Friday, 29 December 2017

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 26 -28 ડીસેમ્બર 2017

1.         તાજેતરમાં દક્ષિણ ક્ષેત્રીય બેડમિન્ટનનો ખિતાબ કોને જીત્યો?
      -      ભારત

2.        તાજેતરમાં કયા મંત્રાલયનું નામ બદલી શિક્ષા મંત્રાલય રાખવામાં આવ્યું?
     -      માનવ સંસાધન મંત્રાલય

3.        તાજેતરમાં અંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા?
       -      મોહમ્મદ અલ જોંડી

4.        ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં નિર્ધન પરિવારોને નિ:શુલ્ક વીજળી કનેક્શન આપવાં માટેની કઈ યોજના આરંભ કરી?
     -      પ્રકાશ છે તો વિકાસ છે.

5.        તાજેતરમાં દેશનું કયું શહેર પ્રથમ શહેર બન્યું છે જે તેની બ્રાન્ડ ઓળખ અને લોગો મેળવી છે?
       -      બેંગ્લોર

6.        કયા દેશે ઇઝરાયાની એલચી કચેરીને યરૂશાલેમમાં તબદિલ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે?
      -      ગ્વાટેમાલા

7.        નાસાના કયા સ્પેસ ટેલીસ્કોપ દ્વારા આપણા સૌરમંડળની સરખામણી જેવો જ બીજો એક મોટો સૌર મંડળ શોધયો છે?
      -      કેપલર

8.        ગોવામાં ભારતીય તટરક્ષક બળ દ્વારા કયા અપતટીય નિગરાની જહાજે તાજેતરમાં જલાવરણ કર્યું?
       -      સુજય

9.        તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના જનરલ સેક્રેટરી તરીકે કોણે નિમણૂકકરવામાં આવ્યા છે?
      -      પંકજ ધિયા

10.        તાજેતરમાં કયા રાજ્યમાં મુર્દા સ્વાસ્થ્ય કાર્ડ એપ્સ યોજના શરુ કરવામાં આવી છે?
      -      રાજસ્થાન

Wednesday, 27 December 2017

પુત્રીનાં નામે પ્રખ્યાત બની કાર

જર્મનીમાં વર્ષ ૧૯૦૦ની આસપાસનાં સમયમાં ડેઈમલર મોટર કંપની તો હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે હજુ આગળ વધવાનો સંઘર્ષ કરી હતી. હજુ તો દુનિયામાં ગાડીઓનાં દરવાજા ઉઘડી જ રહ્યાં હતાં ત્યારે તે વર્ષ દરમિયાન ૩૫-૩૬ કાર જ વેચી શકતી હતી. એવામાં આ નવી કંપનીનો અને રાજદ્વારી ઉદ્યોગપતિ ‘એમીલ જેલીનેક’નો ભેટો થયો. ઝડપી કારનાં આશિક એમીલને પોતાની પુત્રી પર પ્રેમ અને પુત્રીનાં નામને શુકનવંતી માનવાનાં પાગલપનને કારણે તે ડેઈમલર કંપની સામે ઓફર મુકે છે કે જો તે તમારી મોટર પર મારી પુત્રીનું નામ લખે તો તે એકલો જ એકસાથે ૩૫ કાર ખરીદી લેશે.


ડેઈમલર કંપનીને શું વાંધો હોય જો એક નામ લખવા પર આખા વર્ષનું વેચાણ એક જ સોદે થઈ જતું હોય તો. આથી ડેઈમલર કંપનીએ એમીલ જેલીનેકની શરત માન્ય રાખી અને તેમને પુત્રીનું નામ લખેલી એકસાથે ૩૬ ગાડીઓ એક સાથે વેચી આપી. જેલીનેક તો આ બધી કાર ખરીદીને વેચી પણ નાખી.  અને યુરેકા! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ તેમજ આવો સોદો તેમણે ફરી પણ કર્યો. તે સમયથી માંડીને આજ સુધી તે કારનાં સિક્કા વાગી રહ્યાં છે. એમીલની આ જે લકી પુત્રીનું નામ ગાદી પર લખેલ હતું એ હતી ‘મર્સિડીઝ’! અને એ કંપની હાલની ‘મર્સિડીઝ બેન્ઝ’!

Friday, 22 December 2017

પેપાલ શું છે?આ પ્રશ્નનો જવાબ તેમનાં નામમાં જ સમાયેલો છે. પે એટલે કે પેમેન્ટ અને પાલ એટલે કે ફ્રેન્ડ, મિત્ર વગેરે. આમ, ઈન્ટરનેટ પર એક મિત્રની જેમ નાણાની લેવડદેવડ સરળ બનાવતી સર્વિસ એટલે કે પેપાલ.

15-20 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં મનીઓર્ડર, મનીગ્રામ કે વાયર ટ્રાન્સફરની મદદથી નાણાની લેવડદેવડ થતી હતી. એ સમયે પેપાલ નામની એક સર્વિસ શરૂ થઈ. ૧૯૯૮નાં સમયગાળા દરમિયાન શરૂ થયેલી આ સર્વિસ રૂપિયાની લેવડદેવડને એટલી સરળ બનાવી દીધી કે હાલમાં દુનિયાનાં 17 કરોડ જેટલાં લોકો પેપાલનો ઉપયોગ કરતાં થઈ ગયા.

તમે ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઈટ પર 'ચેકઆઉટ વિથ પેપાલ' કે 'ડોનેટ વિથ પેપાલ' જેવાં અનેક બટનો જોયા હશે. ઇન્ટરનેટ પર પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું વેચાણ કરતાં વિવિધ કારણોસર જુદી જુદી વ્યક્તિ પાસે દાન મેળવતાં લોકો માટે નાણા સ્વીકારવાનો આ એક હાથવગો રસ્તો છે. આમ, એક રીતે પેપાલ એક પ્રકારનો પેમેન્ટ ગેટ વે છે.


પેપાલની લોકપ્રિયતાનાં મુખ્ય કારણો:

1)      પેપાલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તેમજ લોકોને હવે તેમની મદદથી નાણા મોકલવાની આદત પડી ગઈ છે.

2)      પેપાલથી પેમેન્ટ કરવું ઘણું જ સરળ છે કારણ કે તેમાં સામેની વ્યક્તિનાં ઈ-મેઈલ એડ્રેસ સિવાય અન્ય કોઈ માહિતીની જરૂર પડતી નથી.

3)      પેપાલની મદદથી નાણા આપનાર પાર્ટીની બેંક કે ક્રેડિટ કાર્ડની વિગતો જાહેર થતી નથી.

Tuesday, 19 December 2017

૧૦૦ વર્ષ થયા ૧ રૂપિયાની નોટને

આજે બજારમાં 1 રૂપિયાની નોટ ખૂબ જ ઓછી દેખાય છે, પરંતુ તે એક ઐતિહાસિક નોંધ છે જેણે ઘણા રસપ્રદ તથ્યોને આકર્ષ્યા છે. 

 

            1 રુપિયા નોટને આજથી 100 વર્ષ પહેલા, એટલે કે 1917 માં બ્રિટીશ શાસનમાં જારી કરવામાં આવી હતી. અત્યારે ૧ રૂપિયાની નોટને ભારત સરકાર જારી કરે છે. આપણી જાણકારી મુજબ ૧ રૂપિયાની નોટનું છાપકામ ૧૯૨૬માં બંધ કરી દેવામાં આવ્યું હતું. એના પછી ફરીથી એમનુ છાપકામ ૧૯૪૦માં શરુ કરવામાં આવ્યું. આ પછી, તેને 1994 સુધી સતત પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ તે પછી આ નોટની પ્રિન્ટિંગ 2015 માં શરૂ કરવામાં આવી હતી.

 

***   એક રૂપિયાની નોટ એકમાત્ર એવી નોટ છે જેના પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' લખેલું હોય છે, જયારે અન્ય નોટો પર 'રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા' લખેલું હોય છે.

 

***  એક રૂપિયો નોટ એકમાત્ર એવી નોટ છે કે જેના પર નાણા સચિવની સહી પર હસ્તાક્ષર કરવામાં આવે છે, જ્યારે અન્ય નોટો પર આરબીઆઈના ગવર્નરની સહી પર હસ્તાક્ષર કરવામાં આવે છે.

 

***  એક રૂપિયાની નોટ સિવાયની તમામ નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જારી કરે છે.

Saturday, 16 December 2017

દુનિયાની સૌથી ઉંચી લીફ્ટ


      

               સમયની સાથે ટેકનોલોજીએ પણ ઘણો વિકાસ કર્યો છે. ચાઇના પણ તેના નવીન વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હાલના દિવસોમાં, ચીનએ એક લિફ્ટ બનાવી છે. જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. માનવામાં આવે છે કે લીફ્ટ દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લીફ્ટ એમનુ નામ 'હન્ડ્રેડ ડ્રેગન્સ સ્કાઈ લીફ્ટ' રાખવામાં આવેલ છે.           તેની ઊંચાઇ 326 મીટરથી ઊંચી છે, એટલે કે એક હજારથી વધુ ફુટ ઊંચી છે. તેની ચાલવાની ક્ષમતા પણ એકદમ ઝડપી છે. તે નીચેથી ઉપર જાવા માટે માત્ર 92 સેકન્ડનો જ સમય લે છે.
 
        તેને બનાવતી વખતે સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ લીફ્ટ પર ત્રણ ડબલ ડેક એલિવેટર લગાવેલ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ એલિવેટરની લોડ ક્ષમતા 4900 કિગ્રા છે. વિશ્વની સૌથી ઉંચી આઉટડોર લિફ્ટ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ લિફટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લીફ્ટ લોકોને જમીનથી લઈને ટેકરીની ટોચ સુધી પહોચાડવાનું કામ કરે છે.

Saturday, 14 October 2017

સૂર્ય શું છે?


બ્રહ્માંડમાં રહેલ અસંખ્ય તારાઓની જેમ સૂર્ય પણ એક સામાન્ય તારો જ છે. આ સૂર્ય આપણા માટે ખુબ જ અગત્યનો છે કારણ કે તે પૃથ્વીની ખુબ જ નજીક છે અને પૃથ્વીને પ્રકાશ અને ઉષ્મા આપે છે. આ પ્રકાશ અને ઉષ્માની મદદથી પૃથ્વી પર વનસ્પતિ, પ્રાણીઓ, અને અન્ય જીવંત વસ્તુઓ જીવન જીવે છે. સૂર્યની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય જ નથી.

સૂર્ય કેટલો ગરમ છે?

સૂર્યનાં કેન્દ્રનું તાપમાન લગભગ 16 લાખ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. કેન્દ્રનું આ તાપમાન સૂર્યની સપાટી પર પહોંચતા લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જાય છે. તેમ છતાં આ તાપમાન એટલું ઉચું છે કે તેને કંઈ પણ સ્પર્શે તે ઓગળી જાય.


સૂર્ય આટલો ચમકે છે શા માટે?

સૂર્ય આકાશમાં સૌથી વધારે ચમકે છે કારણ કે તે સતત વિસ્ફોટ કરતો રહેતો અને વાયુને ફેંકતો રહેતો વિશાળ કદનો સળગતો ગોળો છે. સૂર્યનાં પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા માત્ર આઠ જ મિનિટ લાગે છે તેમ છતાં તે પ્રકાશ એટલો શક્તિશાળી છે કે તે આપણે આંખને નુકસાન કરી શકે છે. તેનાં કારણે જ આપણે સૂર્યની સામે સીધા ક્યારેય જોવું જોઈએ નહીં, અને તડકામાં ચશ્માં પહેરવા જોઈએ.

સૂર્યગ્રહણ ક્યારે થાય છે?


ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે. જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વરચે આવે છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીનાં કેટલાંક ભાગ પર પડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સંપૂણ સૂર્યગ્રહણ ક્યારેક જ થાય છે ત્યારે થોડી વાર માટે આકાશમાં સૂર્ય દેખાતો બંધ થઇ જાય છે અને ચારેબાજુ અંધકાર અને ઠંડક છવાઈ જાય છે..................................
Wednesday, 11 October 2017

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી ૧-૧૦ ઓક્ટોમ્બર ૨૦૧૭

1.          હાલમાં ઓક્ટોબર ૨૦૧૭માં અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારતનું કયું હેલિકોપ્ટર ક્રેસ થયું?
             -          એમઆઈ-૧૭

2.          નિમ્નમાંથી કયા સ્થાન પર હાલમાં ઈસરો દ્વારા શોધ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે?
             -           ગુવાહાટી

3.          સૌમ્ય સ્વામીનાથન કઈ વૈશ્વિક સંસ્થાના ઉપ મહાનિર્દેશક બન્યાં?
             -          ડબ્લ્યુએચઓ

4.          કયા દેશમાં હાલમાં ઉર્જાથી ચાલવાવાળા જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે?
              -          રસિયા

5.          દેશમાં પ્રવાસીઓને વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશ ભરમાં આયોજિત કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે?
             -          પર્યટન પર્વ

6.          હાલ ૨૦૧૭માં બિહારના રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
              -          સત્યપાલ મલિક

7.          મહાવીર રઘુનાથન યુરોપીય રેસિંગ ચૈમ્પિયનશિપ જીતવાવાળા પહેલા ભારતીય બન્યાં, એ કયા પ્રદેશથી સંબધિત છે?
             -          તમિલનાડુ

8.          ઉત્તરપ્રદેશના કયા શહેરમાં ક્છુઆ શરણસ્થળી સ્થાપિત કરવામાં આવશે?
             -           ઇલાહબાદ

9.          ભારતમાં ૨૦૧૭-૨૦૧૮ સુધી કોફી ઉત્પાદનમાં કેટલાં લાખ ટન રહેવાનું અનુમાન છે?
             -           3.5 લાખ ટન

10.          કયા રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકો માટે વિશેષ પ્રતિરક્ષણ અભિયાન શરુ થયો છે?
             -          ઉત્તર પ્રદેશ