Wednesday, 20 July 2016

ભૂસ્ખલન કેવી રીતે ઉદભવે છે?

     ભૂસ્ખલન એક વૈજ્ઞાનિક ઘટના છે. જેમાં જમીનનું હલનચલન, છીછરા કચરાનો પ્રવાહ, પથ્થર પડવા વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ભૂ-સ્ખલન કેટલાય પ્રકારના હોઈ શકે છે અને જેમાં ખડકના નાના-નાના પત્થરો પડવા, વધુ માત્રામાં ખડકના ટુકડા અને મિટ્ટીનું પડી જવું અને તેમનો વિસ્તાર કેટલાય કિલોમીટર દુર હોય છે. ભારે વરસાદ, પુર અને ભૂકંપ આવવાથી ભૂસ્ખલન થાય છે. માનવ પ્રવૃતિઓ જેવી કે વૃક્ષો પડી જવા, ખડક ધોવાઇ સડક કિનારે આવી જવા, પાણીના પાઈપ લીક થાય ત્યારે ભૂ-સ્ખલન થાય છે. ભૂસ્ખલન જે સમુદ્રમાં થાય છે અને તેના લીધે મોજા ઉઠે છે અને સુનામી આવે છે.
     સ્થિર ઢાળમાં જયારે અસ્થિર પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભૂસ્ખલન થાય છે. ઢાળની સ્થિરતા ઘણા કારણોને લીધે ઊભી થાય છે. ભૂસ્ખલનમાં કુદરતી કારણોનો સમાવેશ થાય છે. જેમ કે અતિશય વર્ષા, જ્વાળામુખી ફાટવું, ભારે વરસાદ, બરફ ઓગળે, હિમનદીનું ઓગળવું વગેરે ભૂગર્ભજળનું દબાણ ઢાળની અસ્થિરતા માટે કારણભૂત છે. ૨૦૧૩ દરમિયાન ભારતનાં ઉત્તરાખંડના બદ્રીનાથ કેદારનાથમાં ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન ૩૮૦૦ મીટરની ઊંચાઈ પર થયું હતું. જેમાં મોટા પાયે જાનહાની થઇ હતી. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia 
સુનામી કેવી રીતે ઉદભવે છે?

No comments:

Post a Comment