Saturday, 28 January 2017

ગુજરાતી કરંટ અફેર્સ 28 જાન્યુઆરીjanuary) 2017 - 159 By GK in Gujarati

1.     દુનિયાના આઠ શક્તિશાળી દેશોના લિસ્ટમાં ભારત કયા નંબર પર છે?
         -       છઠા

2.     નિમ્નમાંથી ભાગીદારી શિખર સમ્મેલનનું ૨૩મુ સંસ્કરણ કયા શરૂ થયું?
         -       વિશાખાપટ્ટનમ

3.     દુનિયાભરમાં અંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
         -       ૨૬ જાન્યુઆરી

4.     કયા દેશના રક્ષા મંત્રાલયએ સેનાની ક્ષમતાને આગળ વધારવા માટે પહેલો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો?
         -       જાપાન

5.     નિમ્નમાંથી કયા દેશની સેનાની ટુકડીએ ૬૮માં ગણતંત્ર દિવસ પરેડમાં પહેલીવાર હિસ્સો લીધો છે?
         -       સંયુક્ત અરબ અમીરાત

6.     ભારતમાં સાર્વજનિક પરિવહનમાં ગ્રીન એનર્જીને વધારવા માટે કઈ કમ્પનીએ એક પૂરી ઇલેક્ટ્રોનિક બીએસ અને એક હાઇબ્રીડ બીએસ પેશ કરી?
         -       ટાટા મોટર્સ

7.     મેઘાલયના રાજ્યપાલ વી ષમુગનાથનએ રાજીનામું દઈ દીધું એના પર શું આરોપ છે?
         -       યૌન ઉત્પીડન

8.     ક્યાં રાજ્યમાં ૩.5 લાખથી પણ વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે?
         -       ગુજરાત

9.     ગ્રામીણ ઈલાકોમાં ગરીબ અને નિરક્ષર જનતાને મધ્ય ડીજીટલ પેમેન્ટને આગળ લાવવાં માટે કેન્દ્ર સરકારે કઈ એપ્સને માધ્યમ બનાવ્યું છે?
         -       આધાર પે એપ્સ

10.     દુરસંચાર નિયામક ટ્રાઈએ સીમ કાર્ડ માટે કયું દસ્તાવેજ આવશ્યક કરવાની ઘોષણા કરી છે?
         -       આધાર કાર્ડ

हिंदी करंट अफेयर्स

Friday, 27 January 2017

વનોના રક્ષક નિર્મલ મુંડા / જન્મ દિવસ – ૨૭ જાન્યુઆરી        ઉત્કલ ભૂમિ ઉત્કૃષ્ટતાની ભૂમિ છે. અહીની પ્રાકૃતિક અદા અને વન સંપદા અપૂર્વ છે. અંગ્રેજોએ જયારે તેમને લુંટવાનું શુરુ કર્યું, ત્યારે બધી જગ્યાએથી વનવાસી વીરો વિરોધમાં ઉભા થયા. એવાં જ એક વીર હતા નિર્મલ મુંડા જેમનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૮૯૪ના બારડોલીમાં થયો હતો. નિર્મલ દશમા ધોરણમાં હતા ત્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું, તેઓ સેનામાં જોડાઈ ફ્રાંસ લડવા નીકળી ગયા. 

        યુદ્ધ બાદ તેમણે અંગ્રેજ નોકરી સ્વીકારી, પરંતુ એક વખત અંગ્રેજ અધિકારી તેમને વઢયાં તેથી નોકરી છોડી પોતાના ક્ષેત્રને શિક્ષિત કરવાનો સંકલ્પ કરી ગામમાં આવ્યાં. અંગ્રેજો અહીંથી ધન કમાઈ પોતાના દેશમાં લઈ જવા માંગતા હતા, તેથી તેમણે ‘મુખર્જી સેટલમેન્ટ’ નામનો નિયમ બનાવ્યો. 

        આ નિયમ અનુસાર માલગુજારીનો દર પાંચ ગણો કરવામાં આવ્યો. વનવાસીઓની ખેતી તો પ્રકૃતિ પર આધારિત હતી, ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ!! લોકો ભૂખથી મરવા લાગ્યા. આના વિરોધમાં નિર્મલ મુંડાએ ૨૫ એપ્રિલ, ૧૯૩૯ના આમકો સિમકો ગામમાં સભાનું આયોજન કર્યું, જેમાં ૧૦,૦૦૦ વનવાસી એકત્ર થયાં. 

        આ સભા અને આંદોલનથી શાસને ભયભીત થઇ મેદાનને ઘેરી ગોળીઓ ચલાવી, જેમાં ૩૦૦ લોકોનું મૃત્યુ થયું. પુલિસે મુંડાને પકડી જસપુર જેલમાં બંધ કર્યા. ત્યાંથી તેઓ ૧૯૪૭માં મુક્ત થયા. ક્ષેત્રીય જનતાના કહેવાથી ૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ‘તામ્રપત્ર’ આપ્યું.
૨ જાન્યુઆરી, ૧૯૭૩ના વનોના રક્ષક આ વીરનું અવસાન થયું. દરવર્ષે ૨૫ એપ્રિલના આમકો સિમકો ગામના મેળામાં નિર્મલ મુંડાને લોકો શ્રદ્ધાંજલિ આપે છે.