હિંદુ ધર્મ અનુસાર દેવોના ત્રણ મુખ્ય રૂપોમાંથી
એક રૂપ તરીકે વિષ્ણુ છે. પુરાણોમાં વિષ્ણુને વિશ્વના પાલનકર્તા ગણવામાં આવે છે. ત્રણ
રૂપમાં બીજા બે દેવ શિવ અને બ્રહ્માને માનવામાં આવે છે. બ્રહ્માને સૃષ્ટિના
સર્જનહાર તરીકે ગણવામાં આવે છે અને શિવને સંહારક માનવામાં
આવે છે. વિષ્ણુની પત્ની લક્ષ્મી છે. વિષ્ણુ ભગવાનનો નિવાસ ક્ષીર સાગર જેમાં
શેષનાગ પર શયન કરેલા અને તેમંના નાભિમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને જેમાં બ્રહ્માજી
સ્થિત છે.
તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમને ચાર હાથ હોવાથી તે
ચતુર્ભુજ કહેવાય છે. ભગવાન વિષ્ણુ શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરે છે.
ભગવાન વિષ્ણુના દસ અવતાર છે. તેમનું વાહન ગરુડ છે. વેદમાં વિષ્ણુને સંસારના રક્ષક હોવાના કારણે તેને “ગોપ" કહેવામાં આવ્યાં છે. સંસ્કૃતમાં ગો નો અર્થ તારા, આકાશ, પૃથ્વી, પ્રકાશનું કિરણ, સ્વર્ગ, ઘાસ, વાણી, સૂર્ય, ચંદ્ર, ગાય વગેરે થાય છે. આ બધાના પાલનકર્તા હોવાને કારણે ભગવાનને ગોપ, ગોપાલ, ગોપેન્દ્ર વગેરે કહેવામાં આવે છે. વૈષ્ણવ સિધ્ધાંતમાં વિષ્ણુને સર્વશક્તિમાન પ્રદર્શિત કરવામાં આવેલ છે પરંતુ સૂર્ય જેનું બીજુ નામ સૂર્યનારાયણ પણ છે, તે કેવળ વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

Image
Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment