Wednesday, 8 June 2016

શું તમે જાણો છો ટિમ્બક્ટુ શું છે?

      ટિમ્બક્ટુ માલી પ્રજાસત્તાક ઐતિહાસિક અને વ્યાપારી શહેર છે. 1988માં ટિમ્બક્ટુ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ત્યાં રણની રેતીના ખતરાને કારણે 1990માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ડેન્જરની યાદીમાં સમાવવામાં આવ્યું છે. ટિમ્બક્ટુનાં સ્થાનિક સ્થાપત્યની ઓળખ મસ્જીદો અને લીંપણથી થઇ છે. ટિમ્બક્ટુ સહારા રણ અને નાઇજર નદી પર સ્થિત કાબરાપોર્ટથી ૯ માઈલ ઉત્તર દિશામાં 800 ફૂટની ઊંચાઈ પર સ્થિત થયેલ છે. પહેલે તે 'ફ્રેન્ચ સુદાન' પ્રદેશમાં હતું. ટિમ્બક્ટુ કીચડ અને રેતાળ ભૂ-ભાગના મધ્યમાં છે, જેને 'ઊંટ-હોડી સંગમ' કહેવાય છે. આ નગરની મધ્યમાં ત્રણ મોટી મસ્જીદ અને ઉતર ભાગમાં બે કિલ્લાઓ સમાવિષ્ટ છે. ત્યાનો મુખ્ય વ્યાપાર મીઠું, કપડા, આયર્ન પદાર્થો, રબર, કપાસ, તમાકુ, ખાંડ અને સોનું છે. ટિમ્બક્ટુ ઇસ્લામિક અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર હતું.
       પાંચમી સદીમાં બનેલું આ શહેર ૧૫-૧૬મી સદીમાં સંસ્કૃતિક અને એક વ્યાપારિક નગર ના રૂપમાં પ્રસ્તુત થયું છે. પ્રાચીન સમયમાં તેની સ્થિતિનું મહત્વ વેપારી માર્ગોનું કેન્દ્ર  હતું. ત્યાં સોનું સહારા રણ તરફથી ઊંટના કાફલા દ્વારા પરિવહન કરવામાં આવે છે. ટિમ્બક્ટુ પ્રાચીન ઇસ્લામિક હસ્તપ્રતોનું એક સમૃદ્ધ સંગ્રહ છે. ટિમ્બક્ટુ એક ગરીબ નગર તરીકે ઓળખાય છે પરંતુ તેની નામનાને લીધે તે પ્રવાસન સ્થળ બની ગયું છે. ટિમ્બક્ટુમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ છે. એવું કહેવાય છે કે મુસ્લિમ વ્યાપારી આ શહેર થી પશ્ચિમ આફ્રિકાથી સોનું યુરોપ અને મધ્ય પૂર્વ લઇ જતા હતા જેથી તેના બદલામાં મીઠું અને અન્ય ઉપયોગી વસ્તુઓની સાથે લેવડ-દેવડ થતી હતી.




Image Credits: Wikipedia

No comments:

Post a Comment