મહારાષ્ટ્ર આવેલ
અજંતાની ગુફાઓ દ્રિતીય શતાબ્દી ઈ.પૂ.માં બનેલ એવું મનાય છે, જે મોટા પથ્થરો
વડે ડુંગરોમાં કોતરકામ કરી બનાવેલ સ્થાપત્ય ગુફાઓ છે. અહીં બૌદ્ધધર્મ
સબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ અને સજીવ ચિત્રણ જોવાં મળે છે. ઈ.સ. ૧૯૮૩માં
યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવી. ગુફાઓ એક ગાઢ
જંગલથી ઘેરાયેલ છે. ખોદકામ દરમિયાન મળેલ વિહાર ઘણાં મોટા માપનાં છે, જેમાં
સૌથી મોટો વિહાર ૫૨ ફીટનો છે. હોલમાં ચાર કોલોનેડ છે, જે છતને આધાર આપી હોલની
વચ્ચેનાં એક વર્ગને ઘેરે છે. કોલોનેડની ઉપર અને નીચે પાષાણ શીલા છે, જેની પર કળશ
કઢાયેલ કે સુંદરતાથી કોતરાયેલ છે અને માનવ, પશુ, પાદપીય તેમજ દિવ્યાકૃતિઓથી અલંકૃત
છે.
એલિફન્ટા ગુફા મુંબઈનાં ગેટ વે ઓફ ઇન્ડિયાથી લગભગ ૧૨
કિલોમીટર દુર સ્થિત છે, જે પોતાની કલાત્મક ગુફાનાં કારણે પ્રસિદ્ધ છે, જેમાં કુલ
સાત ગુફા છે. મુખ્ય ગુફાનાં ૨૬ સ્તંભમાં શિવના કેટલાંય રૂપો કોતરાયેલા છે. પહાડમાં
કોતરી બનાવેલ મૂર્તિ દક્ષિણ ભારતીય મુર્તિકળાથી પ્રેરિત છે, જેનું ઐતિહાસિક નામ
ધારપુરી છે. આ ગુફાનું નામ પોર્ટુગોલિયો દ્વારા બનેલ પથ્થરનાં હાથીનાં કરને
એલિફન્ટા નામ મળ્યું. આ ગુફા નવમી સદીથી તેરમી સદી સુધી સિલ્હારા વંશના રાજાઓ
દ્વારા નિર્મિત છે.
image credits:
wikipedia
source credit: wikipedia
No comments:
Post a comment