Friday, 30 September 2016

શક્તિનું મહાત્મ્ય અને પૂજા એટલે ગરબા

     ગુજરાતનું લોકપ્રિય નૃત્ય એટલે ગરબા. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિ દરમિયાન ગવાય છે, જેમને નવરાત્રી ઓળખવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર ભારતનાં જાણીતાં તહેવારોમાંનો એક છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવતાં દીવાને તેમજ નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહેવાય છે.

     ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવેલો છે. દીવો ઠરી ન જાય તેમજ તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણાં કાણા રાખવામાં આવ્યાં હોય છે. ગરબા સાથે શક્તિની પૂજા અને શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે. ‘ગરબો’ સંજ્ઞાની અર્થછાયા ક્રમશઃ વિસ્તાર પામતી રહી છે. જેમ કે, ‘ગરબો લખાય’, ‘ગરબો ગવાય’, ‘ગરબો ગવાય’, ‘ગરબે ઘુમાય’, ‘ગરબો ખરીદાય’ વગેરે.


image credits: wikipedia
source credit: wikipedia

Thursday, 29 September 2016

ગિનિ પિગ

     ગિનિ પિગએ ‘કેવી’ તરીકે પણ ઓળખાય છે. તીણા દાંતવાળી અને કરડીનું ખાતું આ પ્રાણી કેવિડે અને કેવિયા પ્રજાતિ સાથે સબંધ ધરાવે છે. તેમનાં સમાન નામને બાકાત રાખતાં આ પ્રાણી ડુક્કર અને ગિનિના કુળના નથી. જૈવરાસાયણિક અભ્યાસ અને વર્ણસંકરણ મુજબ તે પાળતું વંશજ હોવાથી હિંસક નથી. ૧૬મી સદીમાં યુરોપીય વેપારીઓ તેને પશ્વિમી સમાજમાં પહોંચાડ્યા ત્યારથી તે લોકપ્રિયતા હાંસલ કરી છે.
     તેમનું વજન ૭૦૦થી ૧૨૦૦ ગ્રામ હોય છે, તેમજ લંબાઈ ૨૦-૨૫ સે.મી.ની વચ્ચે હોય છે. સામાન્ય રીતે તેઓ ૪-૫ વર્ષ જીવે છે, પરંતુ કેટલાંક ૮ વર્ષ સુધી પણ જીવે છે. ગિનિ પિંગ્સ ખોરાક લેવા માટે મુશ્કેલ રસ્તો શીખી શકે છે, અને શીખેલો રસ્તો યાદ રાખી શકે છે. ખિસકોલી અને ઉંદરની જેમ ગિનિ પિંગ્સ પણ એકમેકની માવજત કરવાની સામાજિક વિધિમાં ભાગ લે છે. તેમની દ્રષ્ટી મનુષ્ય જેટલી સારી નથી હોતી, પરંતુ દ્રષ્ટિ મર્યાદા વિશાળ હોય છે. તેમજ તે આંશિક રંગીન જુએ છે. તેમની સુંઘવા, સાંભળવા અને અડકવાની ઇન્દ્રિય ખૂબ સારી હોય છે.image credits: wikipedia
source credit: wikipedia
 

Wednesday, 28 September 2016

ઉમેદ ભવન મહેલ

    ઉમેદ ભવન મહેલએ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ એક વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે, જેમનું નામ દાદા મહારાજા ઉમેદ સિંહ પરથી રખાયું હતું. આ ઈમારતમાં ૩૪૭ ઓરડા છે, જે જોધપુરનાં રાજ પરિવારનો શાહી નિવાસ છે. આ મહેલ બાંધકામ સમયે ચિત્તર મહેલ કહેવતો કારણ કે તે ચિત્તરનામની ટેકરી પર આવેલો છે. આ મહેલનું બાંધકામ ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ માટે કર્યું, જેની વિશેષતાએ છે કે મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેન્ટ વપરાયા નથી; આ પથ્થરો કોતરેલા છે જેનો એક છેડો બીજા છેડાને જકડી રાખે છે. તેમજ તેને એવી રીતે બાંધવામાં આવ્યો હતો, જેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાય રહે.
    ઉમેદ સિંહ જાણતા હતા કે આ મહેલ તેમનાં પૂર્વજો માટે એક યોગ્ય શ્રધાંજલિ બનશે, પરંતુ તે અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત બનવું જોઈતું ન હતું. આ રાજા ૧૯મી સદીની જીવન પદ્ધતિના આદિ તેમજ વિકાસપ્રિય હોવાં છતાંય તે આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું. હાલનાં તેમનાં માલિક મહારાજા ગજસિંહ છે, જેમણે આ મહેલને ત્રણ વિભાગમાં વહેચ્યો છે, આરામદાયક વૈભવી હોટલ- તાજ, રાજ પરિવારનું આવાસ અને પ્રજા માટે ખુલ્લું નાનું સંગ્રહાલય. 

   
image credits: wikipedia
source credit: wikipedia
 

Tuesday, 27 September 2016

પ્રાચીન સંસ્કૃતિનું લુપ્તપ્રાય મહાનગર ધોળાવીરા

     પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર ધોળાવીરાએ કચ્છ-ભચાઉના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે, જે પાંચ વર્ષ જૂની સંસ્કૃતિ છે તેમજ ત્યાં એ વખતે લગભગ પચાસ હજાર લોકો રહેતાં એવું અનુમાન લગાવામાં આવેલ છે. અહીં સંપૂર્ણ નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના તેમજ લોકોની રહેણી-કરણી વગેરે જોવાલાયક છે. અહીં હાડકાં અને અન્ય ચીજ વસ્તુઓ મળી તે પ્રમાણે આ લોકો સુખી અને સમૃદ્ધ હતાં. તેમજ અહીં શાકાહારી અને માંસાહારી બંને લોકો વસતાં હતાં. કોઈ મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરતુ તો કોઈ કબર બનાવી દાટતા અથવા કબરમાં અસ્થી સાથે વસ્તુઓ પણ રાખતાં.

     મોહે-જોં-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઇટોથી બાંધકામ થયું હતું, જયારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલું છે તેમજ આ પત્થરો થોડેક દૂરની ખાણમાંથી કાઢેલ છે. આ નગરને મુખ્ય ત્રણ વિભાગમાં વહેચવામાં આવ્યું છે. શાસક અધિકારીનો રાજમહેલ, અન્ય અધિકારીનો આવાસ અને સામાન્ય નગરજનોનો આવાસ.image credits: wikipedia

source credit: wikipedia
 

Monday, 26 September 2016

અજંતાની ગુફાઓ

      મહારાષ્ટ્ર આવેલ અજંતાની ગુફાઓ દ્રિતીય શતાબ્દી ઈ.પૂ.માં બનેલ એવું મનાય છે, જે મોટા પથ્થરો વડે ડુંગરોમાં કોતરકામ કરી બનાવેલ સ્થાપત્ય ગુફાઓ છે. અહીં બૌદ્ધધર્મ સબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ અને સજીવ ચિત્રણ જોવાં મળે છે. .. ૧૯૮૩માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવી. ગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ છે. ખોદકામ દરમિયાન મળેલ વિહાર ઘણાં મોટા માપનાં છે, જેમાં સૌથી મોટો વિહાર ૫૨ ફીટનો છે. હોલમાં ચાર કોલોનેડ છે, જે છતને આધાર આપી હોલની વચ્ચેનાં એક વર્ગને ઘેરે છે. કોલોનેડની ઉપર અને નીચે પાષાણ શીલા છે, જેની પર કળશ કઢાયેલ કે સુંદરતાથી કોતરાયેલ છે અને માનવ, પશુ, પાદપીય તેમજ દિવ્યાકૃતિઓથી અલંકૃત છે.

      એલિફન્ટા ગુફા મુંબઈનાં ગેટ વે ઓફ ઇન્ડિયાથી લગભગ ૧૨ કિલોમીટર દુર સ્થિત છે, જે પોતાની કલાત્મક ગુફાનાં કારણે પ્રસિદ્ધ છે, જેમાં કુલ સાત ગુફા છે. મુખ્ય ગુફાનાં ૨૬ સ્તંભમાં શિવના કેટલાંય રૂપો કોતરાયેલા છે. પહાડમાં કોતરી બનાવેલ મૂર્તિ દક્ષિણ ભારતીય મુર્તિકળાથી પ્રેરિત છે, જેનું ઐતિહાસિક નામ ધારપુરી છે. આ ગુફાનું નામ પોર્ટુગોલિયો દ્વારા બનેલ પથ્થરનાં હાથીનાં કરને એલિફન્ટા નામ મળ્યું. આ ગુફા નવમી સદીથી તેરમી સદી સુધી સિલ્હારા વંશના રાજાઓ દ્વારા નિર્મિત છે.
image credits: wikipedia
source credit: wikipedia
 

Friday, 23 September 2016

દુનિયાભરની લોકપ્રિય બ્રાંડ પાર્લે જી

     પાર્લે-જી કે પાર્લે ગ્લુકોઝ બિસ્કીટ પાર્લે પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ભારતની સર્વાધિક લોકપ્રિય બિસ્કીટમાંની એક હતી. તે સૌથી જૂની બ્રાંડના નામવાળી એક હોવાની સાથે-સાથે સર્વાધિક વેચાણવાળી બિસ્કીટ બ્રાંડ પણ હતી. ૩૦ જુલાઈ ૨૦૧૬ના આ ફેક્ટરીને બંધ કરી દેવાઈ. દશકાઓ સુધી તેનું ઉત્પાદન મીણના કાગળથી નિર્મિત સફેદ અને પીળા રંગનાં અતિ લોકપ્રિય રેપર તેમની પહેચાન બની બની ગઈ જેની પર નાની છોકરી દેખાય છે. નકલી કંપની લગભગ સમાન પેકેટ ડિજાઈન અને સમાન નામ પરંતુ નીચી ગુણવત્તાવાળા ઉત્પાદનોને વેચવાનો પ્રયત્ન કરતી રહી.

     કંપનીનો નારો જી નો છે, જેનો મતલબ જીનિયસ એવો થાય છે. ભારતનાં ગ્લુકોઝ શ્રેણીના ૭૦% બજાર પર તેનો કબજો હતો, ત્યારબાદ બીજા નંબર પર બ્રિટાનિયા ટાઈગર અને આઈટીસી સનફાસ્ટ છે. આ બ્રાન્ડની અંદાજીત કિમત ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધારે છે અને પાછલાં વર્ષે તેનું વેચાણ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું. ભારત બહાર તેની ઉપલબ્ધિ યુરોપ, બ્રિટેન, અમેરિકા, કેનેડા વગેરે હતું.


image credits: wikipedia
source credit: wikipedia
 

Thursday, 22 September 2016

તબલા વાદક જાકીર હુસેન

    ઉસ્તાદ જાકીર હુસેનનો જન્મ ૯ માર્ચ ૧૯૫૧ના થયો હતો, જે ભારતના સૌથી પ્રસિદ્ધ તબલા વાદક તરીકે જાણીતા છે. તેમને ૨૦૦૨માં ભારત સરકાર દ્વારા કળા ક્ષેત્રે પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા. જાકીર હુસેને બાળપણ મુંબઈમાં જ વિતાવ્યું. ૧૨ વર્ષની ઉંમરથી જ તે સંગીતની દુનિયામાં પોતાનાં તબલાનો અવાજ વિખેરવાનું શરૂ કરી દીધું. પ્રારંભિક શિક્ષણ અને કોલેજ બાદ જાકીર હુસેને કળા ક્ષેત્રે પોતાને સ્થાપિત કરવાનું શરુ કરી દીધું. તેમનો પહેલો આલ્બમ ૧૯૭૩માં લિવિંગ ઇન દ મટીરીયલ્સ વર્લ્ડ આવ્યો હતો. ત્યારબાદ તે ઠાની લીધું કે તે પોતાનાં તબલાનો અવાજ દુનિયાભરમાં વિખેરશે

    ૧૯૭૩થી ૨૦૦૭ સુધી જાકીર હુસેને વિભિન્ન અંતરરાષ્ટ્રીય સમાંરભ અને આલ્બમમાં પોતાનાં તબલાંનો દમ દેખાડતાં રહ્યા. તે ભારતમાં તો ઘણા પ્રસિદ્ધ છે, સાથે સાથે વિશ્વનાં વિભિન્ન હિસ્સામાં પણ સમાન રૂપથી લોકપ્રિય છે. ૧૯૮૮માં જયારે તેમને પદ્મ શ્રીનો પુરષ્કાર મળ્યો ત્યારે તે માત્ર ૩૭ વર્ષનાં હતા અને આ પુરસ્કાર મેળવવા વાળા સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ હતાં. આજ રીતે ૨૦૦૨માં સંગીત ક્ષેત્રમાં યોગદાન માટે પદ્મ ભૂષણનો પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતનો સૌથી પ્રતિષ્ઠિત પુરષ્કાર ગ્રૈમી અવોર્ડ પણ મળ્યો હતો.

image credits: wikipedia

source credit: wikipedia