ કરીને રાખ્યું હતું. તેઓ તેમનાં જીવન દરમિયાન અંગ્રેજોને તેમનાં સામ્રાજ્યની આસપાસ આવા દીધા નહોતા. 

રણજીતસિંહનો જન્મ બ્રિટીશ ભારતનાં ગુજરાનવાલામાં થયો હતો. તે દિવસોમાં પંજાબમાં શીખો અને અફઘાનોનું રાજ હતું. રણજીતસિંહનાં પિતા રાજનૈતિક શીખ ક્ષેત્રનાં કમાન્ડર હતા. નાની ઉંમરે શીતળાનાં કારણે એક આંખે અંધ થઇ ગયા હતા. ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતા રાજપાટની બધી જવાબદારી તેમના પર આવી ગઈ.

૧૨ એપ્રિલ, ૧૮૦૧ના રણજીતસિંહને મહારાજાની પદવી ઘારણ કરી લાહોરને રાજધાની બનાવી. મહારાજાને અફઘાનો સામે ઘણા યુદ્ધ કરી તેમણે પશ્ચિમ પંજાબ તરફ લઇ ગયા. ત્યારબાદ તેમણે પેશાવર, જમ્મુ-કશ્મીર અને આનંદપુર પર અધિકાર કર્યો. 

પ્રથમ આધુનિક ભારતીય સેના ‘શીખ ખાલસા સેના’ ગઠિત કરવાનું શ્રેય તેમને જાય છે. એમનાં રાજ દરમિયાન પંજાબ બહુ શક્તિશાળી હતું. તેથી લાંબા અરસા સુધી તેમણે અંગ્રેજોને પંજાબ પર કબજો કરવા દીધો નહોતો. બ્રિટિશ ઇતિહાસકાર જેટી વ્હીલરનાં કહેવા અનુસાર, જો તેઓ એક પેઢી જુના હોત તો તેમણે આખું હિન્દુસ્તાન જીતી લીધું હોત. 

કિંમતી હિરા કોહિનૂર મહારાજાના ખજાનાની રોનક હતો. ૨૭ જૂન,૧૮૩૯માં રણજીતસિંહનું મૃત્યુ થયું. લાહોરમાં તેમની સમાધિ બનાવવામાં આવી. તેમના મૃત્યુ પછી અંગ્રેજોએ પંજાબ પર કબજો કર્યો ને કોહિનૂરને ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા પાસે લઇ જવાયો.

તબલા વાદક જાકીર હુસેન  
સ્વામી વિવેકાનંદ 

Friday, 23 June 2017

રિસાઇક્લિન્ગ કરવાથી શું શું થઈ શકે છે?

સાધારણ શબ્દોમાં રિસાઇક્લિન્ગનો અર્થ ઉપયોગ કરેલ ચીજોને ફરીથી ઉપયોગ લાયક બનાવવી એવો થાય છે. રિસાઇક્લિન્ગ પર્યાવરણને સુરક્ષિત રાખવામાં આપણી સહાયતા કરે છે. રિસાઇક્લિન્ગનાં કારણે ઉર્જાની પણ ઓછી જરૂર પદેસ છે, જેમનાથી ગ્રીન હાઉસ ગેસની માત્રા ઓછી થાય છે તેમજ તે બધા જળવાયુને ગરમ થતાં બચાવે છે.
શું તમે જાણો છો કે ....

  1. એક ટન કાગળને રિસાઇક્લિન્ગ કરવાથી ૨૬૦૦ લીટર તેલ અને ૨૭,૦૦૦ લીટર પાણીની બચત થઈ શકે છે.
  2. દરરોજ ટોઇલેટ પેપર બનાવવાં માટે ૨૭,૦૦૦ વૃક્ષ કપાય છે.
  3. આજે પણ ૯૫% ડેટા કાગળમાં સ્ટોર થાય છે. તેમાંથી ઘણાં બધાને ક્યારે બીજી વાર જોવામાં નથી આવતાં.
  4. એક સિંગલ પ્લાસ્ટિકની બોટલને રિસાઇક્લિન્ગ કરવાથી એક ‘૬૦W’નાં બલ્બને ૬ કલાક ચલાવી શકાય એટલી ઉર્જા બચે છે.
  5. દર કલાકે અમેરિકાનાં લોકો ૨૫ લાખ પ્લાસ્ટિકની બોટલ યુ હી ફેકી દે છે.
  6. એલ્યુમિનિયમ એક નાનકડાં ટુકડાંને રિસાઇક્લિન્ગ કરવાથી એટલી ઉર્જા બચ્ચે છે કે તમે તમારાં મોબાઈલમાંના દરેક ગીત એકવાર સાંભળી શકો છો.
  7. એક ટન કાગળને રિસાઇક્લિન્ગ કરવાથી ૧૭ વૃક્ષની બચત થાય છે.
  8. હાલમાં અમેરિકામાં રિસાઇક્લિન્ગનો રેટ ૩૪.૫ ટકા છે. આ રેટ વધારીને ૭૫ ટકા કરી દેવામાં આવે તો કાર્બન ડાયોક્સાઈડ એટલો ઓછો થઈ જાય કે ૫ કરોડ કારોને સડક પરથી હટાવી દેવામાં આવે.
  9. ફિનલેન્ડમાં લગભગ દરેક પ્લાસ્ટિકની બોટલને રિસાઇક્લિન્ગ કરી દેવામાં આવે છે, જેમાં સૌથી મોટું યોગદાન તેમનાં નાગરિકોનું છે.
 

Tuesday, 20 June 2017

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જુનના મનાવવામાં આવે છે. આ દિવસ એ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. અને યોગ પણ મનુષ્યને લાંબુ જીવન આપે છે. પહેલી વાર આ દિવસ ૨૧ જુન ૨૦૧૫ના મનાવવામાં આવ્યો. જેમની રજૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનાં ભાષણ દ્વારા કરી જેમાં તેમણે કહ્યું,

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. જે મન અને શરીરની એકતાનું પ્રતિક છે, મનુષ્ય અને પ્રકૃતિ વરચેની સંવાદિતાનું સાધન છે, વિચાર, સંયમ અને પરિપૂર્ણતા પ્રદાન કરે છે તથા આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. જે આપણી બદલતી જીવનશૈલીમાં ફેરફાર કરી નવી ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરે છે.

યોગ એ મૂળભૂત રીતે એક આદ્યાત્મિક શાખા છે. જે સુક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. તેમનો મુખ્ય હેતુ મન અને શરીર વરચે સમન્વય લાવવાનો છે. જે સ્વસ્થ જીવન જીવવા માટેની એક કળા તથા વિજ્ઞાન છે. યોગ શબ્દ સંસ્કૃતની મૂળ ‘યુગ ધાતુ' માંથી મળે છે. જેનો અર્થ જોડવું, બાંધવું કે સંગઠિત કરવું એવો થાય છે.

આધુનિક વૈજ્ઞાનિકો મુજબ બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એક જ આકાશ પરિમાણની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિના અસ્તિત્વને એકાગ્રતાનો અનુભવ કરાવે છે, તે યોગી છે અને તેને જ યોગ કહેવાય છે જેને એકાગ્રતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.અને તે સ્થિતિને મુક્તિ, નિર્વાણ કે મોક્ષ પણ કહેવામાં આવે છે.


યોગ એ આંતરિક વિજ્ઞાન પણ છે. જેમાં એવી ઘણી વિભિન્ન પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા મનુષ્ય મન અને શરીર વચ્ચે સંવાદિતતા મેળવીને આત્મા સાથે વાત-ચિત કરી શકે છે. યોગસાધનનું લક્ષ્ય બધા જ પ્રકારના કષ્ટો અને દુઃખો દૂર કરવાનો છે. જેના કારણે જીવનના દરેક સ્થળે સુખ, શાંતિ અને સ્વતંત્રતાનો અનુભવ પ્રાપ્ત કરી શકાય.


યોગની પરંપરાગત શાખાઓ ઘણી બધી છે જેમકે જ્ઞાનયોગ, ભક્તિયોગ કર્મયોગ, પતંજલિયોગ, કુંડલિનીયોગ, હઠયોગ, ધ્યાનયોગ, મંત્રયોગ, લયયોગ, રાજયોગ, જૈનયોગ તથા બૌદ્ધયોગ વગેરે. દરેક શાખાને તેના પોતાના અભિગમ તથા કાર્યપ્રણાલીઓ હોય છે, જે યોગના અંતિમ ઉદ્દેશ તથા હેતુ સુધી લઇ જાય છે.Monday, 12 June 2017

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી

1.      પ્રથમ મરાઠા પેશ્વા શાસકનું નામ જણાવો.
           -      બાલાજી વિશ્વનાથ

2.      પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા કોણ હતા?
           -      શેરપા તેનસિંગ નોર્ગે

3.      પ્રથમ મહિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી?
           -      ઘોંડો કેશવ કર્વે

4.      પ્રથમ મહિલા યુનિવર્સીટીના સ્થાપક કોણ?
           -      વિઠ્ઠલદાસ ઠાકરસી

5.      પ્રથમ મેગ્સેસ એવોર્ડ વિજેતા કોણ હતા?
           -      વિનોબા ભાવે

6.      પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
           -      ડૉ. ઝાકીર હુસેન

7.      પ્રથમ લશ્કરના ફિલ્ડ માર્શલ કોણ હતા?
           -      જનરલ માણેકશા

8.      પ્રથમ ભારતીય મહિલા કોંગ્રેસ પ્રમુખ બનનાર કોણ હતું?
           -      એની બેસન્ટ

9.      પ્રથમ ભારતીય અવકાશ યાત્રી જણાવો.
           -      રાકેશ શર્મા

10.      પ્રથમ ૧૮૫૭ના સંગ્રામના શહીદ કોણ બન્યા?
           -       મંગલ પાંડે

11.      પ્રથમ પંચાયતીરાજ ક્યા રાજ્યમાં મુકવામાં આવ્યું હતું?
           -      રાજસ્થાન

12.      પ્રથમ પાક સામુદ્રધુની તરી જનાર વ્યક્તિ કોણ હતા?
           -      મિહિર સેન

13.      પ્રથમ પાયલટ નાગરિક કોણ હતા?
           -      જે.આર.ડી.ટાટા

14.      પ્રથમ પંચવર્ષીય યોજનામાં કઈ બાબતને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું?
           -      કૃષિ તથા સિંચાઈ

15.      પ્રથમ બાર એટ લો કોણ હતા?
           -      જે.એમ.ઠાકુર

16.      પ્રથમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે?
           -      શામળ

17.      પ્રથમ વાઇસરોય કોણ હતા?
           -      લોર્ડ કેનિંગ

18.      પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
           -      ડૉ.કે.આર.નારાયણ

19.      પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ કોણ હતા?
           -      વ્યોમેશચંદ્ર બેનરજી

20.      પ્રથમ સર સેનાપતિ કોણ હતા?
           -       જે.કે.એમ.કરિઅપ્પા
 

Friday, 9 June 2017

ગુજરાતી કરંટ અફેયર્સ ૯ જુન(June) ૨૦૧૭

1.       વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા દવાઓને કેટલી શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે?


2.       નાસા દ્વારા હાલ જુન ૨૦૧૭માં કોને ભારતીય અમેરિકન નાગરિકને નવા અંતરીક્ષ યાત્રીના રૂપમાં ચુંટવામાં આવ્યા છે?
 રાજા ગ્રાઇન્ડર ચારી

3.       ઉત્તર ભારતમાં સૌથી વધારે સાર્વજનિક ક્ષેત્રમાં માનવ દૂધ બેંક અને દૂધ પરામર્શ કેન્દ્રનો શુભારંભ કયા કરવામાં આવ્યો?
નવી દિલ્લી

4.       નેપાળના ૪૦માં પ્રધાનમંત્રીના રૂપમાં કોને ચુંટવામાં આવ્યા?
શ્રી શેર બહાદુર દેઉઆ

5.       બ્રહ્માંડમાં સૌથી ગરમ ગ્રહની ખોજ કરવામાં આવી એ ગ્રહનું નામ શું આપવામાં આવ્યું?
કેલ્ટ-૯બી

6.       વિશ્વ મહાસાગર દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
 ૮ જુન

7.       કોને કોપીરાઇટ કાર્યાલયના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે?
હોશિયાર સિંહ

8.       કયા પ્રદેશની સરકારે રાજ્યમાં ભારતની પહેલી એકલ મહિલા પેન્સન યોજના શરુ કરશે?
તેલગાના

9.       ધ મીનીસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ પુસ્તક કોને લખી છે?
અરુધંતી રાય

10.       ભારતવંશી ડોક્ટર લિયો વરદકર કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત થયા છે?
આયરલેન્ડ

ગુજરાતનું પવિત્ર સરોવર : નારાયણ સરોવરહિંદુ પૌરાણીક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. 

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.બાકીના પાંચ મંદિરો 1780-90માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે .