દક્ષિણ ડાકોટા ખાતે કીસ્ટોન નજીક માઉંટ રશમોર નેશનલ મેમોરિયલ આવેલ છે જે ગ્રેનાઈટના પથ્થરો વડે બનેલા પર્વત પર કોતરકામ કરી બનાવવામાં આવેલ સ્મારક છે. જેનું
નિર્માણ કાર્ય ડેનિશ-અમેરિકન ગટઝન બોગ્ર્લમ અને તેના પુત્ર લિન્કોલીન બોગ્ર્લમ
નામના શિલ્પીઓએ કર્યું હતું. જે ૬૦ ફૂટ સંયુક્ત રાજ્યના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની શિલ્પો પ્રદર્શિત કરી અને સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ ૧૫૦ વર્ષ જુનો ઈતિહાસ રજુ કરે છે. જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકનના વિશાળ કદના ચહેરા જોવા મળે છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
આ સમગ્ર સ્મારક ૧૨૭૮.૪૫ એકર અને
૫,૭૨૫ ફૂટ જેટલી સમુદ્ર સ્તરની ઉંચાઈ પર આવેલ છે. તેની દેખરેખ નેશનલ પાર્ક સેવા દ્વારા કરવામાં આવે છે જે સંયુક્ત રાજ્ય અમેરિકાનું ગૃહ વિભાગ દેખરેખ હેઠળ છે.આ સ્મારક ને જોવા માટે વર્ષમાં લગભગ ૨ લાખ લોકો આવે છે. હકીકતમાં રશમોર પર્વતમાં આ પ્રકારની કલાકૃતિ કોતરકામનો હેતુ દક્ષિણ ડાકોટાનું બ્લેક હિલ્સમાં પ્રવાસનમાં આકર્ષણમ વધારો કરવાનો છે. સાઉથ ડકોટામાં પર્યટન બીજો સૌથી મોટો ઉદ્યોગ છે અને માઉંટ રશમોર તેનો ટોચ પર્યટક આકર્ષણ છે. ૨૦૦૪માં બે લાખ થી પણ વધારે લોકો સ્મારકની મુલાકાત લીધી હતી. આ સ્થળ રશમોર સંગીત કેમ્પનું અંતિમ સંગીત કોન્સર્ટનું પણ અંતિમ નિવાસ છે અને સ્ટરગિસ મોટરસાઈકલ રૈલીના સપ્તાહમાં ઘણા મુલાકાતીઓને આકર્ષિત કરે છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment