સાંચી ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં રાયસેન
જીલ્લામાં આવેલ નાનકડું ગામ છે. ત્યાં ત્રીજી શતાબ્દીથી બારમી શતાબ્દી વચ્ચેના કાળના ઘણા બૌદ્ધ સ્મારક આવેલ છે તેમજ સાંચીનો એક મહાન સ્તૂપ આવેલ છે. આ સ્તૂપને ઘેરી લેતા ઘણાં તોરણ બનાવાયેલ છે.
જે પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને સાહસના પ્રતીક છે. સાંચીનો મહાન મુખ્ય,મૂળ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પુ.માં બનાવડાવ્યો હતો. તેના મધ્યમાં એક અર્ધગોળાકાર ઈંટથી ઢાંચો બનાવેલ હતો, જેમાં ભગવાન બુદ્ધના અવશેષ રાખેલ છે અને શિખર પર સ્મારકને દેવાયેલ ઊંચ્ચ સન્માનના પ્રતીક રૂપે એક છત્ર છે. સ્તુપમાં ગુમ્બદને ઊપરથી ચપટો કરી, તેની ઊપર ત્રણ છત્રીઓ, એકની ઊપર બીજી એમ બનાવડાવાઈ હતી. આ છત્રીઓ એક ચોરસ મુંડેરની અંદર બની હતી. પોતાના ઘણા માળ સહિત, આના શિખર પર ધર્મનો પ્રતિક, વિધિનું ચક્ર લાગેલ છે. આ ગુંબજ એક ઊંચા ગોળાકાર ઢોલ રૂપી નિર્માણની ઉપર લાગેલું હતું. તેના ઉપર એક બે-માળ સીડી દ્વારા જઈ શકાતું હતું.
એક બ્રિટિશ અધિકારી જનરલ ટેલર પહેલા જ્ઞાત ઇતિહાસકાર હતાં કે જેમના દ્વારા સન ૧૮૧૮માં સાંચીનો સ્તૂપ અસ્તિત્વમાં આવ્યો. જેમાં સમુદ્રતળથી સરેરાશ ઊંચાઈ ૪૩૪મીટર છે. સાંચી સ્તુપોની કળા પ્રસિદ્ધ છે. સાંચીથી થોડે દુર સોનેરીની પાસે ૮ બૌદ્ધ સ્તૂપ છે. સાંચીમાં પહેલા બૌદ્ધવિહાર પણ હતા. ત્યાં એક સરોવર છે, જેની સીડીઓ બુદ્ધના સમયની કહેવાય છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment