Thursday, 16 June 2016

ફાઈવ સ્ટાર હોટલ


       મુંબઈમાં કોલાબા નામની જગ્યા પર તાજ ફાઈવ સ્ટાર હોટલ જે ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવેલ છે. આ હોટલનું નિર્માણ ઈ.સ. ૧૯૦૩માં ભારતનાં પ્રખ્યાત પુરુષ જમશેદજી ટાટાએ કર્યું છે. જે હોટલ સ્થાપત્ય કલાનું અદભુત ઉદાહરણ ગણવામાં આવે છે. જે ૧૦૫ વર્ષ જૂની ઈમારત છે. આ હોટલ વિદેશી પ્રવાસીઓ માટે ખુબ જ આકર્ષક કેન્દ્ર બન્યું છે. હોટેલની નજીક દરિયો આવેલ છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ મુંબઈમાં 3 આતંકવાદીઓ દ્વારા તાજ હોટલ અને ઓબરોય હોટલ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં ગોળીબાર સમયે હોટલ પર આતંકવાદીઓએ લગભગ ૬૦ કલાક સુધી પોતાનો કબજો રાખ્યો હતો.જેમાં હોટલની ઉપ્પરી છતનો નાશ થઈ ગયો હતો.
       આતંકી હુમલા દરમ્યાન હોટલમાં લગભગ ૪૫૦ યાત્રીઓ રોકાયેલ હતાં તથા અન્ય ૩૮૦ યાત્રીઓ ઓબરોય હોટલમાં રોકાયેલા હતાં. તેનું પુન:સમારકામ કર્યા બાદ ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ ના રોજ ખોલવામાં આવી હતી. અનુમાનિત સમારકામ ખર્ચ લગભગ૧.૭૫ બિલિયન રૂપિયા લાગ્યા છે. ૬ નવેમ્બરના બરાક ઓબામા પ્રથમ વિદેશી હેડ ઓફ સ્ટેટ બન્યાં અને જેમણે આતંકી પ્રવૃત્તિ બાદ પેલેસમાં નિવાસ કર્યો. હોટલના એક સંબોધનમાં બરાક ઓબામાએ કહેલું કે, તાજ ભારતીયોના સંગઠન તથા અનુકુળતાનું એક પ્રતિક છે. “મારી તથા મારા દેશની સહાનુભુતિ અને સહયોગ તાજના એ મહેમાન અને કર્મચારીઓને છે કે જેઓ તેમના જીવ ગુમાવ્યો છે” એવું ક્લિન્ટ ભારતનાં "Times Now" પત્ર સાથે એક મુલાકાતમાં જણાવ્યું હતું.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia