નરસિંહ મહેતા પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે
છે. જે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યનાં
જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદપુનમના દિવસે
સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ ઈ.સ.૧૯૯૯ના વર્ષથી શરૂ
કરવામાં આવેલ છે. આ સન્માનમાં મહાનુભાવોને એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા તેમજ
નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના
પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
રાજેન્દ્ર
કેશવલાલ શાહ ગુજરાતી
કાવ્યસાહિત્યમાં અનુગાંધીયુગની સૌંદર્યાન્વિત સંપ્રાપ્તિ છે. જે વર્ષ ૧૯૯૯માં નરસિંહ મહેતા પુરસ્કાર સૌપ્રથમ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે. મકરંદ વજેશંકર
દવે ગુજરાતી
સાહિત્યનું જાણીતું નામ છે. જેમણે વર્ષ ૨૦૦૦માં નરસિંહ
મહેતા પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે . આવી રીતે દર વર્ષે અલગ અલગ વિજેતા ને પુરસ્કાર
આપવામાં આવે છે. રાવળ નલિન ચંદ્રકાન્ત કવિ, વાર્તાકાર અને વિવેચક છે. હરિકૃષ્ણ રામચંદ્ર
પાઠક કવિ છે. જે બન્ને વ્યક્તિઓને વર્ષ ૨૦૧૩માં નરસિંહ મહેતા એવોર્ડથી નવાજવામાં આવ્યા
હતા. અંતિમ વિજેતા તરીકે વર્ષ ૨૦૧૫માં મનોહર ત્રિવેદીને આ એવોર્ડ આપવામાં આવેલ છે.
Image
Credits:
Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment