આકાશગંગા અસંખ્ય તારાઓનો સમૂહ છે
જે સ્વચ્છ વતાવરણ અને અંધારી રાત્રે આકાશના મધ્યમાંથી પસાર થાય છે
તે અર્ધ વર્તુળ આકારે અને ઝાંખો પટ્ટા જેવું દેખાય
છે. ખરેખર આ પટ્ટો એક સંપૂર્ણ વર્તુળનો ભાગ છે, જેનું ક્ષિતિજનો નીચેનો ભાગ
દેખાતો નથી. ભારતમાં તેને
મંદાકિની, સુરનદી, સ્વર્ણગંગા, આકાશનદી, દેવનદી વગેરે કહેવામાં આવે છે. રાત્રી
સમયે આકાશમાં દુધિયા રંગનો એક ઝાંખો પટ્ટો દેખાય છે, જેને આકાશગંગા કહેવામાં આવે છે. પૃથ્વી અને સૂર્ય જે આકાશગંગામાં સ્થિત છે તે આકાશગંગાના
તારાને રાત્રે લોકો નરી આંખે જોઈ શકે છે.
ખરતાતારા શું છે ?
ધૂમકેતુ શેના બનેલા છે?
બ્રહ્માંડમાં
સો અજબ ગેલેક્સીનું અસ્તિત્વ છે. તેમાં વધુ માત્રામાં તારા,ગેસ અને ખગોળીય ધૂળ
નો સમાવેશ થાય છે.આકાશગંગાએ પોતાનું જીવન લાખો વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી અને ધીમે
ધીમે પોતાનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. પ્રત્યેક ગેલેક્સી એક અબજ જેટલા તારાઓ ધરાવે
છે. ગુરુત્વાકર્ષણ તારાઓને એક સાથે બાંધી રાખે છે અને એવી રીતે અનેક આકાશગંગા એક
સાથે મળીને તારાપુંજ બનાવે છે. ગેલેકસીમાં તારાઓ એક સમાન રીતે વિતરેલા હોતા
નથી.તેમાં વચ્ચે વચ્ચે તારાપુંજ પણ હોય છે.
Image Credits: Joel Tonyan
Source Credits: Wikipediaખરતાતારા શું છે ?
ધૂમકેતુ શેના બનેલા છે?
No comments:
Post a comment