સર ચાર્લ્સ સ્પેનર ચૅપ્લિન એક અંગ્રેજી હાસ્ય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન સૌથી પ્રસિદ્ધ કલાકારોમાંના એક હતા ઉપરાંત અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલીવુડ યુગના આરંભ થી મધ્ય યુગ સુધીના નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા. ચૅપ્લિન મુંગી ફિલ્મોના યુગના સૌથી મહાન કલાકાર અને પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક હતા જેઓ પોતાની ફિલ્મમાં અભિનય કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રીપ્ટ લખી છે, ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને ફિલ્મમાં સંગીત પણ આપ્યું છે. તેમણે મનોરંજનના કાર્યોમાં તેમના જીવનમાં ૭૫ વર્ષ વિતાવ્યા હતા, જેમાં વિક્ટોરિયન સ્ટેજ અને યુકેમાં સંગીત હોલમાં બાળકલાકારથી લઈને ૮૮ વર્ષની વયે અવસાન સુધીના કામો કર્યા હતા.
તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જિંદગી
ઘણી જ વિવાદિત રહી છે. ચૅપ્લિન અ લાઈફ પુસ્તકની સમીક્ષામાં માર્ટિન શિફે લખ્યું
હતું કે, ચૅપ્લિન માત્ર ‘મોટા’, ન હતા પરંતુ એક મહાસાગર હતા.જયારે વિશ્વ પોતાને
પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે ૧૯૧૫માં,
વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વમાં રમુજ, હાસ્યની અમુલ્ય ભેટ આપી હતી.
Image Credits: MattCC716
Source Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment