રણથંભોર દુર્ગએ દિલ્લીથી મુંબઈ જતાં
રેલ્વે માર્ગ પર આવતા સવાઈ માધોપુર સ્ટેશનથી ૧૩ કિ.મી. દૂર અને થંભ નામની બે પહાડી
વચ્ચે સમુદ્રતળથી ૪૮૧ની ઉંચાઈ પર ૧૨કિ.મી.માં આવેલ ઐતિહાસિક કિલ્લો છે. દુર્ગની ત્રણે બાજુએ પહાડોમાં કુદરતી ખાઈ બનેલી
છે, જે કિલ્લાની સુરક્ષાને અજેય બનાવે છે. કિલ્લાને સંબંધિત
મુખ્ય એતિહાસિક સ્થળોમાં નૌલખા દરવાજા, હાથીપોલ, ગણેશપોલ, સુરજપોલ અને
ત્રિપોલીયોજેવા પ્રમુખ દ્વાર છે. ત્રિપોલિયા અંધેરી દરવાજો પણ કહેવાય છે.
આ કિલ્લામાં હમીર મહેલ, સુપારી
મહેલ, ગણેશ મંદિર, ચામુંડા મંદિર, બ્રહ્મા મંદિર, શિવ મંદિર, જૈન મંદિર વગેરે
સ્થાપત્ય કળાના અનોખા નમૂનાઓ છે. દુર્ગનું
મુખ્ય આકર્ષણ હમ્મીર મહેલ છે.જે દેશનું સૌથી પ્રાચીન રાજ પ્રસાદોમાનું સ્થાપત્ય
છે.રણથંભોર દુર્ગ પર આક્રમણોની પણ દાસ્તાન લાંબી છે, જેમની શરૂઆત દિલ્હીના
કુતુબુદ્દીન ઐબકથી મોગલ બાદશાહ અકબર સુધી ચાલતી રહી. આ સ્થળ ટાઈગર રીઝર્વ માટે
તેમજ પ્રવાસન સ્થળ માટે જાણીતું છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment