વિશાલ-શેખર હિન્દી અને મરાઠી ફિલ્મના
સંગીતકાર બેલડી છે. તેમની જોડીને કેટલીય ફિલ્મોમાં સફળ સંગીત નિદર્શન કર્યું છે. તે જોડીએ જ્યારે ફિલ્મ ઝનકાર બિટ્સનુ હિટ ગીત "તુ આશીકી હૈ" નું નિર્માણ કર્યુ હતું, ત્યારે તેમણે બોલીવુડમાં મહત્વનું સ્થાન
પ્રાપ્ત કર્યું હતું. આ ફિલ્મના સફળ સંગીત દિગ્દર્શન થકી તેમને ફિલ્મ ફેર આર ડી બર્મન એવોર્ડ ફોર ન્યુ મ્યુઝીક ટેલેન્ટ જીત્યો હતો. તેમણે
"મુસાફીર" ફીલ્મ માટે રજુ કરેલું સંગીત યુવાનો અને વિદેશોમાં લોકપ્રિય બની ગયું હતું. તેઓએ ભારતીય અવાજ સાથે ટેક્નો સંગીતનું
નિર્માણ કર્યુ હતું.
વિશાલ
દાદલાની મુંબઈ આધારિત ઈલેક્ટ્રોનિક
બેન્ડ પેન્ટાગ્રામના ગાયક પણ છે. શેખર એક પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયક છે અને ભારતીય
સંગીતના ધ્વનિ છે. શેખર ઝી ટીવી સા રે ગા મા પા 1997માં સ્પર્ધામાં સહભાગી હતા. મુંબઈ પર 26 નવેમ્બર ૨૦૦૮ના આતંકી હુમલા બાદ વિશાલ દાદલાનીએ
બચાવ કામગીરી દરમિયાન લાઇવ મીડિયા કવરેજ પર પ્રતિબંધ મુકવા માટે એક અરજી કરેલ હતી.
Image
Credits: Wikipedia
Source Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment