Monday, 15 August 2016

સ્વતંત્રતા દિવસ

      ભારતનો સ્વતંત્રતા એટલે ૧૫ ઓગસ્ટ. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતવાસીઓને બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. ૧૫મી ઓગસ્ટ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ દિલ્લીમાં લાલ કિલ્લાના લાહોર ગેટની ઉપર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં લોકો મોટા ભાગના લોકો અહિંસક પ્રતિકાર અને નાગરિક અસહકાર ચળવળમાં ભાગ લીધો હતો.સ્વતંત્રતા પછી બ્રિટીશ ભારતનું ધાર્મિક રીતે વિભાજન કરવામાં આવ્યું જેમાં ભારત અને પાકિસ્તાન નો ઉદ્ભવ થયો.  વિભાજન થયા બાદ બે દેશોમાં હિંસક તોફાનો અને કોમી હિંસા ને કારણે લગભગ ૧૫૦ લાખ લોકો એક બીજા દેશમાં  વિસ્થાપિત થઇ ગયા.

       ૧૫મી ઓગસ્ટના દિવસે તિરંગો લહેરાવાય છે. આ દિવસે નેતાઓ અને શહીદોને શ્રધાંજલિ આપવામાં આવે છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે. દેશના પ્રથમ નાગરિક અને દેશના રાષ્ટ્રપતિ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યામાં ‘રાષ્ટ્ર ના નામનું સંબોધન કરે છે’ અને આગલા દિવસે દિલ્લીમાં લાલ કિલ્લા પર તિરંગો લહેરાવામાં આવે છે. જેને ૨૧ તોપોની સલામી આપવામાં આવે છે. દરેક શાળાઓમાં રાષ્ટ્રીય ગીત ગવાય છે. સ્વતંત્રતા દિવસ ની સાંજે રાષ્ટ્રીય રાજધાની અને દરેક સરકારી ભવનમાં રંગ બેરંગી ઇલેક્ટ્રિક થી શણગારવામાં આવે છે, જે સાંજનું  સૌથી આકર્ષક આયોજન થાય છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

No comments:

Post a Comment