ભારતીય વેપારી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના
મુખ્ય શેરહોલ્ડર અનિલ અંબાણીનો જન્મ ૪ જૂન ૧૯૫૯માં થયો હતો. તેમનાં મોટાભાઈ મુકેશ
અંબાણી પણ અબજોપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની માલિકી ધરાવે છે. ૧૭
બિલિયન ડોલરની અંદાજિત વ્યક્તિગત સંપત્તિ સાથે તે મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ
પછી ભારતનાં ત્રીજા શ્રીમંત ભારતીય છે.
૧૯૮૩માં તે તેમનાં પિતા ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત
કંપની રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાઈને ભારતીય મૂડી બજારમાં
ઘણાં નાણાકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવાં પ્રતિષ્ઠા સંપન્ન કરી. તાજેતરમાં
૨૦૦૦ની છેલ્લી મંદીમાં નાણા ગુમાવનાર વેપારી અગ્રેસરોની ‘વિશ્વની સૌથી મોટી ખોટ
કરનાર’ ટોચની વેપારી યાદીમાં ટોચનાં સ્થાને પહોચ્યા તેમજ ૨૦૦૮માં ૩૨.૫ બિલિયન
ડોલરની ખોટ કરીને ટોચની દસની યાદીમાંથી ૨૦૦૯માં ૩૪મું સ્થાન મેળવ્યું.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment