Wednesday, 14 September 2016

ભારતીય મહિલા તીરંદાજ દીપિકા કુમારી


દીપિકા કુમારીનો જન્મ ૧૩ જૂન ૧૯૯૪ના ઝારખંડનાં રાંચી નામનાં સ્થળે થયો હતો. તેમના પિતા એક મજુર તેમજ ઓટો ચાલક હતાં. બાળપણથી જ તે પોતાનાં લક્ષ્યને નક્કી કરી લીધું હતું. એકવાર તેમની માં સાથે જતાં રસ્તામાં કેરીનું વૃક્ષ આવતાં દીપિકા તે કેરી તોડી આપવા કહ્યું. ડાળી ઘણી ઉંચી હોવાથી તેમની માં મનાઈ કરી દીધી હોવાથી દીપિકાએ નક્કી કરી લીધું કે આજે તે કેરીને તોડીને જ રહેશે અને જમીન પર પત્થર ઉઠાવીને નિશાન સાધતા અને તે પત્થર ડાળીથી ટકરાતાં કેરી નીચે પડી ગઈ. તે આજે એ કરી બતાવ્યું જેમનાં ગામમાં આજે પણ વીજળી-પાણીની સુવિધા નથી. હાલમાં દીપિકા ટાટા સ્ટીલ કંપની ખેલ વિભાગની વ્યવસ્થાપક છે.

દીપિકાને પહેલો તીરંદાજીનો મોકો ૨૦૦૫ મળ્યો જયારે તે પહેલી વખત અર્જુન આર્ચરી એકેડમી જોઈન્ટ કર્યું. તેમજ તેમનાં પ્રોફેશનલ કરિયરની શરૂઆત ત્યારે થઇ જયારે તે ૨૦૦૬માં ટાટા તીરંદાજી એકેડમી જોઈન્ટ કર્યું. અહીં તે દાવ-પેચ શીખ્યા અને અને આ યુવા કમ્પાઉંટ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ પદક હાંસલ કર્યું. આવું કરવાવાળી તે બીજી ભારતીય હતી. અહીંથી શરૂ થયેલ સફર તેમને વિશ્વનું નં. ૧ તીરંદાજનું મેડલ હાંસલ કરાવ્યું.  ૨૦૧૦માં ઇન્ડિયન  ગેમ્સમાં કસ્ય હાંસલ કર્યું. ત્યારબાદ આજ વર્ષે કોમનવેલ્થ ખેલમાં વ્યક્તિગત અને ટીમ સાથે બે સુવર્ણ હાંસલ કર્યા. ફરીથી ૨૦૧૧માં ઈસ્તાંબુલ અને ૨૦૧૨માં ટોકિયોમાં વ્યક્તિગત ખેલમાં રજત પદક મેળવ્યું. આમ તે એક-એક કરીને જીત હાંસલ કરતી ગઈ. આ માટે તેમને અર્જુન પુરસ્કાર પણ આપ્યું. હાલમાં જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને સમ્માનિત કરી છે.




Image Credit : Wikipedia

Source Credit : Wikipedia

No comments:

Post a Comment