સદાય સૌનું કલ્યાણ
કરનાર ભગવાન શિવનું પ્રિય એવું બિલીપત્રનું વૃક્ષ છે. જે માનવજાત માટે ઘણું
કલ્યાણકારી છે. ધાર્મિક દ્રષ્ટિએ બિલીપત્ર શિવના
મહાદેવ પાસે વધારે જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુધ્ધ રહે છે અને
તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. હિંદુ ધર્મમાં તેને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે
કે તેના થડમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. તેના ત્રણ પાંદડા હોવાને કારણે તેને ત્રિદેવ સ્વરૂપ પણ
માનવામાં આવે છે પરંતુ પાંચ સમૂહના પાંદડાને વધુ શુભ માનવામાં આવે છે.
ભારતીય ઋષિઓએ બિલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. ભગવાન શિવના શણગાર વનનાં ફૂલો, ધતુરો, બિલીપત્ર અને રુદ્રાક્ષથી કરવામાં આવે છે. શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે અને શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલીપત્ર દ્વારા પૂજા કરવામાં આવે છે. મે મહિનામાં તેમાં નવા ફૂલ ફૂટી નીકળે છે, તેના ફળ માર્ચ થી મે મહિનાની વચમાં થાય છે.
Image Credits: Dinesh Valke
Source Credits: Wikipedia

No comments:
Post a comment