Wednesday, 31 August 2016

મલેરિયા રોગ કેવી રીતે ઉદ્દ્ભવે છે?

        મલેરિયા એક વાહક જનિત સંક્રામક રોગ છે.  જે સૌથી પ્રચલિત રોગો માંનો એક રોગ છે. જે પ્રોટોઝોઅ પરજીવી દ્વારા ફેલાય છે. રોગ મુખ્ય અમેરિકા અને આફ્રિકા જેવા અન્ય દેશોમાં ફેલાયો હતો. મલેરિયા રોગ દરવર્ષે લાખો લોકો માટે જીવલેણ રોગ છે ખાસ કરીને નાના બાળકો માટે રોગ ભયંકર છે. મલેરિયા રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ પરજીવીના માધ્યમથી ફેલાય છે. તેના ચાર પ્રકારે પ્લાઝમોડીયમ પરજીવી મનુષ્યને અસર કરે છે. મલેરિયા શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દ માલા એરિયાથી થઇ છે જેનો અર્થ ખરાબ હવા. જેને કાદવી તાવ તરીકે જાણવામાં આવતો હતો.

        મલેરિયાના પરજીવી વાહક માદા એનોફિલીસ મચ્છર છે.  જે મચ્છરના ડંખ મારતા મલેરિયાના જીવાણું લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરી વિકાસ પામે છે,અને ચક્કર આવવા,શ્વાસ ફુલાવો વગેરે લક્ષણ દેખાય છે. તેના સિવાય તાવ, શરદી, ઉબકા વગેરે થાય છે. જેને કારણે મલેરિયા રોગ થાય છે અને અમુક લોકો મૃત્યુ પામે છે. મલેરિયા રોગ પર પહેલી પહલ ગંભીર વૈજ્ઞાનિક અધ્યયન ૧૮૮૦માં થયું હતું જયારે એક ફ્રાંસીસી સૈન્ય ચિકિત્સક ચાર્લ્સ લુઈ અલ્ફોંસ લેવેરન અલ્જીરિયામાં કામ કરતા પહેલી વાર લાલ રક્ત કોશીકામાં પરજીવી જોયા ત્યારે તમને એવું પ્રસ્તાવિત કર્યું હતું કે મલેરિયા રોગનું કારણ પ્રોટોઝોઆ પરજીવી છે. શોધ તેમજ અન્ય શોધના ઉદ્દેશથી ૧૯૦૭માં તેને ચિકિત્સા નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

Tuesday, 30 August 2016

એડોલ્ફ હિટલર

          એડોલ્ફ હિટલર એક પ્રસિદ્ધ જર્મન રાજનેતા છે. તે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ ના નેતા છે. તે ૧૯૩૩ થી ૧૯૪૫ સુધી તે જર્મનીના શાસક રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ માટે હિટલરને મોટાભાગે જવાબદાર માને છે. એડોલ્ફ હિટલરનો જન્મ ઓસ્ટ્રેલિયામાં ૨૦ એપ્રિલ ૧૮૮૯ના થયો હતો તેનો પ્રારંભિક અભ્યાસ લિંજ નામના સ્થળે થયો હતો. ૧૯૨૩માં હિટલરે જર્મન સરકારને ઉખાડી ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નિષ્ફળ રહ્યા હોવાથી તેને  જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યાં જ તેમણે મેઈન કેમ્ફ ( "મારા સંઘર્ષ")નામની આત્મકથા લખી હતી. તેમાં તેમણે નાઝી પક્ષના સિદ્ધાંતોનું વિવેચન કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું કે આર્ય જાતિ બધી જાતિથી શ્રેષ્ઠ છે અને જર્મન આર્ય છે. 1932ની ચૂંટણીમાં હિટલરને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સફળતા મળી. જર્મનીની આર્થિક સ્થિતિ બગડતી ગઈ અને વિજયી દેશોએ તેને સૈનિક શક્તિ વધારવાની પરવાનગી આપી.

        હિટલર ૧૯૩૩માં રાષ્ટ્રસંઘ છોડી દીધું અને ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખી જર્મનીની લશ્કરી શક્તિ વધારવાનું શરૂ કર્યું હતું. ૧૯૩૪માં જર્મની અને પોલેન્ડ વચ્ચે એકબીજા પર હુમલો કરવાની સંધિ થઇ. તે વર્ષે ઓસ્ટ્રેલિયાના નાઝી પક્ષએ ત્યાના કુલપતિ ડોલફસની હત્યા કરી. આક્રમણથી ભય હોવાથી બીજા અન્ય દેશો પોતાની સુરક્ષા માટે પરસ્પર સંધિ કરી હતી. જયારે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સંકળાઈ ગઈ તેથી હિટલરની વ્યૂહાત્મક પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઇ. હિટલરના સૈનિકો તેના વિરુધ ષડયંત્ર રચવા લાગ્યા. જ્યારે રશિયનોએ બર્લિન પર આક્રમણ કર્યું  ત્યારે હિટલરે ૩૦ એપ્રિલ ૧૯૪૫ના આત્મહત્યા કરી લીધી હતી. પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રોની સંકુચિત નીતિના કારણે સ્વાભિમાની જર્મન રાષ્ટ્ર ને હિટલરના નેતૃત્વ હેઠળ આક્રમણ નીતિ અપનાવી પડી હતી.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia