આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જુનના ઉજવવામાં આવે
છે. સૌપ્રથમ વખત આ દિવસ ૨૧ જુન ૨૦૧૫ના ઉજવવામાં આવ્યો અને જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રમોદીએ
૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના સંયુક્ત મહાસભામાં પોતાના ભાષણ દ્વારા કરી હતી. યોગ ભારતની પ્રાચીન
પરંપરાની એક અમુલ્ય ભેટ છે. યોગ મન અને શરીરની એકતાનું પ્રતિક છે. માણસ અને
પ્રકૃતિની વચ્ચે સંવાદિતતા સાધે છે. ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા
માટે ભાજપની સાથે બાબા રામદેવ પણ તે આયોજનમાં સામેલ થયા હતા.
આધુનિક યુગમાં લોકો સવારે વહેલા ઉઠી યોગ
પ્રાણાયામ કરતા હોય છે. યોગ કરવાથી શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. દરરોજ સવારે
વહેલા ઉઠી યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે છે. યોગાસન કરવાથી
પાચનક્રિયામાં વધારો થાય છે અને વજનમાં ઘટાડો થાય છે. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂર્ય
નમસ્કાર વગેરે કરવાથી શરીરમાં ઉર્જામાં વધારો થાય છે. યોગાસન કરવાથી કોઈ જાતનું
નુકસાન થતું નથી અને શરીરની તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ યોગ છે.
Image
Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment