Saturday, 10 September 2016

જંતર મંતર

     રાજસ્થાનની નવી રાજધાનીમાં આવેલ જંતર મંતરએ ખગોળ સ્થાત્યોનો સમૂહ છે, જેમને જયસિંહ બીજાએ ૧૭૨૭થી ૧૭૩૪ના સમયગાળામાં બંધાવ્યો હતો. આ જંતર મંતરને યુનેસ્કોએ ૧ ઓગસ્ટ ૨૦૧૦ના વિશ્વના સાત સ્મારક સાથે વિશ્વ ધરોહર સૂચિમાં શામેલ કરવાની ઘોષણા કરી, અને જંતર મંતરએ રાજસ્થાનનું પહેલું અને દેશનું ૨૮મું વિશ્વ ધરોહર સુચિમાં શામેલ સ્મારક બની ગયું. જંતરનો અર્થ થાય છે સાધન અને મંતરનો અર્થ સૂત્ર એવો થાય છે, જેનો શાબ્દિક અર્થ ‘ગણતરીનું સાધન’ થાય છે. આ જંતર મંતરનું ધાર્મિક મહત્વ પણ છે, કેમકે ભારતીય ખગોળવિદો જ્યોતિષમાં પણ પારંગત હતા. 

     અહીં ૧૪ મોટા ભૌમિતિક સાધનો આવેલાં છે, જે સમય માપણી, ગ્રહણ આગાહી, તારાનું સ્થાનાંકન, ગ્રહોની કક્ષાનું કોણ માપન, અવકાશીય અક્ષાંસ રેખાંશ માપન જેવા કર્યો કરે છે. સમ્રાટ યંત્રએ સૌથી મોટું યંત્ર છે, જે ૯૦ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેનાં પડછાયાને ધ્યાનપૂર્વક પાડીને દિવસનો સમય બતાવી શકાય છે. આની પર આવેલ હિંદુ છત્રીનો ઉપયોગ ગ્રહણ અને વરસાદની આગાહી માટે થતો. આ વેધશાળાએ પ્રમુખ પ્રવાસીનું આકર્ષણ છે. અહીંના અવકાશ વિદો હજી પણ આને ખેડૂતો માટે વાતાવરણની આગાહી માટે વાપરે છે, જોકે તેનાં અધિકાર પર પ્રશ્ન ઉઠી રહ્યાં છે.




image credits: wikipedia
source credit: wikipedia

 

No comments:

Post a Comment