રામકૃષ્ણ
પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના થયો હતો. નાનપણમાં
તેઓ ગદાધર નામથી પ્રસિદ્ધ હતા. સાત વર્ષની ઉંમરે તેમના માતા-પિતાના મૃત્યુ બાદ ટેઈ
પોતાના ભાઈ સાથે ઝામપુકુર રહેવા લાગ્યા. ત્યાંના દક્ષિણેશ્વર મંદિરમાં પુજારી બન્યાં.
પરમહંસ મહાકાલીના
દર્શન માટે મંદિરમાં બેસી કલાકો સુધી ધ્યાન કરતાં. એક દિવસ માતાએ તેની પ્રાર્થના
સાંભળી દર્શન આપ્યા, તેથી તેઓ કૃતાર્થ થયા. પરમહંસજીએ બાર વર્ષ સુધી પ્રમુખ ધર્મ
અને સંપ્રદાયોનું જ્ઞાન મેળવી અંતમાં આધ્યાત્મિક ચેતનતાની એવી અવસ્થામાં પહોંચ્યા
જ્યાંથી સંસારમાં ફેલાયેલ ધાર્મિક વિશ્વાસોના બધાં સ્વરૂપો પ્રેમ અને સહાનુભુતિની
દ્રષ્ટિથી જોઈ શકતા.
પરમહંસજીનું જીવન
અનેક સાધના અને સિદ્ધિથી પૂર્ણ હતું, પરંતુ ચમત્કાર જ મહાપુરુષની મહત્તાને નથી
વધારતા. તેમની મહત્તા તો ત્યાગ, વૈરાગ્ય, અમૃતોપદેશમાં છે, જેનાથી હજારો લોકો
કૃતાર્થ થયાં. જેમના પ્રભાવથી બ્રહ્મસમાજમાં કેશવચંદ્ર જેવા વિદ્વાન પ્રભાવિત થયા.
જેમના પ્રભાવથી નરેન્દ્ર જેવા બાળક ભારતના ગૌરવ સમાન સ્વામી વિવેકાનંદ બન્યા.
જેમ સમય વ્યતિત
થયો તેમ તેમના કઠોર આધ્યાત્મિક અભ્યાસો અને સિધ્ધિઓના સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા. તેથી
અનેક લોકો તેમના ભકત બની ઉપદેશામૃત ગ્રહણ કરતા. પરમહંસજી વધારે સમય ન જીવ્યા,
પરંતુ જેવું જીવન જીવ્યા એ પ્રમાણે પોતાના શિષ્યોને જીવવાનો આગ્રહ કરી ૧૫ ઓગસ્ટ,
૧૮૮૬ના તેમણે સાધનાથી પ્રાણનો ત્યાગ કર્યો.