આસુસ ટેક કમ્પ્યુટર જેને આસુસ કંપની
તરીકે ઓળખવામાં આવે છે અને આસુસ નામથી વેપાર કરે છે. Asus દેશની સૌથી મોટી
હાર્ડવેર કંપનીઓ પૈકીની એક છે.
કમ્પ્યુટર
હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સની તાઇવાનની
બહુરાષ્ટ્રીય કંપની છે જેનું મુખ્યાલય તાઇપેઇમાં છે. તેના મુખ્ય ઉત્પાદનો ડેસ્કટોપ
કમ્પ્યુટર્સ, લેપટોપ, નોટબુક, મોબાઇલ ફોન વગેરેનો
સમાવેશ થાય છે. Asus, લેનોવો, એચપી, ડેલ અને એસર પછીની એકમ
વેચાણ અનુસાર વિશ્વની પાંચમી સૌથી મોટી પીસી વિક્રેતા છે. Asus પ્રથમ તાઇવાન સ્ટોક
એક્સચેન્જ અને દ્વિતીય લન્ડન સ્ટોક એક્સચેન્જ સાથે સુનિશ્ચિત થયેલ કંપની છે.
Image Credits: Wikipedia and Dainik Bhaskar
Source Credits: Wikipedia and Dainik Bhaskar
આસુસ તાઇવાનની સ્માર્ટફોન અને લેપટોપ
બનાવનાર કંપની છે કે જે જુલાઈ ૨૦૧૬માં ભારતમાં વિશ્વનું પ્રથમ લિક્વિડ-કુલિંગ
ટેકનોલોજીવાળું લેપટોપ લોન્ચ કર્યું છે. જેનું નામ ROG GX700 છે અને તેની કિંમત
૪,૧૨,૯૯૦ છે અને સાથે સાથે કંપનીએ ROG Strix GL502 ગેમિંગ
લેપટોપ પણ લોન્ચ કરેલ છે. લિક્વિડ કુલિંગ ટેકનોલોજીમાં કોઇ પ્રવાહીનો ઉપયોગ થતો નથી પરંતુ ટેકનોલોજીમાં
ઉષ્માનો પાઈપ હોય છે જે ડિવાઈસ સાથે જોડવામાં આવે છે. ઉષ્મા પાઈપ કે જે કોપર
વાયરથી બનેલ હોય છે જે ગરમીને ઓછી કરવા માટે મદદ કરે છે. પહેલાં આ ટેકનોલોજી લુમિયા
950XL અને Xperia Z5 પ્રીમિયમમાં
ઉપયોગ કરવામાં આવી હતી. ROG GX700 વિશ્વનું પ્રથમ એવું લેપટોપ છે
જેમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની એવો દાવો કરેલ છે કે 500W
ગરમી દુર કરી શકે છે. ROG GX700 માં ૬ઠી જનરેશન ઈન્ટેલ 'Skylake' Core i7-6820HK પ્રોસેસર છે જે 2.7 GHz ની ઝડપે કામ કરે છે. તેમાં 16GB DDR4 રૈમ જે 64 GB સુધી વધારી શકાય છે. લેપટોપમાં ગ્રાફિક્સ માટે vidia GeForce GTX 980 GPU આપે છે.
Image Credits: Wikipedia and Dainik Bhaskar
Source Credits: Wikipedia and Dainik Bhaskar
No comments:
Post a comment