રોક ગાર્ડનએ ભારતના ચંદીગઢમાં આવેલ શિલ્પ
ઉદ્યાન છે. આ ઉદ્યાનના સંસ્થાપક નેકચંદ નામના સરકારી
અધિકારી દ્વારા છુપી રીતે ૧૯૫૭માં બનાવેલું છે. જેથી આ ઉદ્યાનને નેકચંદનું રોક
ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ ઉદ્યાન સંપૂર્ણ રીતે ઔદ્યોગિક અને ઘરેલુ આડ પેદાશ અને
નકામી વસ્તુમાંથી બનાવેલ છે. ત્યાં દરેક વસ્તુઓ ચિનાઈ માટીના ટુકડાઓથી બનાવેલા
સંગીત વાદ્ય નર્તક અને પ્રાણીઓના શિલ્પ છે. તેનું કામ તોડી પાડવામાં ભયજનક હતું, પરંતુ ત્યાં
આજુબાજુ લોકમત મેળવવા માટે સક્ષમ હતું.1976 માં પાર્ક જાહેર જગ્યા તરીકે ઉદ્ગાટન
કરવામાં આવ્યું હતું. રોક ગાર્ડન 40 એકર જમીનમાં ફેલાયેલ છે.
નેક ચંદ 50
મજૂરોને પગાર આપે છે કે જેથી મજૂરો તેમના કામ પર સંપૂર્ણ સમય દરમ્યાન ધ્યાન
કેન્દ્રિત કરી વધારે કાર્ય કરી શકે છે.ગાર્ડનના સંસ્થાપક નેક ચંદ સૈની એક સ્વ
શિક્ષિત કલાકાર છે, જે આ ઉદ્યાનના શિલ્પના નિર્માણ માટે પ્રસિદ્ધ છે. આ ભારતનું પ્રથમ
આયોજિત નગર હતું. આ રચનાને ૧૯૮૩માં ભારતીય સ્ટેમ્પ પર પણ સ્થાન મળ્યું છે. આમાં
માનવ રચિત એકબીજાસાથે જોડાયેલા જળ ધોધ છે અને ઘણાં અન્ય શિલ્પો છે જે ભંગાર અને અન્ય બિનઉપયોગી
વસ્તુઓ જેમ કે બાટલી, કાંચ, બંગડી, લાદી, સિરમિક ઘડાં, કુંડુ, વિદ્યુત કચરો, વગેરે જેને રસ્તાની દિવાલ પર મઢેલા છે. બગીચાની સ્થાપના બાદ વધુમાં વધુ 12
મિલિયન મુલાકાતીઓની સાથે દૈનિક 5000 થી વધુ લોકો મુલાકાત લેવાય છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment