હવામાનનો
સામાન્ય અર્થ રોજબરોજનું તાપમાન કે વરસાદની પ્રવૃત્તિ એવો થાય છે. જયારે આબોહવા
લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે.
હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સુકી, શાંત કે તોફાની,
સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે. હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયરની
નીચેના ટ્રોપોસ્ફિયરમાં બનતા હોય છે. થોડાક ફેરફારો સહિત ઉપયોગમાં લેવાતા,
“હવામાન” સમગ્ર પૃથ્વીના હવામાન તરીકે સમજવામાં આવે છે. પૃથ્વીની ધરી તેની ભ્રમણ
કક્ષા તરફ નમેલી હોવાના કારણે સુર્યપ્રકાશ વર્ષના જુદા જુદા ભિન્ન-ભિન્ન કોણથી
આપાત થાય છે. પૃથ્વીની સપાટી પર સામાન્ય રીતે વાર્ષિક ± ૪૦°C ના ગાળામાં રહે
છે.
Image Credits: Wikipedia
સપાટી
પરના તાપમાનના તફાવતને કારણે દબાણમાં ફેરફાર થાય છે. દબાણ સર્જિત ગરમીના તફાવતને
કારણે ઉંચાઈ પર આવેલ સ્થળો નીચાણવાળા સ્થળો કરતા વધુ ઠંડા હોય છે. વિજ્ઞાન તેમજ
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ સમયે નિર્ધારિત સ્થળ પરની વાતાવરણની પરીસ્થિતિઓ
અંગે અનુમાન કરવાની પ્રક્રિયાને હવામાનની આગાહી કહે છે. વાતાવરણ અવ્યવસ્થિત તંત્ર
છે, જેથી તંત્રના કોઈ એક ભાગમાં થતા નાના એવા ફેરફાર પણ સમગ્ર તંત્ર પર ખુબ મોટી
અસર કરી શકે છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment